Sunday 30 April 2017

ગઝલ

આરામ  કરી  કરી  ને  થાકી ગયો છું
થાક  ઉતરે  ઍવુ ઍક  કામ શોધુ  છું

કહે છે સૌ પ્રેમ કેરી ને છલકી ગયો છું
ભરી  લે  કોઈ ઍવુ ઍક પાત્ર શોધું છું

દરિયા માં  વસવાટ  છે ને તરસ્યો છું
છુપે  તરસ ઍવુ  ઍક  ટીપું  શોધું છું

જીતવાની  કોશિશો માં  હારી ગયો છું
હવે હારીને જિતુ ઍવો દાવ શોધું છું

વગર ગુને  અપરાધી  બની  ગયો છું
ગુનો કરી ને કેદી ની આઝાદી શોધું છું

ખૂબ  લડી લડી ને હવે  હાંફી ગયો છું
સ્થપાય શાંતિ ઍવુ છેલ્લૂ યુદ્ધ શોધું છું

અનુભવો થી ઘડાય  ને પાકી ગયો છું
ખરી પડાય ઍવી ભવ્ય ક્ષણ શોધું છું

તમને  કોને કીધુ  કે  હું મરી ગયો છું
હું તો મર્યા પછી નવુ જીવન શોધુ છું

“પરમ” ની શરાબ થી  બહેકી ગયો છું
હોશ લાવે ઍવુ “પાગલ” પન શોધું છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment