આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને
દલડું ય મારું હવે ઉછાળા મારે છે કેમ કરીને રાખું એને સંભાળીને
મને બળી જાણે પાંખો ફૂટી હોય
ને આખાય ઘરમાં હું તો ઊડું.
દરપણથી હું તો વાતો કરું એકલી
આખુય ગામ મને લાગે છે રૂડુ,
આખી રે રાત હું તો થાકું છું સપનાઓ ઓઢણીમાં ચાળીને,
આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને
ઉંબરોય થ્યો છે આજ ઊંચો ને
ઓશરીએ બાંધી છે પાળો,
છાતીમાં ઉગી છે આંબાની મંજરી ને
આવીને ભમરાઓ કરે અટકચાળો
મારા આ કાચાકચાક જોબનીયાને ભમરાંથી કેમ કરીને રાખું ટાળીને
આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાય છે મને ભાળીને
હું તો વાટ્ય જોવું છું લેવા તે આવશે ઘોડે ચડીને મને મરદ મુછાળો,
નથી જીરવાતું એકલાપણું આ દલડુંય મારું હવે ઝંખે છે સંગાથ હૂંફાળો.
ઊડી જાવું છે મારે તો પિયુના દેશમાંને કોક સમજાવો મારા માળીને
આ બળ્યું સોળમું બેઠું છે ત્યારથી કેટલીય આંખો રાજી થાંય છે મને ભાળીને
કમલ પાલનપુરી
No comments:
Post a Comment