નોરતાંની રાત તો માડી જોગણીના વાર
માં ગરબે રમે.....
ઉત્સવે ચઢતો સકલ સંસાર ને ભ્રહ્માંડ
માં ગરબે રમે ...
આ ગગનથી આવતો પરકાશ એવો
તેજપુંજી આંજતો ,
ગોખથી પરગટિયા એવાં રૂપના અંબાર
માં ગરબે રમે. .....
માવડીના ભાલથી જ્યાં જ્યાં ખરે ચપટીક
કંકૂ સૃષ્ટિએ,
ત્યાં રચાતા રાસના હર ચોકમાં દરબાર
માં ગરબે રમે. ...
માડી તારી ઝાંઝરી છમછમ છનકતી ને
રણકતી મંડળે,
જીવ સઘળાં ભાન ખોઈ નાચતા નર-નાર
માં ગરબે રમે. ....
શંખભેરી વાગતી ને વ્યાપતી ચારે દિશે
કંઇ લાલિમા,
માં દીસે , થ્યું આયખું તહેવાર, બેડો પાર,
માં ગરબે રમે. ....
---------------હેમા ઠક્કર "મસ્ત"
No comments:
Post a Comment