Sunday 30 June 2019

ર, ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

કુદરત તારી લીલા તેં તો સૌથી ન્યારી રાખી છે.
આત્માની આઝાદી માટે દસ દસ બારી રાખી છે.

કર્મોમાં મેં જીવન સાથે શ્રદ્ધા તારી રાખી છે.
ઇશ્વર તારે આધારે નૈયા હંકારી રાખી છે.

રોજે થાતાં દિલનાં સઘળાં પાપોને ધોઈ નાખે,.
એવી ભીતર એક નદી મેં ગંગાધારી રાખી છે.

સૌએ જેવાં સપનાં દેખ્યાં જુદાં જુદાં રંગોનાં,.
ચાલો સાચાં કરવા દુનિયા મેં શણગારી રાખી છે.

દોષી માની કુદરતને પણ ગાળો કોઈ બોલે ના,.
માટે મરવા જેવી સારી મેં બીમારી રાખી છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

જન્મે જન્મે પામું તમને મેં તૈયારી રાખી છે.
તમને શંકર માની, પૂજીને સોપારી રાખી છે.

સાધુ સંતો બાવા વાદે હું તો જીવન જીવું ના,.
મેં તો મારી સઘળી ઇચ્છાઓ સંસારી રાખી છે.

જીવન સઘળું જીવી જાશું મસ્તી કેરી વાટોમાં,.
વેળા થાશે ત્યારે મરવાની તૈયારી રાખી છે.

રોજે થાતાં નાનાં મોટાં દુનિયાનાં સૌ પાપોને,.
ધોકો લઇને ધોઈ નાખે એવી નારી રાખી છે.

સૌને મારું ભાગે પડતું સુખ મેં તો વેંચી દીધું,.
પીડા સઘળી જીવન કેરી મેં પરબારી રાખી છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

Friday 28 June 2019

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

સ્વપ્નમાં તો શહેર આખું રોજ ધારું,
પણ હકીકતમાં નથી સપનુંય મારું.

શબ્દ વિણ પણ સઘળું કહી દે મૌન તારું
આમ શબ્દોને હરાવે એકધારું.

વાત જ્યારે હોય તારી જીતની તો,
બાજી ત્રણ એક્કાની આવે તોય હારું.

વીંધવા એક લક્ષ્યને ખાતર કદી પણ,
આંખ પંખીની હું ક્યારે પણ ન ધારું.

સોય દોરાની લડાઈમાં નકામું,
થઈ ગયું સંબંધમાં પણ એક બારું.

ભાવની પીઠી ચડી સંબંઘ પર ને,
ઝળહળી ઊઠ્યું અચાનક હૈયું કુવારું.

--દિલીપ ચાવડા (દિલુ)  સુરત

Wednesday 5 June 2019

૪, ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બાનાં મૂલ

લેખણ કરે ના લેખા જેમાં ગુણલા ગરવા દેખા,
રેખા ભાવ ભરેલા અમીયલ કૂપા, હૈયું સત્સરુપે, અમુલખ દોરે બાંધ્યા ઝૂલ, બાનાં મૂલ.

નથી રોટલો ચૂલાનો અસબાબ થઈને ફૂલતો, કલરવ આખું ફળિયું લાગે સાવ જ ખાલી;
પાદર પૂગ્યા રૈલા બેડાં લાગે સૂકાં, ઠનઠન વીરડો ખખડે ને આ વડલો નથી આપતો તાલી.
જીવતર ફૂલડાં મ્હેકે, ગ્હેક્યા ભીતરના ભંડાર ઉજાશી શ્વાસ બની જાય ફૂલ, બાનાં મૂલ.
લેખણ કરે ના લેખા જેના ગુણલા ગરવા દેખા....

વળગણીએ શમણાં ખરખર થઈને ખરતાં,
ચોખલિયા જીવતરની યાદો વળી વળી તરવરતી.
તસ્વીર તગતગ આંખે થઈને ગાથા અક્ષર ઊડી ગયા ને પંખી આશા પરબ વિના ધલવલતી.
પારણિયા સમ આંખલડી રહબોળ લવકતાં ફળીએ કમળ નાળનો તંતું છે વ્યાકુળ, બાનાં મૂલ.
લેખણ કરે ના લેખા જેમાં ગુણલા ગરવા દેખા....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🍀🍀🍀
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

આજકાલ એવું બધું

આજકાલ એવું બધું ચાલ્યા કરે પણ એ વિશે કાંઈ હવે કહેવાનું હોય નહિ.
દોરબંધી પતંગ તો વાયુના તાલ ઝીલી આમતેમ ઊંચી નીચી થયા કરે આભમાં નવાઈ નહિ.

બારી તો ખૂલ્લી તિરાડ જેવી આંખોની સોંસરવી રીતમાં ને ગતિમાં આબાજુ ઓબાજું વળવાનું છળવાનું.
પરભાતિયું ફૂટે એ પહેલાના રાતા તંબોળ સમ ટપકતાં નેવલિયાં પલળે ને લોટ વિના ફરતી આ ઘંટીને રાત આખી દળવાનું.
વાત ભીની જાત ભીની સંકેલી લઉ પણ ઝળૂંબતી લીંબોળી આ બાજુ ઓ બાજુ અવળી ને સવળી લ્હેરખી હરખાય નહિ.
આજકાલ એવું બધું ચાલ્યા કરે...

સવાલની સોડમમાં ગામ આખું જાગે ને તારલિયા દૂર દૂર આથમણે ખરવાને અથરાતા જાય છૂટતા આ નજરુંને વાંચું.
રોપેલા આંબાની હીરકચી લાગણિયું ઘેરીને આવેલાં કપાસના ફૂલ ભરી પમરવા હરખાતી રસઘેલી સુડલાની ચાંચું.
નીંભાડે માટલામાં ગોટમોટ પોઢેલી એકલતા પાકવાને માટલામાં સંતાયા સપનાઓ પાકશે કે નહિ એનું તપવું તવાય નહિ.
આજ કાલ એવું બધું ચાલ્યા કરે....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કૂંજ કૂંજમાં કોયલ લવતી વસંત ઝીલ્યો તાર તારમાં ગીતોનો અસબાબ કળા લઈ સોળ ટેકરી ડોલી.
મદ ભરેલા મલયાનીલની લ્હેર મ્હેર લઈ મંજરીઓ બહુ મંહેક મ્હેક થઈ સ્મરણ છૂટ્યાં ડેલિયું ખોલી.

મદ ઝરેલી વાત વનમાં પાન પાનની રેખા ભરચક ભરચક ઝૂલતા મો’ર કળા લઈ ઝૂલે.
નાના મોટા સો કોઈ રીતમાં રોળે વળતા ટોળે આ બાજુ ઓ બાજુ દમકે મૂલે.
ડાળ ડાળ પર બેસી રણકે મનડું મહુવર સૂર ગાંડા તૂર
ડોલતા ગજવું ભરતા પણ, ગજવી ઘેરા ધૂઘવતા રણકાર.
કૂંજ કૂંજમાં લવતી કોયલ....

ઉંબર ડુંગર થઈને દોડ્યા ફળિયું ફાળ ભરીને પૂગ્યું ઉપવન મસ્ત મનડું મનભર મલકે.
ના કોઈ હરફર નીકળે મોળી આંખ આંખમાં દરિયા ડૂક્યા અલક મલક રાજ ભરેલા છલકે.
પંચસરની કામણ કરતી તરતી છાના છપના આરપાર સંધાન કરેલી તીરછી નીસરે ધારોધાર
કૂંજ કૂંજમાં લવતી કોયલ.....

ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘
[02/06, 4:57 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અંજવાળાં હરખાય

ઓજસ ઘેલા છબછબિયાં હરખાય,
પછી ના અંધારાં પરખાય.

અમી ઘૂંટડા પલપલ પીવાં કંઠ તણે મોજાર તો દરિયા જળનાં શું પીવા પરપોટા ?
પંખી વિસરી જાય ટહુકો તો લૂમાં તરતા ઘોર ઉનાળે તકમરિયાના છાયા ખોટા.
રણના મોટાં ફળિયાં લાગે નાનાં જ્યારે શીતળ છાયા ઓઢીને હરખાય.
ઓજસ ઘેલા છબછબિયાં હરખાય....

ફૂલડું એકલ માથે સોહે ઉપવન આખું અંદર મ્હેકે લોચન જરમર ને ઝૂરી ડંખે ડાળ.
બે ધબકારાની વચ્ચે જીવતર મોતી માળા ભીનાં સ્મરણની ગૂંથાય, રહકે સરવર પાળ.
કાંટા લથબથ જંગલ વચ્ચે ઉબડખાબડ પગલી પડતા વ્હેત મૂંઝાય.
ઓજસ ઘેલા છબછબિયાં હરખાય....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀