Tuesday 30 October 2018

ગઝલ

નજરથી નજર ના મિલાવે, તું પણ શું ! ?
અધરમાં  અધરને  છુપાવે, તું પણ શું ! ?

લખીને દઉં પ્રેમખત આપને  હું ..........,,
જવાબ ન  દઇ પ્રશ્ર તરાવે, તું પણ શું ! ?

સહેલી મુખે આમ બોલે : "ધુતારો" ,,,,,,,
મળે એકલી હાથને તો દબાવે, તું પણ શું ! ?

લટો આપની આ છુટી મૂક મત રે......,,
સવાલો મને આમ મોકલાવે, તું પણ શું ! ?

હે ! નારી શું ખામી અમ સૌ નરોની ?????
દિનબદિન અલંકારને સતાવે, તું પણ શું ! ?

-- પિયુ પાલનપુરી "નરોત્તમ"
        { તા. ૩૦|૧૦|૨૦૧૮ }

ગીત

કોઈ મત્સ્યગંધાનાં વંશજ, પરશુરામના, લવના...
ના મૂળ મળ્યાં માનવનાં.

સ્હેજ ચામડી ખોતરીએ તો કુળ મળે છે સરખા,
તોય નથી સમજાતું શાને મોટપના અભરખા?
એકમેકના ભાઈ અને તોય દુશ્મન છે ભવભવના...
ના મૂળ મળ્યાં માનવનાં.

ઉપર ઉપરથી સહુ માને જેને ગાળનો નાતો
ઊંડાં ઉતરતા એ લાગ્યો એક જ નાળનો નાતો
સ્નેહરંગથી કેમ રંગવા પોત ભર્યા કાદવના
ના મૂળ મળ્યાં માનવનાં
- અશોક ચાવડા 'બેદિલ'
(પાર્થમાં ગણના તમારી, પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ, પ્રકાશ્ય)

ગીત

નોરતાંની   રાત  તો  માડી   જોગણીના  વાર
           માં   ગરબે   રમે.....
ઉત્સવે   ચઢતો  સકલ   સંસાર   ને  ભ્રહ્માંડ
             માં     ગરબે   રમે ...
આ  ગગનથી   આવતો   પરકાશ   એવો
             તેજપુંજી    આંજતો ,
ગોખથી   પરગટિયા   એવાં  રૂપના  અંબાર
               માં    ગરબે    રમે. .....
માવડીના   ભાલથી   જ્યાં  જ્યાં  ખરે  ચપટીક
               કંકૂ   સૃષ્ટિએ,
ત્યાં   રચાતા   રાસના  હર   ચોકમાં  દરબાર
               માં   ગરબે   રમે. ...
માડી  તારી   ઝાંઝરી   છમછમ  છનકતી   ને
               રણકતી   મંડળે,
જીવ   સઘળાં   ભાન   ખોઈ   નાચતા  નર-નાર
                માં   ગરબે   રમે. ....
શંખભેરી   વાગતી  ને  વ્યાપતી   ચારે દિશે
                 કંઇ    લાલિમા,
માં  દીસે , થ્યું    આયખું   તહેવાર,  બેડો  પાર,
                    માં   ગરબે  રમે. ....

---------------હેમા  ઠક્કર  "મસ્ત"

ગીત

ગીત
એક ગુલ્લાબી છોકરીએ ચિઠ્ઠી લખીને પછી
દીધી એક લ્હેરખીને હાથ
લ્હેરખી તો છોકરાને ચિઠ્ઠી થમાવીને
ક્યારની ય થઇ ગઇ છે છૂ ---

ચિઠ્ઠી વાંચીને પછી વરણાગી છોકરો
મારે છે રોફ આખા ગામમાં
ગુલ્લાબી છોકરીનું આવ્યું છે માગું
કહો લખવું શું મારે જવાબમાં ?
બાઘોતો દર્પણમાં જૂએ ને પૂછે
અલ્યા સપનું છે કે , પછી હું !!

લખવું શું ચિઠ્ઠીમાં પ્રેમ કરું હું ય કે પછી
લખવું કે મળવા તું આવ
છટ્ રે મૂરખ , કૈ એવું લખાય?
જરાં એને પણ થોડું તડપાવ
અટકળ ની લિપિમાં પ્રેમે રંગાઈ હવે
છોકરો ટહૂકે કૂહૂકૂ -----

આખું ય ગામ એણે માથે લીધું છે એવું
જાણે પીધો હોય પ્રેમ કો' રસીલો
કાંઠો છોડીને એ તો મધદરિયે કૂદયો
જેમ મોતી ભાળી  ગ્યો મરજીવો
આખું આકાશ એને પામવાના ઓરતામાં
છાંયડે ય લાગી ગઈ લૂ ----  -
  કવયિત્રી ----- પ્રજ્ઞા વશી

ગીત

સખીનું મળવું

સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

એને ન નડી કોઈ વાડ કે પાળ,
એવું અલ્લડ ને મતવાલું......
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું....(૨)

બાળવયની આપણી યારી,
સોને મઢેલી, રૂપે જડેલી,
ન લાગી ક્યારેય, અકારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

થાતાં તો ઘણાં રિસામણાં,
ને તેથી ય, વધું મનામણાં ,
ન હતાં કોઈ, વાંઘા-વચકાં.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

પાંચ દાયકાની મૈત્રી મીઠ્ઠી,
ન કહ્યું થેન્ક્યું, ન સોરી,
ન કદી લાગ્યો, આભાર ભારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું....(૨)

સખી! આજ તને હું શું કહું?
સાંભળ, આંખના ઈશારે કહું,
તું ઝાઝું સમજ, હું થોડું કહું.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું...(૨)

ચાલ ફરી, ઓ મુજ સખી,
એકબીજાના કૃષ્ણ બની,
જીવન તણી શીખ, આપીયે સાચી....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું..(૨)

અલ્પા  વસા
કાવ્યાલ્પ

ગીત

મારી ગાડી

કેમ કહું? કોને કહું? ડગમગ ડગમગ થાતી,
પડી ને ઊભી થાતી,
ફરી પાછી પછડાતી, જીવન પાટે, મારી ગાડી,
છૂક, છૂક, છૂક, છૂક જાતી..

ગમો - અણગમો, પ્રેમ - તિરસ્કાર,
સૌ ને ભેગી થાતી,
ભર્યું ગાડી માં,  એ જે ગમ્યું,
અણગમતું, ઊતરાતી,
જીવન પાટે, મારી ગાડી
છૂક, છૂક, છૂક, છૂક જાતી!!!!!

અંજના ગાંધી (મૌનું)
મુંબઈ 30-10-2018

ગીત

*ચોમાસું*

આખેઆખું આ ચોમાસું વયું જાય ,
ને લોકો તોયે ના ભીંજાય ,
એને ચોમાસું કેમ સમજાય?

જળનો  છે કાગળ   ને વળી જળની બનાવી છે હોડી,
બાથુ  ભરવા દરીયાવને આજ નદીયું એકસામટી  દોડી,
આ સ્વીમિંગ્પૂલમા ન્હાતા ન્હાતા જે લોકો બસ ફાસ્ટ્ફૂડ ખાય,
એને ચોમાસું કેમ સમજાય?

વાદળોએ પર્વતોના કાનમા એવુ તે શું શું કહી દીધું?
કે હડી કાઢતાં પર્વતોએ લ્યો ઝરણાંનું  રૂપ લઇ લીધું.
આ ખળખળ  નદીયુંની કોઈ'દી જેના  બહેરાં કાને ના અથડાય,
એને ચોમાસું કેમ સમજાય?

વ્હાલપનું શમણું એની આંખોમાં કેવું અષાઢ થઇ ખુલે,
ભીનીભીની છોકરીની છાતીએ લથબથ ચોમાસું કંઈ ઝૂલે,
વર્ષાની  દોમદોમ  મસ્તીભરી હેલીમાં અંતરથી   કોરું રહી જાય,
એને ચોમાસુ કેમ સમજાય.?

શૈલેષ પંડ્યા....
*નિશેષ*

ગઝલ

૭૨૮૩૯૫૬૬૪૫.  બેહદ

   આનંદ ઘડી

આનંદ આજની ઘડી
સોનામાં સુગંધ જડી

રામ. નામ ની.  દડી
મોટા મેદાનમા પડી

માયા વાટમાં. ખડી
સામ સામે.    લડી

નોટ. બોલી પગે પડી
ઈજ્જત સબસે બડી

સીતા રામ ને "બેહદ"
ભાવે ભજુ હરઘડી

વિનોદ વાદી
"બેહદ રામપુરી"
સંતરામપુર

ગીત

એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ ફૂટી
ઘરડા વૃક્ષે લાગણી ની ફરી લિજ્જત લૂંટી

દ્રશ્ય આ જોઈને હરખાય છે મારી આંખો
મુક્ત ગગનમાં ઉડવા ફેલાવી મારી પાંખો
હેત ભરેલા હૈયામાં ધીરજ હજી ક્યાં ખૂટી
એક સૂકી ડાળી પર કૂંપણ  ફરી આજ  ફૂટી

લીલા લીલા પર્ણ થી સઘળી ડાળી હરખાશે
રંગબેરંગી પંખીના કલરવ મીઠા ફરી સંભળાશે
ધરતી ની હરિયાળી જોઈ વાદળ કરશે વૃષ્ટિ
એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ  ફૂટી

મીઠા મીઠા ફળ આપું રંગબેરંગી  ફૂલ આપું
પાયું છે પાણી બદલામાં છાંયા નો મુલ આપું
શુદ્ધ હવા ભેટ માં આપું સમજતી નથી સૃષ્ટિ
એક સૂકી ડાળી પર કૂંપણ ફરી આજ  ફૂટી

વિનોદ બી ગુસાઈ મૌન

ગઝલ

શબદ......

શબદ રંગીલો; શબદ છબીલો, 
હોય અલ્લડને  હોયેય  ઢીલો. 

શબદ ક્થીર ને શબદ છે સોનુ, 
શબદ હૃદયમાં હોય  ગંઠીલો. 

શબદ મિત્ર ને શબદ છે શત્રુ,
 શબદ સરળ ને શબદ તંતીલો.

શબદ બાધક ને શબદછે સાધક,
સૂર-તાલમાં હોય  ખંતીલો. 

શબદ હાસ્ય ને શબદ છે રૂદન, 
શબદ મલમીલો, શબદ ડંખીલો.

શબદ આશ્વત ને શબદ છે શાશ્વત, 
કવિજન કલમે વહે મલમીલો. 
- મુકેશ દવે

પ્રતિકાવ્ય

પ્રતિકાવ્ય - આજના રાધા-કાન

(મુર્ધન્ય કવિ શ્રી પ્રિયકાંત મણિયારને પ્રસિદ્ધ રચના " આ નભ ઝૂક્યું તે કાનજી..." પર પ્રતિકાવ્ય દ્વારા વર્તમાન કાન-રાધાની પ્રસ્તુતિનો પ્રયત્ન.)

આજે જૂઓ આ કાનજી ને આધુનિક આ રાધા રે,
સીધોસાદો કાનજી ને ચપ્પટચાલાક રાધા રે.

બિલ ચૂકવે તે કાનજી ને શોપિંગ કરે તે રાધા રે,
વૈતરું કરે તે કાનજી ને મોજ ઉડાવે રાધા રે.....આજે.

પાટલી છે તે કાનજી ને વેલણ ફરે તે રાધા રે,
ખાંડણી રૂપે કાનજી ને દસ્તા રૂપે રાધા રે......આજે.

પોતા મારે તે કાનજી ને પગલાં પાડે તે રાધા રે,
બાબો રમાડે કાનજી ને ટીવી જૂએ રાધા રે....આજે.

ટિફીન ખાતો કાનજી ને હોટલમાં જમે રાધા રે,
ગાડી લૂછે તે કાનજી ને રોફ જમાવે રાધા રે......આજે.

આંખો ઝૂકે તે કાનજી ને આંખો બતાવે રાધા રે,
બેવડ વળી ગ્યો કાનજી ને મોં મચકોડે રાધા રે...આજે.

અંદર સળગે તે કાનજી ને કાંડી ચાંપે રાધા રે,
ટમટમ દીવો કાનજી ને હેલોઝન તે રાધા રે....આજે.

ખળખળ ઝરણું કાનજી ને ધોધ પડે તે રાધા રે,
શાંત સરોવર કાનજી ને ત્સુનામી તે રાધા રે.....આજે.
- મુકેશ દવે

ગીત

જોશીનો વરતારો પપેરમાં વાંચ્યો આજે કંઈક જોડશો આજે કંઈક તોડશો
વરતારો જોશીનો સાચો પડ્યો, લ્યો ! મારા ચશ્માં તૂટી ગયા

આંખોની ઉંમર ને આવ્યા બેતાલા, નજીકનું દેખાવું થયું છે બંધ
ઉમંગોની ઉમરને સોળમું જ ચાલે, મારી કમખાનાં તૂટ્યા છે દોર
સોયમાં દોરો કેમ રે પરોવવો કમખાના દોર કેમ સાંધવા ?
કોઈને કેહવાય નહિ કોઈને કળાય નહિ કમખાની દોરી કેમે ય સંધાય નહિ


પરણેતર મારો ખાવાનો રસિયો મોઢું ફુલાવી બેઠો બહાર
વરતારો જોશીનો સાચો પડ્યો, લ્યો ! મારા ચશ્માં તૂટી ગયા

દાળમાં લીંબુ વધારે પડ્યું મને સપરમાં દાડા આવ્યા યાદ
મીઠું ખાવાના વાલમ છે રસિયા  લીંબુ એ વધારી દીધી વાત
મીઠા રોષ સાથે સામે જઈ ઉભી, ઝટ સાંધી દો કમખાનાં દોર
નાજુક હું નાર એમાં વાંક મારો કંઈ નહિ ઘરમાં જ ખૂટ્યો છે ગોળ

પિયુને જ કેહવાય એવી પીયુ ને જ સમજાય એવી મુંજવણનાં ઉડાડ્યા મેં છેદ
વર્તારો જોશીનો સાચો પડ્યો, આજે કંઈક જોડશો, આજે કંઇક તોડશો

અસ્મિતા

ગીત

ભજ ગોવિંદમ્ ,ભજ ગોવિંદમ્ ,ભજ ગોવિંદમ્ મૂઢમતિ,
તારું કીધું થાય નહિ ને , શાંને આટલી શાણપટ્ટી?
.......૦ ભજ ગોવિંદમ્......

મળતું જીવન કપરા ચઢાણ, ને જતું જીવન લસરપટ્ટી,
સ્થિર થઈ ને બેસી જાવું, શાંને આટલી રખડપટ્ટી?
.......૦ ભજ ગોવિંદમ્......

થતી રહેતી આવન જાવન, ગમે ત્યારે હકાલપટ્ટી !
માણી મરીએ આજને આજે, કાલ ગઈ તે અગનભઠ્ઠી...
.......૦ ભજ ગોવિંદમ્......

સૌનાં પ્રતિબિંબ સરખાં લાગ્યાં ,મૂકી દીધી ફૂટપટ્ટી,
ચમન વિશાળ મને ખુબ ગમ્યું, ફુલ નહિ ચૂંટી ચૂંટી....
.......૦ ભજ ગોવિંદમ્......

- ગોપાલકુમાર ધકાણ

ગઝલ

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,
નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો
ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કેટલા દરિયા,
સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,
ભર્યા મંદિર મહીં ગુમનામ દે્રું શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,
મીંચી પાંપણ છતાં સપનું અનેરું શોધવા નીકળ્યાં!

-- ડો.ગુરુદત્ત ઠક્કર.

Monday 29 October 2018

ગઝલ

*ગઝલ*

અમે જાતે જ આ બંધન કર્યું છે;
હૃદયમાં  શબ્દનું  સ્પંદન  કર્યું  છે.

બધા ઝખ્મો આ ખોબામાં ભરીને,
કવિતાનું અભિવાદન કર્યું છે !

રડાયું આંસુઓ સાર્યા વિના પણ,
કહ્યું એણે કે, 'શું મંચન કર્યું છે !'

સમંદર એટલે છે આંખ તારી,
પ્રવેશીને અમે મંથન કર્યું છે !

બન્યું છે એટલે દુશ્મન જગત આ,
ગઝલને ફક્ત આલિંગન કર્યું છે.

નદીની જેમ ખળખળતા રહીને,
જીવનના મંચ પર નર્તન કર્યું છે.

*- સ્નેહલ જોષી*

અછાંદસ

🌹🌹🌹🌹🌹🌹🌹

ચાર નજરો મળી ગઈ ......

સોળ વરસની સુંદરીના
ઝાંઝર નો મધુર સ્વર કાને પડ્યો,
જેમ એના ડગલાં અંતર કાપતા,
એની સંગે
પવન પર સવારી કરી મહેક
મારી ચારેકોર પ્રસરી ગઈ
હું એ સુવાસને મન ભરીને માણી રહ્યો હતો...
માણતા વિચારમાં ડૂબી ગયો
ત્યાં જ
એની નજર
મારી નજર પર પડી
ને ચાર નજર મળી ગઈ.

અંશ ખીમતવી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ગઝલ

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.

દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.

તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

– મકરંદ મુસળે

ગઝલ

પ્રેમ ભરી નઝમ
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
.
જેને ચાહી છે મેં, જેને માંગી છે મેં,
ને પરીઓથી પણ પ્યારી લાગે છે જે.
ચંદ્રની ચાંદની જેવી છે દિલરૂબા,
જોઉં છું ફક્ત એનેજ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
.
એ વિચારોની દુનિયા હકીકત બની,
ને હકીકતમાં એ મારી પાસે હતી.
આવે દુલહન બની મિત્ર એ સાથમાં,
એમને બસ કરું પ્રેમ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
.
હાથ અડતા જ મારો એ શરમાઈ ગઈ,
મેં કર્યું એક ચુંબન એ ગભરાઈ ગઈ.
આંખ એવી અદાથી ઝુકાવી છે કે,
થઈ ગયો છું નજરકેદ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
✍🏻 *-મિત્ર રાઠોડ*

ગઝલ

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે

બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે

કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે

-જવાહર બક્ષી

ગઝલ

जबसे नजर को आपका दिदार हुवा है,
दिल ये हमारा कितना तलबगार हुवा है।

ख्वाबों ने सजा रख्खे है मखमुर फसाने,
आखों के सामने खीला गुलजार हुवा है।

कुछ उनका करम पानेका इमकान बढा है,
दिल जीनकी इनायत से सरशार हुवा है ।

चाहत के भरोसे पे चले आये हैं लेकिन,
चाहा नहीं था ऐसा ये आजार हुवा है।

मासूम नये दौर की है ये जल्वा नुमाई,
माहोल नया आज का हमवार हुवा है।

                           मासूम मोडासवी

ગઝલ

भूल  !

भूल   भी   थी   कैसी   फूल  सी  कोमल,
सो  न    सकी रातभर , तड़पी  प्राण  सी।

पलकों   की   छाया  में ,सोई   है  कहानी ,
दर्द   की   उलझन ,हो  शके आसान  सी।

जल   नहीं   जाता   तो   क्या  करता  मैं  ?
आग  भी  लग  रही  थी ,तेरी  जबान सी।

आँख   अंजानी   में,  पहचाना  था  पानी,
लग  रही   थी  वह , अर्जुन  के  बाण  सी।

मेरा  कुछ  नहीं  लेके, सब  कुछ ले लिया,
आज  लहरें  उछलें ,समंदर के तूफान सी।

आँसू  न  बहाओ , मेरी  कब्र पर  दीवानो,
हरी घास  फूटी  है,आज  मेरे अरमान की।

हार  नहीं  मानी ,जिंदगी  से  लड़ता  रहा,
मेरी  जीवन यात्रा  ,कर्म के अभियान सी।
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '

ગીત

શુભ સવાર જય ભોલે....

હું કોણ...??

લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર અમે..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે...

મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર અમે..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે...

કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે..
જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે...

હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે..
વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...

સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે..
પત્થરે પાટુ મારી પેદા કરીએ એવા પાણીદાર અમે...

અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં અમે..
ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે...

જીવ "જગત" જગદીશ સમજાવો ગીતાકાર તમે..
તમારોજ અંશ બની અવતરેલા અવતાર અમે...Jn

ગઝલ

એનાં ઘરથી બસ મારા ઘર લગનો વિસ્તાર,
જાણો, આ છે મારી દુ:ખતી રગનો વિસ્તાર.

ગજવા સાચવવાનાં પાટિયા લાગ્યાં છે,
લાગે છે આ કોઈ રીઢા ઠગનો વિસ્તાર.

ખુલ્લા આકાશે ઉડવાનું એને ફાવે?
જેને ગમતો કાયમ છબછબ બગનો વિસ્તાર.

શબ્દોથી ઝળહળ થઇશું અહીં સૂરજ જેવું,
સત ફેલાવા ઓછો પડશે શગનો વિસ્તાર.

ડર છે નહીં કોઈ કંકર રૂપી દુશ્મનનો,
મેં રાખ્યો છે સંબંધોમાં મગનો વિસ્તાર.

*કાજલ કાંજિયા "ફિઝા"*

ગઝલ

જઈશ હું

મારું ઘર છે તોય છોડી જઈશ હું!
ને બધા સગપણને તોડી, જઈશ હું!

ખાટલે છે ખોડ? ક્યાં છે ખાટલો?
તોય પાયાઓ તો ખોડી જઈશ હું!

થોર વાવો કે ભલે આંબો તમે
જો હશે માટી તો ગોડી જઈશ હું!

ખૂબ હાંફે છે ધમણ છાતી તણી
બસ બધા ફુગ્ગાઓ ફોડી, જઈશ હું!

હું મૂંઝાઉં, ક્યાં ગઈ મંઝિલ, "હરિ"
જો બતાવે, રાહ મોડી, જઈશ હું!

- હરિહર શુક્લ "હરિ"
  ૨૮-૧૦-૨૦૧૭ / ૨૮-૧૦-૨૦૧૮
# કવિશ્રી વિનુ બામણિયાની FB પોસ્ટ પરથી

ગઝલ

એકક્ષણ પણ હું રહી શકતો નથી તારા વગર,
પાઠ  જીવનનાં ભણી શકતો નથી તારા વગર.

પ્રેમ  દિલમાં  હું ભરી શકતો નથી તારા વગર.
કોઇ દી  ખુદને  મળી  શકતો નથી તારા વગર.

જિંદગી સામે  લડી  શકતો નથી તારા વગર,
હામ ભીતરમાં ભરી શકતો નથી તારા વગર.

ફૂલ  માફક  મ્હેકું  છું જીવનમાં તારા કારણે,
જિંદગી મારી શ્વસી શકતો નથી તારા વગર.

સ્વર્ગથી સુંદર બનાવી દીધી મારી જિંદગી,
કલ્પના  મારી કરી શકતો નથી તારા વગર.

-ઉમેશ તામસે 'ધબકાર',
   વ્યારા (તાપી)

ગઝલ

સ્વ ને જાણીએ તો
સ્વર્ગ અહીં છે
સ્વર્ગ માં વાજિંત્રોના સુર છે
સ્વ ના સ્વર ને જાણીએ તો
સ્વર્ગ નો આનંદ છે
સ્વ ને ભૂલી જઇએ એકવાર
સ્વર્ગ દ્વાર વિના સ્વર્ગ અહીં છે
સ્વ ને સાધી થઈ જાઓ એકાકાર
સ..ડે..ડા..ટ..રચાશે સ્વર્ગ અહીં
સ્વર્ગ આકાશ નહીં અવનીની ભેટ છે
યોગેશ વ્યાસ(જામનગર)
28.10.18

ગઝલ

વાત એવી તું તો છાની મોકલે
શબ્દના તો બાણ ભારી મોકલે

તું ગઝલમાં જે લખે ગમતું નથી
કેમ કે તું વાત મારી મોકલે

ડાયરીના ફૂલ ખર્યા છે ભલે
મસ્ત તું સુંગઁધ ન્યારી મોકલે.

હાલ તારા જાણી ના લે એટલે
જાતને કેવી મઠારી મોકલે..

વાત તારી એ સમયની બઁધ છે.
પીઠ પાછળ તું કટારી મોકલે..

રૂપાલી ચોકસી "યશવી"

ગઝલ

કામ તો નાનું નથી!
કે નવું વાનું નથી!
એ ય પણ બદલી શકે!
પડેલું પાનું નથી!
વાયદો ભૂલી જવો!
એ નવું બહાનું નથી!
હોઠ છે ખામોશ એ!
હૃદય થી છાનું નથી!
સાચવે શબ્દો કવિ!
સ્મૃતિ ને ખાનું નથી!
દર્દ નો આનંદ છે!
વિસ્મરણ ઘા નું નથી!
જોઈએ "રશ્મિ"જવાબ!
કામ હા ના નું નથી!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

ગઝલ

લગાગાગા--2 આર્વતન
==================
ભરણ-પોષણ તમે જાણો,
ખરુ-ખોટું,,,,  અમે જાણો.

કુસુમ  જાસૂદનું   રાતું,
છતાં "ગુસ્સો"  નમે જાણો.

જે  વખતે  રૂપિયો  કૂદે,
હવા  નભને     ચુમે જાણો.

ગુલાબી રંગ અધરોનો,
ચક્ષુ નશામાં ઘુમે જાણો.

નિશા આખ્ખી ચુપ રહે તે,
સુવાસ મને ગમે જાણો.

  -- પિયુ પાલનપુરી "નરોત્તમ"
             {29/10/2018 }

ગઝલ

પ્રભુ  વંદન થી વધારે શું દઈએ
અમે  તમારા આધારે શું દઈએ
બધું ભગવાન નું  મારા  ભાઈ
જીવીએ છીએ ઉધારે શું દઈએ
જીવને  જીવતર ને તારવા કાજે
આવ્યા તમારા ઉતારે શું દઈએ
હાથમાં હલેસાં ને મુખમા નામ
અમે છીએ મજધારે શું દઈએ
જીપીએ રામના જાપ "બેહદ"
રામનામ સાંજ સવારે શું દઈએ

વિનોદ વાદી  "બેહદ રામપુરી"
સંતરામપુર

ગઝલ

અટવાઈ ગઈ છે કેટલી અટકળો આ સાંજમાં જો
આવી નથી તું તોય લાગે મને તું છે અડોઅડ

દર્પણમાં જોવું તો ચહેરો નજર આવે છે તારો
છેડી લઉં તો, કે તું છે કેટલી મારી લગોલગ

સમજાવવો પડશે ફર્ક જુગનુઓનો ચાંદ સામે
બે ચાર બુંદો ત્યાં કહું તો સનમ અહીં છલોછલ

ખૂલે છે બારી બારણાં જો બધાં ઘરનાં અચાનક
સ્તબ્ધ છે ગરદન સખી પર, નજર પૂરી કટોકટ

કેવી અસર આવી, કહું તો તું માને પણ નહીં ને
જોડ્યાં જો મણકા મનનાં, માળાના તૂટ્યા તા ટપોટપ

- ઉદયન ગોહિલ

ગીત

*ગીત*
ખીલી ખીલી પૂનમની રાતડી રે

ખીલી ખીલી પૂનમની રાતડી રે (૨)
રાત ખીલી અજવાળી રે લોલ

રમશું રમશું સહિયરો સાથ રે (૨)
અમે રમશું શરદ પૂનમના રે લોલ

વાગે વાગે  ઢોલીડાના  ઢોલ રે (૨)
પાવા વાગે પિયુંના પંડમાં રે લોલ

ઝીણી ઝીણી રણઝણે ઝાંઝર રે (૨)
ઝીણી વાગે વાલાની વાંસળી રે લોલ

શીતળ શીતળ વાય લેરી વાયરા રે (૨)
શીતળ લાગે શરદની ચાંદની રે લોલ

-રાઘવ વઢિયારી
(રઘુ શિવાભાઈ રબારી)

ગીત

"હૈયે હામ રાખે ન દિલના દર્દ ન જાણે કોઈ,
જો જાણે આ જગત તો તો  હૈયેથી આઘા ના હોઈ"
 
*#હાલને મારી સાજણ*

હાલને મારી સાજણ,ગોરી હાલ તુ મારા દેશ
ગોરી દલડે તુ તો મારના ઠોકર, હાલ ઢોલા ના દેશ
હાલને મારી સાજણ ગોરી.....

રૂડાએ તારા નામ છે ગોરી રૂડો તારો દેશ
ગોરી રૂદિયે જો ને રાખશું, હાલ ને તુ મારા દેશ
હાલને મારી સાજણ ગોરી.....

દીધા ના કોલ અમે કોઈને દીધા ના બોલ
એક તારી હારે પ્રિત બંધાણી હાલ ઢોલાને દેશ
હાલને મારી સાજણ ગોરી.....

પ્રિતમાં તારી મરશુ જોને બની જાશુ અમે પ્રેત
ગોરી જીવતા જોને જોવા હાલ તુ  મારે દેશ
હાલને મારી સાજણ ગોરી.....

માયા રાખજો સાજણ મારી હૈયે રાખજો હેત
ગોરી દિધા કોલ પુરા કરજો જઈએ વઢિયાર દેશ
હાલને મારી સાજણ ગોરી.....
-રઘુ રબારી કોલાપુર

ગઝલ

આ ખાલીપો કોઈ ખબરમાં નથી
મુસાફર  છું કિન્તુ  સફરમાં નથી

છે આકાશ મારી ભીતરમાં અને
હું  વાતાવરણની અસરમાં નથી

સરોવર હતું એ એનું એજ છે
એ હંસો હવે માનસરમાં નથી

છતાં લોક ભાગી રહ્યાં છે અહીં
કોઈ  એકબીજાના  ડરમાં નથી

પરાપૂર્વથી  એ જ  મુર્શીદ  કહે -
ગઝલ એ નથી જે બહરમાં નથી

       ભરત ભટ્ટ

ગઝલ

આગ તો બંને તરફ લાગી હતી,
રાત પણ બંને તરફ જાગી હતી!

અંધકારે દિવા પ્રગટાવ્યા હતા,
રોશની જ્યારે અહીં બાગી હતી.

વાસનાનું માથું વાઢી લેત હું,
પણ ઈરાદાને એ લઈ ભાગી હતી.

પાંચ- દસ ગીતો ગઝલ બોલ્યો તું, પણ,
બોલ સાચું, કવિતા તેં તાગી હતી?

સાચું બોલું, જાન તારા બદલે મેં,
રાતના શમણે ગઝલ માગી હતી.

મણિલાલ જે.વણકર

ગઝલ

શુભ સવાર જય ભોલે....

જગદીશ...

સૌ બની બેઠા દુખીયાના જ બેલી..
કોણ ખખડાવે હ્રદયની, આમ ડેલી...

લાગણીઓ પણ થવા લાગી છે કોરી..
કોઇ તો વરસાવજો ત્યાં આજ હેલી...

ચોપડા લાવ્યા છે ચિત્રગુપ્ત ને યમ..
ભૂલ જાણી આજ એકસો આઠ મેલી...

ઢાલ રૂપે બાંધવાના છે કરમને..
કાઢવાની ક્યાં જરુર છે કોઇ રેલી...

જાળ છે માયા ભણેલી આ 'જગત'ની..
ચાલવાની, ક્યાંક પહેલી ક્યાંક વહેલી...Jn

ગીત

*ગીત*

હૈયાની હેલીમાં ભર્યું છે પ્રેમનું છલોછલ હેમ,
પૂછતાં નહીં હોં .....કે,
આવું બધું બોલતાં તને આવડી ગયું કેમ!?

શૈશવનાં આંબાની છાયામાં બેસીને,
મુઠ્ઠીમાં સાચવેલી યાદોને હળવેકથી ખોલીને મેં,
બે ઘડી પંપાળી, હોઠે લગાડીને,આંજી લીધી દીવાની જ્યોતની જેમ...
પૂછતાં નહીં હોં ....કે,
આવું બધું બોલતાં તને આવડી ગયું કેમ!?

છાતીનાં પોલાણે રાહ જોઉં જેની,
હવા લઈ આવી છે સંદેશ મારા એ ની,
વીંટળાઈ ગઇ સુગંધ એની મને,વેલીની જેમ...
પૂછતાં નહીં હોં ....કે,
આવું બધું બોલતાં તને આવડી ગયું કેમ!?

શું હતું એ,કે બદલાઈ ગયું સઘળું ભીતર!
એ ફૂલ હતું કે હતું અત્તર,?
મૂંગી મંતર થઇ પછી હું ભાનમાં આવી જેમતેમ,...
પૂછતાં નહીં હોં ...કે,
આવું બધું બોલતાં તને આવડી ગયું કેમ!?

હૈયાની હેલીમાં ભર્યું છે પ્રેમનું છલોછલ હેમ,
પૂછતાં નહીં હોં ...કે,
આવું બધું બોલતાં તને આવડી ગયું કેમ.

*કાજલ કાંજિયા "ફિઝા"*