Tuesday 27 February 2018

ગઝલ

ગઝલ
ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;

આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;

એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;

આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;

બોલવાની તક તને મૃત્યુ નહિ આપે "દિલીપ"
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે;

            દિલીપ  વી. ઘાસવાલા

ગઝલ

ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે.
આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે;
આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે,
હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે;
એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે,
પણ બધા માંગે બધું એ આપવા નું હોય છે;
આ જગત ના રીત રિવાજો ગમે કે ના ગમે,
સૌ ને માટે સૌની સાથે ચાલવાનું હોય છે;
બોલવાની તક તને મૃત્યુ નહિ આપે "દિલીપ"
જ્યાં સુધી આ જિંદગી છે, દોડવાનું હોય છે;
દિલીપ ઘાસવાલા

Saturday 24 February 2018

ગઝલ

*ગઝલ - અસરદાર કેવા ?*
ઉલાળા નયનનાં અસરદાર કેવા;
તમારા ઈશારા છે વગદાર  કેવા.

સમયસર કદી સાંભળી તો જુઓને;
કહીદો સ્મરણના છે રણકાર કેવા ?

નિરાકાર સાકાર થઈ જાય ત્યારે ;
પ્રભુના જુઓ ભાઈ અવતાર કેવા

તમોને બધી યે કલા આવડે છે ;
થયા માનવીઓ સમજદાર કેવા ?

તમારી ગજબનાક વાર્તા છે "દિલીપ"
કથામાં  છે અશ્રુનાં શણગાર કેવા ?

*દિલીપ વી ઘાસવાલા*