Thursday 23 August 2018

ગઝલ

*જાત તું ખોલ આયના સામે,*
*ને પછી બોલ તું બધા સામે.*

*સત્ય જીવનનું જાણવું છે તો,*
*ઊઠ ને જો જરા શમા સામે.*

*ઝળહળે દીપ લોકની ભીતર,*
*તું ઊભો છે હજી શિલા સામે.*

*બંધનો તેં બધાય તોડ્યા છે,*
*મૌન છું તારી આ વફા સામે.*

*સાથ આપ્યો મને તેં જીવનભર,*
*થઇ દફન મારી પણ જગા સામે.*

*ધર્મ નામે છો ચાલતા ઢોંગો,*
*વાત સંતાય ના ખુદા સામે.*

*કેફ 'ધબકાર'ને છે સુંદરતમ,*
*છું ફિદા તારી હર અદા સામે.*

*✍️ઉમેશ તામસે 'ધબકાર',*
     *વ્યારા (તાપી)*

No comments:

Post a Comment