Tuesday 30 April 2019

4, ગઝલ


મેં.... ઞઝલ

કે   પડી   લીધું ,   આથડી   લીધું   મેં  ,
ઠોકરે   જઞતની      ચડી    લીધું   મેં !

તક  મળે  નહિ ,  ઘડ્યે-વડ્યે ,  મિત્રો  !
ભાઞ્ય, જ્યાં તક મળી, ઘડી લીધું  મેં !!

બોરડી   પર   શૂળો   હતી,    તે   છતાં-
તુજ    ચણીબોરને    અડી     લીધું  મેં !

ખપ     નથી     ઔષધી-દવાનો     હવે  ,
દર્દને     કાળજે        જડી   લીધું   મેં  !

છોડ   તું    કાયદા - ઞુનાઓની    વાત  ,
શસ્ત્ર   વિણ  શત્રુંથી   લડી  લીધું   મેં  !

કેદ     મારામાં    મેં     કર્યો'તો     મને   ,
એ   રીતે  ખુદ   મને   નડી    લીધું   મેં  !

ના     રડાવી     શકી    પછી    દુનિયા  ,
મા-ના   ખોળે   હતું   રડી    લીધું     મેં !

-------------------/- સિકંદર  મુલતાની.

ઉઘાડે પઞ ન અમસ્તો..... ઞઝલ

ઉઘાડે  પઞ  ન  અમસ્તો  ચમન   તરફ   દોડ્યો ,
ઈજન   વસંતે  દીધું  તો  સુમન   તરફ   દોડ્યો !

બધાં  મુકામ  નકામા  થયાં ,  જો  સાબિત   તો -
વિહંઞ - પાંખ  સજી  હું   ઞઞન   તરફ   દોડ્યો.

પ્રઞટતી   આઞ   હતી   દિલ   મહીં   કરુણાની ,
ભડકતી  રાખવા   જ્વાળા  પવન  તરફ  દોડ્યો!

કે   મ્યાન  કાં   ન  હો,  તલવાર  દુશ્મનો   કેરી  ?
કલમ   કરે   ઞ્રહી  'ને   હું  કવન  તરફ   દોડ્યો !

જવાની   ગઈ..  'ને  ઠરી-ઠામ   ના   થવાયું   તો-
ખભે  ઉપાડી  હું  ઘડપણ  વતન  તરફ   દોડ્યો !

સવાર - સાન્જ    પુજારી    બની   ગયો   ત્યારે  ,
પ્રભુ ય  રાત  ' ને  દિવસ  પૂજન   તરફ   દોડ્યો !

કફન - દફન   તણી   ચિંતા   નથી  ' સિકંદર '  ને ,
કે   દેહ - દાન   કરી  'ને   જીવન   તરફ   દોડ્યો  !

///////////////////////-----///---  સિકંદર મુલતાની

છતાં.......
--------------------/ ગઝલ /---------------------
જર્જરિત    થઈ    ગઈ    કિતાબ    છતાં   ,
સાચવ્યું      આજ-દી'     ગુલાબ     છતાં  !

પથ્થરો          આસપાસથી         વરસ્યા  ,
હાથમાં         રાખી         કિતાબ    છતાં  !

મેં    તો    દિલ    પાક - સાફ    રાખ્યું   છે  ,
જિંદગી     મારી      કા    ખરાબ     છતાં. !

કોરું       પરબીડિયું       મળ્યું         તારું  ,
વાન્ચી    લીધો ' તો   મેં   જવાબ    છતાં  !

આમ     તો      નાશવંત      છે      સઘળું  ,
કા    અમરફળના   આવે   ખ્વાબ    છતાં  !

ના,   ' સિકંદર ' ને     જીવતાં       જાણ્યો  -
'ને    મરણ પર    દીધો   ખિતાબ     છતાં  !

---------------------//  ------- સિકંદર મુલતાની

ઞામ છે  ચોરોનું.......

ઞામ  છે  ચોરોનું ,  ' ને   ધાડ  પડે  ,
ચોકમાં   કા  ના   એકે   રાડ   પડે ?

હું  ય  એ  સ્લેબમાં  ચણાયો   છું  ,
એ   મકાને  જ   કા   તિરાડ   પડે ?

વેલ   ક્યાંથી   ચડી   શકે   ઊંચે  ?
ઘૂંટણીયે   જ   નિત્ય   વાડ   પડે  !

કાષ્ટ   જેનો   બન્યું   કદી   હાથો  ,
એ જ  કરવતથી આજે  ઝાડ પડે !

તાડ ,  છાયો   નથી  જ   દેતું   તો -
એ   પડે   તોય   શેની   રાડ  પડે  ?

----------------// - સિકંદર  મુલતાની

  જો જે.......

હો   ન   અપમાન ,   માનથી   જોજે  ,
તું   ભીતરમાં....   સ્વમાનથી   જોજે  !

છે    શ્વસે    કંઈ    વિહંઞ     મારામાં  ,
મુજ    સફરને      ઉડાનથી    જોજે  !

કે    જશે    હોશકોશ    પણ     ઊડી  ,
ના    મને   આજ    ભાનથી    જોજે  !

મત્સ્યની    આંખ    માત્ર   જોઉં    છું  ,
તીરને      મુજ      કમાનથી     જોજે !

સાર ,   ઞીતાનો   શું   સમજવો   છે  ?
કૃષ્ણને     તો      સુકાનથી     જોજે  !

લખ  ઞઝલ ,  એ   સમાધિની   સ્થિતિ ,
અવતરે   શબ્દ  !   ધ્યાનથી     જોજે  !

કેટલો       નેકદિલ   ' સિકંદર '     છે  ?
કાર્ય     એનું      જુબાનથી     જોજે  !
//////////////---------
                           // -- સિકંદર  મુલતાની

Monday 29 April 2019

ગીત

આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને
દલડું ય મારું હવે ઉછાળા મારે છે કેમ કરીને રાખું એને સંભાળીને

મને બળી જાણે પાંખો ફૂટી હોય
ને આખાય ઘરમાં હું તો ઊડું.
દરપણથી હું તો વાતો કરું એકલી
આખુય ગામ મને લાગે છે રૂડુ,
આખી રે રાત હું તો થાકું છું સપનાઓ ઓઢણીમાં ચાળીને,

આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને

ઉંબરોય થ્યો છે આજ ઊંચો ને
ઓશરીએ બાંધી છે પાળો,
છાતીમાં ઉગી છે આંબાની મંજરી ને
આવીને ભમરાઓ કરે અટકચાળો
મારા આ કાચાકચાક જોબનીયાને ભમરાંથી કેમ કરીને રાખું ટાળીને

આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને

હું તો વાટ્ય જોવું છું લેવા તે આવશે ઘોડે ચડીને મને મરદ મુછાળો,
નથી જીરવાતું એકલાપણું આ દલડુંય મારું હવે ઝંખે છે સંગાથ હૂંફાળો.
ઊડી જાવું છે મારે તો પિયુના દેશમાંને  કોક સમજાવો મારા માળીને

આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાંય છે મને ભાળીને

કમલ પાલનપુરી

૫, ગઝલ

હું મન ભરી કદી રડી શક્યો નથી.
હું તો હજી મને મળી શક્યો નથી.

કે ગમ મળ્યા હતા જ કેટલા બધા,
છતાં હસ્યા વગર રહી શક્યો નથી.

બધી  મૂડી દવા  મહીં  પતી  ગઈ,
ને એટલે હું  ઘર કરી શક્યો નથી.

જો વેદના, વ્યથા અને ઘણું ય છે,
તું દર્દ દિલનું તો કળી શક્યો નથી.

કે આંખ વાંચશે સનમ એ આશમાં,
મિલન થવા છતાં કહી શક્યો નથી.

ગળામાં  એક  ડૂસકું  છે  ક્યારનું,
ને એજ કારણે હસી શક્યો નથી.

જો છોડવા મથે છે જીવ ખોળિયું,
દિદાર  કાજ હું  મરી  શક્યો નથી.

ઉદાસ છું,  ઉદાસ છું,  ઉદાસ છું,
હ્રદયમાં એમના વસી શક્યો નથી.

સ્વમાનભેર જિંદગી ગઈ 'કમલ',
ખુદા ડરાવશે, ડરી  શક્યો  નથી.

કાયમ   ઘેરી   રાખે  જોને ઈચ્છાઓનાં ટોળાં.
સઘળાં માણસ પાસે જોને ઈચ્છાઓનાં ટોળાં.

મારું તો પણ વધતી રે' છે બમણા વેગે આતો,
દુનિયા જોઈ દાઝે જોને ઈચ્છાઓનાં ટોળાં.

પૂરાં કોઈ દી' થાતા ના આ અંતરના અભરખા,
બાંધી રાખે કાખે જોને ઈચ્છાઓનાં ટોળાં.

આશા એકજ મારી મરતા પ્હેલા જોવી એને,
જીવાડે છે આજે જોને ઈચ્છાઓનાં ટોળાં.

ધાર્યું તારૂં ક્યાં થાતું, પ્રભુ ઈચ્છા ન્યારી 'કમલા',
નાહક મનમાં પાળે જોને ઈચ્છાઓનાં ટોળાં.

કમલ પાલનપુરી

દશા જોઈ ધ્રુજી છે જાહોજલાલી.
ઘણાને જો ખૂંચી છે જાહોજલાલી.

જરાયે  ગમી ના  જવાની  મને  તું,
તેં શૈશવની લૂંટી છે જાહોજલાલી.

કે  પરસેવો  વેચી  કમાણી કરીને,
પિતાએ ખરીદી છે જાહોજલાલી.

ઘણાયે  સમય  બાદ  સાકી સહારે,
અમે આજ પીધી છે જાહોજલાલી.

મને  હું  મળું  ને  તો  રાજી  છું  કમલા,
પછી  રોજ  જુદી  છે  જાહોજલાલી.

કમલ પાલનપુરી

માણસ કંટાળ્યો લાગે છે.
જીવનથી હાર્યો લાગે છે.

ફાંફા મારી દોડ્યા કરતો,
ઈચ્છાએ ચિડાયો લાગે છે.

સંસારી માયાનો દર્દી,
પીડાએ બાળ્યો લાગે છે.

મા બાપ ને પત્નીની વચ્ચે,
જબરો ભીડાયો લાગે છે.

આંખો લાલ, ગળું બેઠેલું,
એ રાત્રે રોયો લાગે છે.

કમલ પાલનપુરી

આત્મખોજે  નીકળ્યો  છું.
હું  મને  ક્યારે   મળ્યો  છું.

જીવતો છું,  સાબિતી એ,
સ્પર્શ થાતાં સળવળ્યો છું.

સૂર્યને           શરમાવવાને,
થઈ દિપક હું ઝળહળ્યો છું.

યાદ  ના  બાજી  ગયેલા,
આંસુ સાથે ઓગળ્યો છું.

આંસુ અંગારા બન્યા છે,
એટલો અંદર બળ્યો છું.

કમલ પાલનપુરી

ગઝલ

फ़ासलों  से  ड़र  रहे  थे तो फ़ासले मिले |
हरतरफ सफ़रमें गम के ही काफ़ले मिले |

ठोकरें  हीं  जिंदगी  का  नसीब  हो गई,
ना  कभी दुआ मिली थी ना होंसले मिले |

नींद आई ना मुजे जागा हूं में उम्रभर,
जागने  के  मेरे  हिस्से  में सिलसिले मिले |

आज ख़्वाब में वो आये तो रोने ही लगे,
फूटकर  बहोत  रोये  थे  फ़िर  गले मिले |

आग कितनी होगी नफरत की उन के दिल में भी,
ख़्वाब  भी यहाँ तो बेचारे सब जले मिले |

रोशनी है सिर्फ़ माँ बाप के ही कदमों में,
बाकी सब उजाले तो मुजको धुंधले मिले |

ये रुकी सी जिंदगी दोस्तोसेे चली 'कमल',
साथ  ले  के  चले  है कुछ सगे भले मिले |

कमल पालनपुरी

ગઝલ

## સવાર  તો  થઈ.... ગઝલ 
      -----------------------------//    -- સિકંદર મુલતાની                      
                         
સવાર   તો   થઈ ,  પણ   આંખ   ખૂલતી   જ   નથી,
પરોઢ    -   સોણલાંમાં     ઊંઘ     ઊડતી   જ   નથી.

અવાવરું    રાહે    આ    ફૂલ     પાથરે    છે   કોણ !
રહે      વસંત     ઉમેરાતી   !      ખૂટતી     જ   નથી.

અમસ્તું    આમ   ન    ઝાકળ    અહીં   તહીં   વરસે,
છે   એક  દિલમાં   કળી,  કે  જે  ખીલતી   જ  નથી!

આ    કોણ,    તેમ    છતાં   દ્વાર   સ્વર્ગનાં    ખોલે ?
મેં   તો   ગઝલમાં   દુઆ - પ્રાર્થના   કરી   જ   નથી !

કે   સાવ   મન  વિના   પકડે   કલમ   'સિકંદર'  નહિ,
ગઝલ   એ   લખશે,  જે   કોઈને  સ્ફૂરતી  જ  નથી !
----------------------------------------------------------------------

ગઝલ

हजारों ख्वाब लेकर ही जनम ये हमने पाया है,
बडी जुरअत से देखो हर कदम हमना बढाया है।

जीन्हे अपना समजके जिंदगी अपनी लुटा बैठे,
उसीके प्यार की हसरत में अश्को को छुपाया है।

नजर मेरी  हमेशा से  तलाए यार  में भटकी,
उसीकी चाह की खातीर जमाने को भुलाया है।

तेरे वाअदे पे हमको था भरोसा इस कदर लेकिन,
भरोसा  तोडकर तुने  सितम ये कैसा  ढाया है।

बचे दो चार कदमों का कटा ना फासला उनसे,
मगर खारों भरे रस्ते पे हमने खुदको चलाया है।

नहीं  माना  सरा  टाला हमारी बात को उसने,
बिछड के जीनकी उल्फत में सदाही गम उठाया हे।

चलो अच्छा हुवा मासूम खता से बच गये आखीर,
गुनहगारों की बस्ती से  कदम हमने बचाया है।

                               मासूम मोडासवी

Sunday 28 April 2019

ગઝલ

*તે બધાં સાથે જ ને  ?

પીઠ પર ઘા મારવામાં તે બધા સાથે જ ને  ?
' બ્રુટ્સ યુ..? ' બોલાવવામાં તે બધાં સાથે જ  ને  ?

કર ઝડપ તું ઉડવામાં લોક સૌ ભેગા થયાં,
પાંખ તારી કાપવામાં તે બધાં સાથે જ ને ?

હાસ્યનું મહોરું અમે પહેરી લીધું છે, જોઈ લો ,
આંસુને શણગારવામાં તે બધા સાથે જ ને ?

આંખથી તેઓ કરે છે મોત જેવો વાર ને
' ખૂબ વાગ્યું ? ' પૂછવામાં તે બધા સાથે જ ને ?

સરહદેથી આવ્યો તિરંગામાં લપેટાઈને જે
મોત પહેલા મારવામાં તે બધા સાથે જ ને ?

*દિલીપ વી ઘાસવાળા*

Saturday 13 April 2019

ગઝલ

આંખોથી ઉન્માદ કરું છું,
મનગમતો સંવાદ કરું છું.

એકલતાના દ્વારે જઇને,
ખખડાવાનો નાદ કરું છું.

આંખોમાં ચાતક બેસાડી,
ફોરાનો વરસાદ કરું છું.

રાતોને માંડીને વાતો,
તારા જાવન બાદ કરું છું.

ગમગીનીના સરવાળાને,
ગઝલોથી હું બાદ કરું છું.

- - દિલીપ ચાવડા (દિલુ) સુરત

Tuesday 9 April 2019

ગઝલ

*ગા*8*

*આંખોથી ઉન્માદ કરું છું,*
*મનગમતો સંવાદ કરું છું.*

*એકલતાના દ્વારે જઇને,*
*ખખડાવાનો નાદ કરું છું.*

*આંખોમાં ચાતક બેસાડી,*
*ફોરાનો વરસાદ કરું છું.*

*રાતોને માંડીને વાતો,*
*તારા જાવન બાદ કરું છું.*

*ઉદાસીના સરવાળાને,*
*ગઝલોથી હું બાદ કરું છું.*

*-- દિલીપ ચાવડા (દિલુ)*

ગઝલ

ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા વિચારી આપો.

ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ!
આજ તો રાતની સીમાઓ વધારી આપો.

ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
એની ગઝલના બધા શેર મઠારી આપો.

- ‘આદિલ’ મન્સૂરી*

ગઝલ

##  માર શેખી નહીં....(ઞઝલ)

માર    શેખી   નહીં     હુન્નર   બાબત ,
છે  ઘણી યે   સમજથી  પર  બાબત !

કેમ    તું    ખોલતો    નથી   સન્દૂક  ?
ખાય   છે   કાટ   માતબર    બાબત !

ભોમિયા   એમને    મળી   જ   જશે ,
જે   હશે   બેફિકર  સફર    બાબત. !

એ  જ   પહોંચે   વસંતના      આરે  ,
પાર   જે   કરતાં  પાનખર   બાબત  !

સાન્જ  પડતાં  જ  થઇ  જશે  પસ્તી ,
જે   સવારે   ઊઠે   ખબર    બાબત  !

મૂઠ ,   કામણ-ટૂમણ  પડ્યાં   રહેશે   ,
શીખ ; બચતા , બૂરી  નઝર  બાબત  !

જોઈ  લે ;  જા.. કબીરવડ ,   જઈને -
તે   પછી   રાખજે   નશ્વર    બાબત  !

કાલપણ    હું      હોઈશ   ઞઝલરૂપે  ,
હોય  શું  બીજી  અજરામર  બાબત ?

–----------------------// - સિકંદર  મુલતાની.

ગઝલ

હું ય કેવી કાલ જ મરી રાખ ભેગી મેં કરી,
મેં જ મારી પોક મૂકી ને પછી સાની મેં કરી.

ઘાવ પણ એણે જ દીધા ડંખ પણ એના હતા,
છેવટે શ્રદ્ધાંજલિ જ માટે વાત પણ એણે કરી,

મેં કદી પણ એ કરી ના વેદનાઓ ઉજાગર હવે,
આ તહેવારે ઉજવણી તે પછી સાદી કરી.

કેમ પ્રિયે તે પછી આ ખાતરીની ખાતરી તેં મારી કરી,
ખાતરી માટે જ તારી ખાતરી મેં નહોતી કરી.

વાયદો ભગવાન સાથે જનમતા અગાઉ જ કર્યો,
મેં કદી જનમ્યા પછી મારી નથી ચિંતા જ કરી.

કોણ જોવાવાળુ "નીત"હતું એ ચાંદની સિવાય અહીં,
માગણી ખોટી શું હવે ખોટા સમય પર મેં કરી?!?

❗♌🅱❗નીત ભટ્ટ ❗
   હિંમતનગર

ગઝલ

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

         – ભગવતીકુમાર શર્મા

ગઝલ

હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!

આમ છું વિખરાયેલો,
આમ તંતોતંત છું.

જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?

શબ્દરૂપે જૂજ છું,
અર્થમાં અત્યંત છું!

જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.

બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.

છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.

પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !

- Shabnam Khoja

ગીત

ભીતરના ભોંયરામાં ધરબી દીધેલી  કૈક અધમૂઇ ઇચ્છાઓ જાગી
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી...

ઝગમગતી દુનિયાથી છેડો ફાડીને તમે ચાલ્યા'તા ભગવાને દેશ,
સુંવાળા રેશમિયા વસ્તરને ત્યાગીને ધરવો'તો રૂખડિયો વેશ ..

ફરી પાછું ખેંચે રે, કોઈ પાછું ખેંચે ને કહે પાછા બનોને અનુરાગી..
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી

ઝાલરિયું સાંભળવા કાન કીધા સરવા ત્યાં વાંસળીના સૂર પડ્યા કાને
આઠે દિશાએથી પકડી લાવો તોયે મનડું કાં ચોંટે નહીં  ધ્યાને?

સઘળાય ઘાવ સાવ રૂઝાઈ ગ્યા'તા ત્યાં કાળજે કટારી કઈ વાગી ?
રે જીવ તમે નીકળ્યા'તા બનવા વૈરાગી...

- શબનમ

ગીત

શરમના ફૂટેલા શેરડાંને  ટાટા કહી, લજ્જાને કહી કીધું બાય બાય;
ઘૂંઘટ ઉઘાડવાના નાટક રહેવા દે, રહેવા દે વાતો આ ડાઈ ડાઈ.

પેલ્લો મેસેજ તને કીધાની પેલ્લા મેં
               કીધો તો પેલ્લીવારો કોલ;
  કાન કાંઈ પીવે તો પીવે શું કોલમાં                             
                 કોલ પે'લા પીટેલો ઢોલ.
કંપતી હથેળીએ અડવાનું શું ? ઘણું બેઠાં'તા ચીપકી દબાઈ...

  ઓસરી કે ઉંબર કે આંગણ કે પાદર સૌ,
                    કોઈ મને જાતી શું રોકે?
  જનમ ધરીને જરી ધાવીને વેગળી
                      કદી રહી ના આ ચોકે.
હોસ્ટેલની બારીએથી પાંગરેલા જોબનને વસમી ના લાગતી વિદાઈ...
સાસુને કે'જે કે કાલ હવે ઉઠીને,
            ચશ્મા ના મૂકે પથારીએ;
આંખોમાં ખણખોદુ ટાંકીને જોવે ના
                સૂકાતા કપડાંની દોરીએ.
આંબાને કુંવારો ધારીને બેઠાં પણ, શાખો પર કેરીઓ ડોકાઈ...

તારે નહિ પૂછવાનું મારે નહિ પૂછવાનું,
               માંગવો ના કોઈ દિ' જવાબ;
ચાર ચાર ફેરા આ ફર્યાની પહેલાં તો,                               
              માંડ્યા'તા ચારસો  હિસાબ.
ચાલ હવે સેલ્ફી લઈ પ્રાઈવેટ એ ફોલ્ડરમાં ફરીવાર જઈએ છુપાઈ...
                              ******
ડો. ભરતકુમાર એમ. ગોહેલ

અછાંદસ

ખલેલ કરે ~ સંજુ વાળા

ખલેલ કરે...
ઝાડવાં જ્યાં છાયડાઓ પાથરવા વિચારે
એજ ઘડી વાયરાઓ નવી નવી ગેલ કરે
ખલેલ કરે...

ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં
રાયણમાં  ફળવાની  ઇચ્છા ઝબૂકી
એને જોઇ પડખેના ખાખરાએ પૂછ્યું કે
કઇ રીતે લીલી થઈ કામનાઓ સૂકી
એજ ઘડી ચારેકોર ચર્ચા  ફેલાઈ ગઈ : જુઓ આ નિયમની બ્હાર જઇ પહેલ કરે
ખલેલ કરે..

એવામાં કુદરતનું કરવું ને અચાનક
મળી ગઈ આભ અને ડાળીની  આંખો
આભ માંડ્યું ડાળ બાજુ વિસ્તરવા એજ રીતે ડાળને પણ ફૂટવાને લાગી રે પાંખો
કારણમાં સાવ પોતપોતાની ઊભરા તે  એમાં એ કંઈ રીતે તમને સામેલ કરે ?
ખલેલ કરે...

ઘાસની સળીને વળી લાગ્યું કે જંગલમાં આપણો પણ હોવો ઘટે જરા તરા ઠાઠ
લ્હેરાવા ઝૂમવાના કેવા હોય ઓચ્છવ એ
ખખડધજ  ઝાડવાને  શીખવીએ  પાઠ
માથાફરેલ કોઈ વાયરો પલાણીએ તે
પ્હાડો ને નદીઓ પણ ઉડવાની ટ્હેલ કરે
ખલેલ કરે

ગઝલ

*  પગ*
કાયમ થાતું સાવ નકામાં ખાલે વળગ્યાં ખોલાં છે
ઠેશું વાગી તો સમજાણું,નખ તો બહુ અણમોલા છે

મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે
મારા પગ છે કે બીલ્લીના મુખથી છટક્યા હોલા છે?

સુતેલા માલિકની પાસે જઈ લારીએ પૂછ્યું તું
ગાલ ઉપર આ શું ઢોળાણું?આ શેના હડદોલા છે ?

એને લીધે થોડા ઓછાં પાપ થયાં છે સાંજ લગી
સારું છે કે પગનાં તળિયાં વચે થોડાં પોલાં છે

આ સામે એક વ્રુક્ષ ઉભું છે તેને થોડા પડવાના ?
પગ પામ્યા છે વહન મળ્યું છે તેથી આ ફરફોલા છે
                -  સ્નેહી પરમાર

૨,ગઝલ

[4/9, 4:56 PM] Satym Barot New: 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

બધાને બધુંયે મળે તો મજા છે.
બધીએ દુવાઓ ફળે તો મજા છે.

જાણું છું સમય એમ આવે ન પાછો,.
છતાં જો એ પાછો વળે તો મજા છે.

સુના આ હૃદયને આ સુક્કી ધરામાં,
જો ગંગા હવે ખળભળે તો મજા છે.

કરો એ ભરો વાત સાચી કહું તો,.
આ પાપી બધાએ ટળે તો મજા છે.

બળ્યા છે ઘરો આપણાં બેઉના ભૈ,
જો નેતાઓના ઘર બળે તો મજા છે.

યુગોથી પ્રજાને છળે છે નેતાઓ,
હવે તો પ્રજા પણ છળે તો મજા છે.

બીજાનું પડાવાની આદત છૂટેને,.
બધાં કામ કરતાં રળે તો મજા છે.

અલગ રેં,શે ઇશ્વરને અલ્લા ક્યાં સુધી,.
હવે બન્ને ભેગાં ભળે તો મજા છે.

બધે પાપ કેરાં છે પોકાર જાજા,.
ઇશ્વર કે અલ્લા સળવળે તો મજા છે.

ધરમ જાત કેરી લડાઈઓ છોડી,
જગત પ્રેમમાં જો ભળે તો મજા છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳
[4/9, 5:23 PM] Satym Barot New: 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

બધાને બધુંયે મળે તો મજા છે.
બધીએ દુવાઓ ફળે તો મજા છે.

જાણું છું સમય એમ આવે ન પાછો,.
છતાં જો એ પાછો વળે તો મજા છે.

સુના આ હૃદયને આ સુક્કી ધરામાં,
જો ગંગા હવે ખળભળે તો મજા છે.

કરો એ ભરો વાત સાચી કહું તો,.
આ પાપી બધાએ ટળે તો મજા છે.

બળ્યા છે ઘરો આપણાં બેઉના ભૈ,
જો નેતાઓના ઘર બળે તો મજા છે.

યુગોથી પ્રજાને છળે છે નેતાઓ,
હવે તો પ્રજા પણ છળે તો મજા છે.

બીજાનું પડાવાની આદત છૂટેને,.
બધાં કામ કરતાં રળે તો મજા છે.

અલગ રેં,શે ઇશ્વરને અલ્લા ક્યાં સુધી,.
હવે બન્ને ભેગાં ભળે તો મજા છે.

બધે પાપ કેરાં છે પોકાર જાજા,.
ઇશ્વર કે અલ્લા સળવળે તો મજા છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

ચોક  , શેરી,  ગામ , પાદરની  નથી
ભાષા  કોઈ   ઘાટ  કે  ઘરની   નથી

તારી   સાથે   વાત   ઈશ્વરની  નથી
તું  ખરેખર   સાવ   પથ્થરની   નથી

એકલી થઈ ગઈ તો રણઝણ ના રહી
જાણે  ઘુઘરી  કોઈ  ઝાંઝરની  નથી

એ   નદીમાં  આપણે  સહુ   ઉતર્યા
જે  નદી   ક્યારેય   સમદરની   નથી

કેવી   રીતે    કાનપૂર્વક   સાંભળું ?
હો  ગઝલ  ને વાત ભીતરની નથી !

          ભરત ભટ્ટ

૨, ગઝલ

ગઝલ -ગણે છે કેટલા ?

જિંદગીના દાખલા સાચા ગણે છે કેટલા?
આ નિશાળોમાં ગયા તો પણ ભણે છે કેટલા?

દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;
આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?

દોષ દેવો અન્યને આદત તને છે માનવી;
જાતને સામે ધરીને દુઃખ હણે છે કેટલા?

ઈશે સૌને મોકલ્યા છે પોત પોતાને રાગે;
તાલબદ્ધ ને સુર લયમાં ગણ ગણે છે કેટલા?

“શોકમાં છીએ” કહી આંસુ મગરના સારે છે;
સાચા દિલથી અંજલિ આપી રડે છે કેટલા?

દિલીપ વી ઘાસવાળા

ગઝલ -  લીલી ડાળે..

સાવ લીલી કોઈ ડાળે બેસીએ ,
એક ચકલી જેમ માળે બેસીએ .

ના કદી પૂરા થયેલા હોય તે ,
ખંડિત સપનાઓ ની પાળે બેસીએ .

આભને ધરતી મળે છે કે નહીં ?
દ્રશ્ય એ જોવાને ઢાળે બેસીએ .

કાળ પણ રોકાયો જોવાને તને ,
થંભી જાતા સમય કાળે બેસીએ .

પંચ તત્ત્વો આત્મસાત કરવા "દિલીપ"  ,
ભાંગતી રાત્રે કુંડાળે બેસીએ ,

દિલીપ વી ઘાસવાળા

Monday 8 April 2019

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

આળસુનું ભાગ્ય ઉંઘતું જાય છે.
એમ એની જાત છળતું જાય છે.

કર્મમાં જે માનતો હોતો નથી,
ભાગ્ય એનું રોજ મરતું જાય છે.

કામ લોકોના કદી ના આવતા,
એમનું જીવન તો સડતું જાય છે.

લોકના જે ઘર જલાવે છે અહીં,
કુળ એનું રોજ બળતું જાય છે.

પારકા ધનમાં નજર જે નાખતું,
એમનું ધન ખાસ ઘટતું જાય છે.

જે દગાથી ખોદતું ખાડા સદા,
એ જ એમાં રોજ પડતું જાય છે.

ટેવ જેવી પાડશો એવી પડે,
મન બધા ઢાંચામાં ઢળતું જાય છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday 7 April 2019

ગઝલ

જાતને   અપનાવ  તું,
ક્યાંય ના સરખાવ તું.

હું   ઊભો  છું તાપમાં,
છાંયડો  થઇ  આવ તું.

ભીંજવી   દે   જાતને,
પ્રેમને     વરસાવ   તું.

આપણું સગપણ જૂનું,
હું    હલેસું,   નાવ  તું.

આ ગઝલમાં ઓગળે,
છે  હૃદયનો  ભાવ  તું.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

ગીત

સુખની આખી અનુક્રમણિકા                                                             અંદર  દુઃખનાં પ્રકરણ
તમે જીંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ.

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં ,જેમ ડચૂરા બાઝે
આંસુનાં ચશ્માં પહેરીને ,પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે
કેમ બચાવો દર્પણ ....તમે જિંદગી

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં  પાનાંનાં જેવાં
  ફાટી જાતાં સગપણ ... તમે જિંદગી

આ લેખક પણ કેવો , એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો ,પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ..... તમે જિંદગી.

             -મુકેશ જોષી

ગઝલ

ગઝલ -ગણે છે કેટલા ?

જિંદગીના દાખલા સાચા ગણે છે કેટલા?
આ નિશાળોમાં ગયા તો પણ ભણે છે કેટલા?

દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;
આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?

દોષ દેવો અન્યને આદત તને છે માનવી;
જાતને સામે ધરીને દુઃખ હણે છે કેટલા?

ઈશે સૌને મોકલ્યા છે પોત પોતાને રાગે;
તાલબદ્ધ ને સુર લયમાં ગણ ગણે છે કેટલા?

“શોકમાં છીએ” કહી આંસુ મગરના સારે છે;
સાચા દિલથી અંજલિ આપી રડે છે કેટલા?

દિલીપ વી ઘાસવાળા