Tuesday 30 October 2018

ગીત

કોઈ મત્સ્યગંધાનાં વંશજ, પરશુરામના, લવના...
ના મૂળ મળ્યાં માનવનાં.

સ્હેજ ચામડી ખોતરીએ તો કુળ મળે છે સરખા,
તોય નથી સમજાતું શાને મોટપના અભરખા?
એકમેકના ભાઈ અને તોય દુશ્મન છે ભવભવના...
ના મૂળ મળ્યાં માનવનાં.

ઉપર ઉપરથી સહુ માને જેને ગાળનો નાતો
ઊંડાં ઉતરતા એ લાગ્યો એક જ નાળનો નાતો
સ્નેહરંગથી કેમ રંગવા પોત ભર્યા કાદવના
ના મૂળ મળ્યાં માનવનાં
- અશોક ચાવડા 'બેદિલ'
(પાર્થમાં ગણના તમારી, પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ, પ્રકાશ્ય)

No comments:

Post a Comment