Sunday 30 June 2019

ર, ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

કુદરત તારી લીલા તેં તો સૌથી ન્યારી રાખી છે.
આત્માની આઝાદી માટે દસ દસ બારી રાખી છે.

કર્મોમાં મેં જીવન સાથે શ્રદ્ધા તારી રાખી છે.
ઇશ્વર તારે આધારે નૈયા હંકારી રાખી છે.

રોજે થાતાં દિલનાં સઘળાં પાપોને ધોઈ નાખે,.
એવી ભીતર એક નદી મેં ગંગાધારી રાખી છે.

સૌએ જેવાં સપનાં દેખ્યાં જુદાં જુદાં રંગોનાં,.
ચાલો સાચાં કરવા દુનિયા મેં શણગારી રાખી છે.

દોષી માની કુદરતને પણ ગાળો કોઈ બોલે ના,.
માટે મરવા જેવી સારી મેં બીમારી રાખી છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

જન્મે જન્મે પામું તમને મેં તૈયારી રાખી છે.
તમને શંકર માની, પૂજીને સોપારી રાખી છે.

સાધુ સંતો બાવા વાદે હું તો જીવન જીવું ના,.
મેં તો મારી સઘળી ઇચ્છાઓ સંસારી રાખી છે.

જીવન સઘળું જીવી જાશું મસ્તી કેરી વાટોમાં,.
વેળા થાશે ત્યારે મરવાની તૈયારી રાખી છે.

રોજે થાતાં નાનાં મોટાં દુનિયાનાં સૌ પાપોને,.
ધોકો લઇને ધોઈ નાખે એવી નારી રાખી છે.

સૌને મારું ભાગે પડતું સુખ મેં તો વેંચી દીધું,.
પીડા સઘળી જીવન કેરી મેં પરબારી રાખી છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment