Sunday 30 April 2017

ગઝલ

ચશ્માં ઉતારી દે પછી તળને તપાસીએ.
ને આંખમાં ઉભરેલા એ જળને તપાસીએ.

વરસો પછી પણ  આંખને ટાઢક નથી વળી,
બસ એજ કારણ કાયમી પળને તપાસીએ

ચોરી થવા જેવું બધું ચોરી થઈ ગયું,
બસ એ પછી શું કરવા સાંકળને તપાસીએ

ઈશ્વર કણેકણમાં વસે છે શું એ સાચું છે?
તું આપે છે ઉત્તર કે.. આગળને તપાસીએ

દરિયો, સરોવર ને નદીના અર્થ શોધવા,
ચાલો 'અદિશ' સૂરજના ઝળહળને તપાસીએ
અદિશ

ગઝલ

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે. --- ખલિલ ધનતેજવી.

અઠાંદસ

અછાંદસ

કાવ્ય............
-------------------

તું વારે વારે 
મને મારવા દોડે 
એ બહાને થતો તારો સ્પર્શ 
મને અનહદ ગમે છે
એટલા માટે જ તો 
તારાં નવાં નવાં નામો પાડી
હું તને ચીડવું છું.......

નહીં તો તું શું ઓછી રૂપાળી છે !!!!!!

તારી એક આંખ દબાવીને
છણકો કરવાની અદા.....

ઑહોહોહો.......ગજબ હૉ  !!!!!

સાચું કહું તૉ ત્યારે હું 
આખ્ખેઆખ્ખો સળગી જાઉ છું.

"કવિ વિજયકુમાર જાદવ"

ગઝલ

ગઝલ

ઇશ્કે હકીકી ગઝલ
આતમ વાણી.

સદ્ ગુરું મળિયા મુને ને જીવની આ જાત મે જાણી,
દેહ નગરીમાં પછી  સંતો ધજાયું શ્વેત ફહરાણી.

સત્ શબદની આપી છે માળા ને ભીતર ઉઘડી ગ્યાં તાળાં,
એવું તો છે તીર માર્યું , શાંત થઇ ગ્યું ઑટનું પાણી.

'હું'પણાથી કામ સઘળું કરતા તા પે'લાં'ને,હમણાંથી-
તો જગત આખામહીં સઘળે જ છે સમદ્રષ્ટિ વરતાણી.

ગુરુજી તારો પાર ના પાયો શી રીતે ચૂકવું હું ૠણ!!
સંગ તારો શું થયો ! બદલાઇ ગઇ છે મારી જીહ્વાણી.

ગુરુ મળે પૂરા ને ચેલા જો મળે શૂરા તો કંઇક થાય,
નહિ તો જાવાના મરી માણસુ ભજનમાં રાગડા તાણી

"દાસ દિનકરગુરુ" પ્રતાપે દાસ"વિજયાનંદ"ગાવે રે,
કે મરમ મોંઘા આ મનખા દેહનો લેજો તમે જાણી.

વિજયકુમાર જાદવ"વિજયાનંદ'

ગઝલ

આરામ  કરી  કરી  ને  થાકી ગયો છું
થાક  ઉતરે  ઍવુ ઍક  કામ શોધુ  છું

કહે છે સૌ પ્રેમ કેરી ને છલકી ગયો છું
ભરી  લે  કોઈ ઍવુ ઍક પાત્ર શોધું છું

દરિયા માં  વસવાટ  છે ને તરસ્યો છું
છુપે  તરસ ઍવુ  ઍક  ટીપું  શોધું છું

જીતવાની  કોશિશો માં  હારી ગયો છું
હવે હારીને જિતુ ઍવો દાવ શોધું છું

વગર ગુને  અપરાધી  બની  ગયો છું
ગુનો કરી ને કેદી ની આઝાદી શોધું છું

ખૂબ  લડી લડી ને હવે  હાંફી ગયો છું
સ્થપાય શાંતિ ઍવુ છેલ્લૂ યુદ્ધ શોધું છું

અનુભવો થી ઘડાય  ને પાકી ગયો છું
ખરી પડાય ઍવી ભવ્ય ક્ષણ શોધું છું

તમને  કોને કીધુ  કે  હું મરી ગયો છું
હું તો મર્યા પછી નવુ જીવન શોધુ છું

“પરમ” ની શરાબ થી  બહેકી ગયો છું
હોશ લાવે ઍવુ “પાગલ” પન શોધું છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

અછાંદસ

જઠરાગ્નિ

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા! રચો,
રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો ને કૈંક ક્રીડાંગણ,
ચંદ્રશાળા રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે!

ઉમાશંકર જોશી

ભજન

પ્રાણિયા ભજી લેને કિરતાર

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર તે તો તજીને તું જઇશ એકલો, ખાઇશ જમનો માર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર,
આ તો સ્વપ્નું છે સંસાર

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્મશાન જઇને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર ભોજો ભગત કે’ દશ દી રોઇને, પછે મેલ્યો વિસાર રે પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર -
ભોજો ભગત

ગઝલ

ચશ્માં ઉતારી દે પછી તળને તપાસીએ.
ને આંખમાં ઉભરેલા એ જળને તપાસીએ.

વરસો પછી પણ  આંખને ટાઢક નથી વળી,
બસ એજ કારણ કાયમી પળને તપાસીએ

ચોરી થવા જેવું બધું ચોરી થઈ ગયું,
બસ એ પછી શું કરવા સાંકળને તપાસીએ

ઈશ્વર કણેકણમાં વસે છે શું એ સાચું છે?
તું આપે છે ઉત્તર કે.. આગળને તપાસીએ

દરિયો, સરોવર ને નદીના અર્થ શોધવા,
ચાલો 'અદિશ' સૂરજના ઝળહળને તપાસીએ
અદિશ

ગીત

કેવડિયાનો કાંટો અમને

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

- રાજેન્દ્ર શાહ

ગીત

બંદર છો દૂર છે અલ્લાબેલી,
અલ્લાબેલી, જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે. બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે, છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા, તારી નૌકાનેય દેતી એ ઝાટકા; મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી, ધડકે ને ધડકે જે છોટેરી છાતડી; તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે! અલ્લાબેલી, અલ્લાબેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે.

બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે. બંદર છો દૂર છે! - સુંદરજી બેટાઇ

ગીત (ગરબી)

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું સર્વમાં કપટ હશે આવું કસ્તૂરી કેરી બિંદી તો કરું
નહીં કાજળ ના આંખમાં અંજાવું મારે
આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને કાગવાણી શકુનમાં ન લાવું નીલાંબર કાળી કંચૂકી ન પહેરું
જમનાનાં નીરમાં ન ન્હાવું મારે
આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું મરકતમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા જાંબુ વંત્યાક ના ખાવું
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો મન કહે જે પલક ના નિભાવું મારે આજ થકી
શ્યામ રંગ સમીપે ન જાવું -દયારામ

ગીત

ભોમિયા વિના મારે

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજકુંજ જોવી ફરી; ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

ગઝલ

કવીતા .
🌹🌹🌹🌹🌹

ઉત્સવ છે.
-----------------------------
ડાળખીમાં એક નવું પાંદડું ઉમેરાયાનો  ઉત્સવ છે.
એક ડગલું શિવત્વ તરફ
માંડવાનો  ઉત્સવ છે. 

જોઈતું નથી કાંઇ છતાં કાંઈક પામવાનો ઉત્સવ છે.
સંતાપ સર્વે દુર કરી આત્મસંતોષવાનો
ઉત્સવ છે.

જીવનથી જીવંતતા તરફ જવાનો ઉત્સવ છે.
અહમ છોડી આત્મ સન્માનને બિરદાવવાનો ઉત્સવ છે.

વૃદ્ધત્વ નહીં બુદ્ધત્વ માર્ગે પ્રયાણનો ઉત્સવ છે.
પરિગ્રહથી અપરિગ્રહ તરફની ગતીનો  ઉત્સવ છે.

શબ્દોને કાવ્યમાં બદલવાનો
ઉત્સવ છે.
ત્મસોંમા જ્યોંતિરગમ થવાનો ઉત્સવ છે.

દિલીપ ઠકકર
આદિપુર

ગીત

આ નભ ઝૂક્યું તે કાનજી

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે
આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે
આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે

પ્રિયકાંત મણિયાર

ગઝલ

દિલ નો ખજાનો ચોરી ગયાં છે.
જીવતર અમારું ફોડી ગયાં છે.

તાળું ગયાં છે લઈને,ખરા છે.

ચાવી અહીં એ છોડી ગયાં છે.

હા,એક બે તો સમજાય પણ.આ,

બહુ લોક નાં દિલ તોડી ગયાં છે.

ભોજન ગરીબોના ઘર નું ખાવા,

નેતા ઘણાંએ દોડી ગયાં છે.

મરતાં પહેલાં તો,આવશે એ.

ખોટું કહીને થોડી ગયાં છે.

વિપુલ બોરીસા

ગઝલ

દિલ નો ખજાનો ચોરી ગયાં છે.
જીવતર અમારું ફોડી ગયાં છે.

તાળું ગયાં છે લઈને,ખરા છે.
ચાવી અહીં એ છોડી ગયાં છે.

હા,એક બે તો સમજાય પણ.આ,
બહુ લોક નાં દિલ તોડી ગયાં છે.

ભોજન ગરીબોના ઘર નું ખાવા,
નેતા ઘણાંએ દોડી ગયાં છે.

મરતાં પહેલાં તો,આવશે એ.
ખોટું કહીને થોડી ગયાં છે.

વિપુલ બોરીસા

અછાંદસ

આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.

સંબંધો બધા જ ઉધાર
જમા માત્ર ઉઝરડા
આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ
ને
વાયદા બધા માંડી વાળેલા
સપનાં વિશે વિગત નથી ખાસ
આટલું જોયું માંડ
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ

ઝળઝળિયાં આવીને
પાંપણે ટિંગાયા
કહે છે  અમે તો કાયમના માગણ
વિતેલાં વર્ષો પણ ડોકાવા લાગ્યાં
ને
ભીંજાયા ચોપડાના કાગળ

અંધારું હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બધું લૂછ્યું

આખીય રાત પછી
આંખો મીંચાય કંઈ

પડખાં બદલતાં મેં પૂછ્યું
કોણે લખેલી આ કોરી કિતાબ છે
કેટલા જન્મોનો આ બાકી હિસાબ છે??????😢

કાજલ ઓઝા વૈદ્

ગઝલ

સાલ્લુ બહુ ભણ્યો ન હોત, તો વાત જુદી હોત
ને નકકામું જો ભૂલી ગ્યો હોત, તો વાત જૂદી હોત

દૂર્યોધનવૃત્તિ લઈને કાયમ, ગયો કૃષ્ણને દ્વાર ;
સુદામા સમો સખો થઈ જાત, તો વાત જૂદી હોત

'આંધળાના હોય આંધળા જ' એ વિષકથન પહેલા જરા ;
સીવાઇ ગઇ હોત લૂલી, તો વાત જૂદી હોત

જીંદગી ના રાજમાર્ગે હૃદય સફર સરપટ હતી ;
આવ્યો ન હોત ગમતો વળાંક, તો વાત જૂદી હોત.

                    -ડૉ. રવિરાજ રાવલ

ગઝલ

*ગઝલ*

સાવ આવી ખાલી મહેરબાની ના કરો,
આમ અડધેથી તો ખતમ કહાની ના કરો.

દર્દ હોયે જો મનપસંદ સાથે આપના,
તો તમે નાહકની ફિકર દવાની ના કરો.

નીકળી પાસેથી ભળી જશે બીજે હવા,
એટલે તો કહ્યું નકલ હવાની ના કરો.

વિશ્વમાં આખા માણસાઈ સરખી છે બધે,
માણસે હર આવી જુદી નિશાની ના કરો.

વાત જાણે છે આ નગર બધી જે આપણી,
પાલવે ઢાંકી વાત સાવ છાની ના કરો.

-મેઘરાજસિંહ પરમાર

🌷🌷🌷🌷🌷🌷🌷

ગઝલ

મારા જીવનમાં તું આવી'તી ને ! હેંને !
રણમાં તારી પગલી પાડી'તી ને ! હેંને !

મને અમસ્તો એક વાર બસ તાવ આવ્યો'તો
એમાં પણ તે બાધા રાખી'તી ને ! હેંને !

હું ચિઠ્ઠી નો જવાબ આપવો  ભૂલ્યો, તો તે
દર્પણ સામે ચીસો પાડી'તી ને ! હેંને !

બે ફૂલોને સાવ અડોઅડ જોઇને, તે
સહેજ હથેળી મારી દાબી'તી ને ! હેંને !

એક જ્યોતિષે ના પાડી'તી મારા વિષે
ત્યારે તે તારી નસ કાપી'તીને ! હેંને !

ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો
તું ય પછી થોડું ગભરાઈ'તી ને ! હેંને !

તારાં સુધી આંચ આવવાં લાગી જ્યારે
મને મૂકી પડતો તું ભાગી'તી ને ! હેંને !

-ભાવેશભાઇ ભટ્ટ

છંદ

*-:||:- મર્દ મોખડોજી ગોહિલ -:||:-*

*(છંદ:- સોરઠા)*

બ્રહ્મા પોતે બેટ, નાવ પરે જો નિહરે
નિહરે મોટો દૈત, માંગે કરને મોખડો *(૧)*

દેખાડે નઇ દર્દ, મજા અતિષય મોતની
મોખડ સાચો મર્દ, પત વાળો પેરમ પતિ *(૨)*

ઘણી કરી તે ઘાત, અહરાણો સહ આથડી
જાગે ખત્રી જાત, માથા વણ પણ મોખડો *(૩)*

વણથાક્યા તે વીર, બિગ્રહ બહુત બડો કિયો
ખત્રી વટ્ટ ખમીર, પાળ્યુ તે પેરમ પતિ *(૪)*

*(છંદ:- રેણકી)*

લથપથ તન લાલ, કાલ કોલાહલ , થરથર મુગલા, થાય થલે
ખણ ખણ બજ ખડગ, અડગ ડગ ઘાતક, સમરાંગણ સીમ, ઢીમ ઢલે
ધબધબ ધબકાર, ખાર દુશ્મન દળ, પળ પળ મારી, પાપ પચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૫)*

રજ રજ કર લાલ, ચાલ દલદલ પર, હરહર મન મુખ, જાપ જપે
ખટ પર કર ખોટ, દૌટ કર દુશ્મન,હણ દ્યે અથવા, ખુદ ખપે
ડરકર રણ છોડ, દોડ કર ભાગે, આઘે બાકર, જાય બચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૬)*

થકથક કર તુર્ક, તર્ક તક ખોજત, પત હથ રત અબ, નાક નહીં
ધડબડ કર કબંધ, અંધ હો તોપણ, થાય બંધ નહ, સમર મહીં
જણ જણ પર ઘાવ, કરે ભક્ષણ ભડ, ખડ ખડ મોખડ, જોમ જચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૭)*

દુશ્મન દળ ધણણ, ખણણ ખત્રી ગણ, અરસ પરસ હણ, વણથોભે
રાતા સબ રંગ, દંગ દુશ્મન દળ, કાલ કલાધર, નર શોભે
ક્ષણક્ષણ શણગાર, પાર શસતર હર, આંત બાર સબ, લચક લચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૮)*

ચળ હણ ચકચૂર, હૂર બહતર ધર, અપસર નભ પર, રાહ રખે
આખર અભડાય, પાય ધર હેઠળ, દળ દુશ્મન સબ, શાંત સખે
અપસર સબ ધાર, પાર નભને કર, નરને લેવા, વાર વચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૯)*

*(છંદ:- કુંડળિયો)*

અહરાણો સહ આથડી, કર્યો કચ્ચરઘાણ
મચવે આજે મોખડો, ઘોઘા પર ઘમસાણ
ઘોઘા પર ઘમસાણ, ભાણ પણ થળમાં ઝાંખે
પાડી દ્યે ઇક પલ્લ, દલ્લમાં જે પણ દાખે
ખત્રી કર ખણણાટ, ખડગથી ભેટે ખાણો
મોત કરે મોખડો, આજ હણ્યા અહરાણો *(૧૦)*

*(છંદ:- છપ્પય)*

મર્દ વડો મોખડો, દર્દ દુશ્મન પર હાવી
મર્દ વડો મોખડો, લહુંથી દળ નવરાવી
મર્દ વડો મોખડો, ભગાવે લેશ ન ભાગે
મર્દ વડો મોખડો, ફુંવારા ઉડ્યા ફાગે
મર્દ વડા ભડ મહિપતી, ખત્રી આખર તક ખડા
હદ બાર કિયો ખુબ હાસને, મહાબલી તે મોખડા *(૧૧)*

*રચનાકાર:- કવિ ધાર્મિકભા ગઢવી*
*સંપર્ક:- 9712422105*

ગઝલ

તને ખબર પડી ?

આ કોણ દ્વાર ખટખટાવતું , તને ખબર પડી ?
પછી આ કોણ આવતું -જતું , તને ખબર પડી ?

હા, કોઈ મંત્ર જેવું બોલતું , તને ખબર પડી?
ને ધૂપ થઈને ઘર મહેકતું , તને ખબર પડી ?

ચરણ નહી   છતાંયે ચિહ્ન  છે અહીં  તહીં હજુ
સતત થતું કે કોઈ ચાલતું , તને ખબર પડી ?

ન કોઈ છાંય છે ન ભાસ આસપાસ છે અહીં 
'ને શિર ઉપર એ હાથ રાખતું , તને ખબર પડી ?
             -----મહેન્દ્ર જોશી

ગજલ

પડછાયાને  દીપ   ધરુંં   છું ,
અંધારાને   પ્રિત    કરું   છું .

કરવાને  પૂજા  સરસ્વતિની ,
શબ્દોમાં  સંગીત  ભરું  છું .

મેળવવા  સુખ  જગનાં  સઘળાં ,
રોજ  જન્મું  છું  ને  રોજ  મરું  છું .

ક્યારેક   વસંત   બનું  ,  તો  કદિ ,
ઉપવનનું  પર્ણ   થઇ  ખરું  છું .

બીક   નથી   રાખી   જીવનમાં ,
ઊંડા   પાણીમાં   હું    તરું  છું .

કરવા   લીલું     આ    હૈયાને ,
ઝરણું  થઇને   રોજ  ઝરું  છું .

પામ્યો નહિ   કશું  તોયે   પણ  'જશ'  ,
આજ    સમયની   સંગ   સરું   છું .

                  જશુ  પટેલ
                ૩૦-૦૪-૨૦૧૭
                   યુ.એસ.એ.

ગજલ

ગઝલ

શું કરુ છું? શાને કરુ છું? મનેય સમજાતુ નથી
મૂળ એ વાત નું તો ય મુકાતુ નથી.

મોજા બનીને નીકળી જાય છે બહાર
પુર લાગણીઓનુ દરીયા માં ય સમાતુ નથી.

હમણાંથી આંખો થોડી નબળી પડી લાગે છે
કોઈનુ ય દીલ સાફ વંચાતુ નથી.

કહી દે ને હવે તારે ય જે કે'વુ હોય તે
એમ ય આયા કોય નુ કીધું કાંઇ થાતુ નથી

દિવસે તારા સપના જોવામાં મને વાંધો નથી
પણ પછી રાત આખી ઊંઘાતુ નથી.

આમ તો જીવન નો રસ્તો ઘરથી કબર સુધી
સારુ છે "ગોપાલ" કે સીધેસીધુ જવાતું નથી.

કોટક ધાર્મિક " ગોપાલ "

ગઝલ

છંદ:ગગલ લગાગાલ લગાગલ લગાગ

નિઃશબ્દ હતા દાવ તમોને છે ખબર? હેં?
નાસૂર થયા ઘાવ તમોને છે ખબર? હેં?

કાજળ હતું ત્યાં આંખનું કા એ અનુસંધાન,
નિર્દોષ હતી રાવ તમોને છે ખબર?હેં?

રાધાય વને કૃષ્ણમયી થઈ વિહરી'તી,
એનાય વિરહ ભાવ તમોને છે ખબર? હેં?

સંબંધ હવે જાત ઉપર બોજ થયા છે,
આડાશ જડિત ચાવ તમોને છે ખબર?હેં?

ભરપૂર હતો પ્રેમ વહ્યો નીર થઈને,
છે ત્યાં જ સુકી વાવ તમોને છે ખબર? હેં?

-શગ

ગઝલ

મનમંદિર તમને મઢીને રાખ્યા છે,
ભગવાનની મૂર્તિ બનાવી રાખ્યા છે.

ચાહતનો ચાંદ આસમાને ચઢીને આવે,
ગગન ગોખે બેસાડીને રાખ્યા છે.

ભલેને હું બોલુકે ના બોલું તોય તમે મારા છો,
દિલના સિંહાશને બેસાડી રાખ્યા છે.

ઇશ્ક પર કોઈનો પેરો લગાવીને ના રાખો,
સાતભાવમાં આઠમો ભવ બનાવીને રાખ્યા છે.

ઇંતજાર હું કરીશ સદીઓ સુધી તને પામવા,
"અઝીઝ"ની કબરોમાં દીવડા બનાવી રાખ્યા છે.

ભાટી એન "અઝીઝ"

ગજલ

ગા 8

ગઝલ - કાગળ આવ્યો

માં નો રડતો કાગળ આવ્યો
મોડો મોડો કાગળ આવ્યો

નવ મહિના મેં પેટે રાખ્યો
ઝેર ઉગળતો કાગળ આવ્યો

હે!! બેટા હું તારી મા છું
ગમને પસતો કાગળ આવ્યો

રડતા રડતા હું પણ આવ્યો
મન પીગળતો કાગળ આવ્યો

બાપે છોડ્યા શ્વાસો આજે
એવો ખસતો કાગળ આવ્યો

પાપા પગલી બોલી ચાલ્યો
હૈયું ગળતો કાગળ આવ્યો

રહીશ

ગજલ

*મુસલ્સલ ગઝલ*

        *ભીંતો*

અંતરમાં પડઘાતી ભીંતો,
રોજ મને અથડાતી ભીંતો.

રૂપાળી છો લાગે તમને,
ભીતર જંજાવાતી ભીંતો.

એકલતા મારી જોઈને,
મન-મનમાં હરખાતી ભીંતો.

મસ્તીમાં છંછેડું જ્યારે
કાઢે કેવી છાતી ભીંતો!

છણકો એનો તોબા તોબા
લાગે છે ગુજરાતી ભીંતો.

બાથ ભરી ને પપ્પી આપું,
ધાબાથી શરમાતી ભીંતો.

ભીની થઇ છે વણ ચોમાસે,
ગઝલો મારી ગાતી ભીંતો.
    
         ✏કવિ-જુગલ દરજી          
                       માસ્તર

ગઝલ

છંદ: ગાલગા ગાલગા ગાગાલગા ગાગા
========================

પ્રેમનાં    નામની    હું   તો  લડાઈ  છું,
શ્યામનાં   નામથી  હું  તો  છવાઈ  છું.

યાદમાં    આવવાથી   શું   થવાનું  છે!,
હું   હવે  યાદથી  લગભગ  ધરાઈ  છું.

ઘાવમાં દર્દની પણ જો અસર કયાં છે?
ફૂલની   મખમલી   હું  તો   રજાઈ  છું.

આવ   માધવ  હૃદયમાં  લાગણી વાવું,
પ્રેમની,  વ્હાલની  અવિરત  સગાઈ છું.

ના  છુપાવ્યો  છુપે  આ  પ્રેમ મારો તો,
હું  ભજનમાં  બની  મીરાં  ગવાઈ  છું.

માપનાં    ટાંકણે   ટોચાઇ  ને  આખર,
જિંદગીની ગઝલ છું,આજે લખાઈ છું.

હું  જ તો છું 'ફિઝા'  રાધા  યુગેયુગની,
હર  જનમ   શ્યામને  માટે  રચાઈ  છું.

કાજલ કાંજિયા 'ફિઝા'
23/4/2017

ગઝલ

अब क्या जवाब दें हम उठते सवाल का,
ये दौर चल रहा है अभी तक जवाल का।

हिमत से काम हमने लीया है बहोत मगर,
बदला नहीं  है मोसम गर्दिश  की चाल का।

आंखों मे बस गइ थी जमाने की रंगों बु,
कितना नशा चढ़ा था हमें नुरो जमाल का।

हमको रहा सहारा तेरी रीफाकत का आजभी,
अब तक दबा पड़ा है  आलम मलाल का।

सोचों मे कितने आगे देखो निकल गये हम,
मयार कितना बदला है अपने खयाल का।

इतना बतादो काहे डरते हो बे सबब क्युं,
सबपे असर था छाया तुम्हारे जलाल का।

आकर मिले हो लेकिन मायुस क्युं  हो मासूम,
रुत्बा कहां गया वो सब जाहो जलाल का।

                मासूम मोडासवी

ગઝલ

चूप रहेके भी वो अफ़साना -ए -इशक़ बयाँ करते है
तभी तो हम ख़lमोशीको ज़ुबाँ महोब्बत की कहते है

कदम कदम पे कज़ा खड़ी है हर मोड़ पर यहाँ वहाँ
ये दुनियावाले इसे न जाने क्यूँ जिंदगी समझते है

गरज परस्त है यहाँ सब अपने सब कहने के लीये
फिरभी ऐसे रिश्तों को हम न जाने क्यूँ रिश्ते कहते है

वादा निभानेकी बात बात पे ले लेते है झूठी कसमे
ऐसी रवायतों को न जाने क्यूँ लोग मुहोब्बत कहते है

रास्ते का कुछ भी पता नहीं और जीवनभर चलते है
कदम कहीं भी जाते नहीं और इसे मंज़िल क्यूँ कहते है

जीते जी बन गया मेरी ही मौत का सामान वो "परम"
और "पागल" है दुनिया क्यों इसे जानेजिगर कहेते है

ગોરધનભાઈ વેગડ(પરમપાગલ)

ગઝલ

■ ગઝલ ■

સદા હસતા રહેવામાં મજા છે જો,
અને લખતા રહેવામાં મજા છે જો.

બધે વાતો કરે છે આપણી સાંભળ,
છતાં મળતા રહેવામાં મજા છે જો.

ખુદા પણ ખુશ થતાં હો તો ભલા માણસ,
  હવે રડતા રહેવામાં મજા છે જો.

સિતારો આ ગગનનો જો બની શકું તો,
  પછી ખરતા રહેવામાં મજા છે જો.

'રવિ' આ નામ કાફી છે ગઝલમાં પણ-
  -તને ગમતા રહેવામાં મજા છે જો.
                - રવિ ડાંગર(મોરબી)

Saturday 29 April 2017

ગઝલ

લાગણી લખીને ખમીર થયો ,
મિત્રોની વાહથી અમીર થયો ,

શબ્દો સાથે થોડાક ચાળા કર્યા
અચાનક જાગૃત જમીર થયો ,

જ્વાલા ભભૂકી મારા દિલ મહી
આગ ઓલવવા સમીર થયો ,

અટવાયો જીંદગીની શતરંજમાં
ઈશ્ર્વર રાજા ને હું વજીર થયો ,

ઉંમ્રકેદ થયો જીંદગીની જેલમાં
હું મારાજ પગની જંજીર થયો , 
                     _ભુપેન (જીગર)

ગઝલ

*બેદરકારી વચ્ચે*

એક તફાવત છે તારી ને મારી વચ્ચે,
હું હું છું ને તું તું છો તે બારી વચ્ચે.

ખોટે ખોટા હડફેટે આવી ગ્યા લોકો,
તારી ને મારી એ મારામારી વચ્ચે.

બોલો હસતું ફુલ પણ આજે કરમાઈ ગ્યું
ભણતરના ભારો આપી,એ આરી વચ્ચે.

છંદો શીખ્યા પણ શેરીયત ના આવી લ્યો,
ને શબ્દો પણ આજે તાનારીરી વચ્ચે.

છે શબ્દો એવા કે માણસને બદલી દે,
ગીતાને રાખે લોકો અલમારી વચ્ચે.

આમ જ "દીપક" થઇને હું રોજે બળતો તો
ખુદને જલતો રાખ્યો બેદરકારી વચ્ચે.

© *રહીશ*

ગઝલ

હવે એકા'દ છાલકથી જ ભીંજાઈ જવાનું છે,
ભલા ચોમાસું આખું  આપણું થોડું થવાનું છે.?

મુકો મનની તમે મોટાઈ તો પણ સારું કે'વાશે,
કહે છે કોણ આખેઆખું  ઘર આ ત્યાગવાનુ છે.

હુ મારા ઘરને ઝળહળતો દિવો થઈ ખુદ જ અજવાળું,
બે કર જોડીને મારે એટલું તો  માગવાનું છે.

છું તારા હોઠની હું મોરલી વિશ્વાસ છે મુજને,
તુ થોડો શ્ચાસ આપે તો હવે મારે વાગવાનુ છે.

સમયની આ બટકતી ભીંતમાં  ખીંટી એકા'દી રાખ,
કે આ હોવાપણાને કાલ ત્યાં તો ટાંગવાનુ છે.

શૈલેષ પંડ્યા...

ગઝલ

લાગણીઓ લઈને હું નિત્ય નિરંતર ચાલું છું,
મૌનમાં દર્દની દવા બનવાની ગુસ્તાખી કરું છું.

સાતભવનું ભાથું બાંધી આઠમી અજાયબી બનું છું,
ડોલીમાં કદીક નીરખવાની ગુસ્તાખી કરું છું.

સાદગીની સરિતા શીતળતા હરઘડી આલો છો,
ગંગા જમના નીર બનાવાની ગુસ્તાખી કરું છું.

જોજનદુરથી તારોને મારો નાતો અતૂટ છે,
ડાગલા રૂપે તારો પડછાયો બનવાની ગુસ્તાખી કરું છું.

પ્રેમ લાગણીનું લાલન પાલન કરવા હું મથું છું,
"અઝીઝ"ની વેદના કહેવાની ગુસ્તાખી કરું છું.

ભાટી એન "અઝીઝ"