Thursday 28 March 2019

ગઝલ

શોધી કાઢો મુજને ભટકું અંદર અંદર,
કાયા સાથે મનડું રમતું અંદર અંદર.

બંને આંખો જાગે છે મારી સાથે તો,
બોલો કોણે માર્યું મટકું અંદર અંદર.  

સરવર પાળે બેઠા હાથોમાં નાખી હાથ,
ક્યાં લગ સંતાઈને ફરવું અંદર અંદર?

એની આંખો જોઈ થાતું આજે પાકું,
આખેઆખા ડૂબી મરવું અંદર અંદર.

કોશિશ કરતા લાખો પણ આવું નાં હાથે, 
તો લોકો ગોઠવતા છટકું અંદર અંદર.  

તારી યાદોમાં સઘળી રાતો કાપી છે,
હૈયું મારું દિવસે રડતું અંદર અંદર.

ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ,
પણ બંનેનું નક્કી, લડશું અંદર અંદર. 

....પ્રશાંત સોમાણી

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

જિંદગી કેવી અહીં ભજવાય છે.
કર્મથી જીવન બધું રંગાય છે.

વેશ પુરો થ્યો કે પુરો ના થયો
ત્યાંજ આ પડદો સદા ઉચકાય છે.

આપણે નાટક કશું કરતા નથી,.
આપમેળે શ્વાસ આવે જાય છે.

તાજપોશી કોઇની થાતી નથી,.
તોય રાજાને પ્રજા બદલાય છે.

છે બધા તખ્તા વગરના રાજિયા,.
તોય સાલા કેટલા અમળાય છે.

કોઇ મોટો કોઇ નાનો થઇ અને,.
છેવટે તો ભોંયમાં પટકાય છે.

જે સમયની રાહ જોતા'તા બધાં,.
એ સમયતો ક્યાં કદી પરખાય છે.

આંખ પર પડદા પડ્યા છે એટલા,.
એટલે તો પ્રેમ ક્યાં સમજાય છે.

લાગણી સંતાડવી સ્હેલી નથી,.
એ બધે વર્તન થઈ છલકાય છે.

ડૉ.સત્યમબારોટ
ખેરાલુ કુમાર શાળા.2
મુ.તાલુકા. ખેરાલુ
જિલ્લા..  મહેસાણા
પીન.. 38 43 25

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

-‘મરીઝ’

ગઝલ

સૌને લાગે બાગ જેવું હોય છે.
સંત માટે આગ જેવું હોય છે.

આંગળીને આપતા પોંચો પકડે,
લાલચીને લાગ જેવું હોય છે.

યૌવને આ મોરલા જ્યાં થનગને,
ષોડશીને ફાગ જેવું હોય છે.

કાલુઘેલું હો ભલે સ્વ બાળક,
માવતરને રાગ જેવું હોય છે.

સર્વ સરખા બાળ પાલકને સદા,
ભાઈઓમાં ભાગ જેવું હોય છે.

કાવ્યાલ્પ
અલ્પા વસા

ગઝલ

कैसा उनका रहा सामना क्या करे,
दो कदम का रहा फासला क्या करे।

जिंदगी  के  नये  ख्वाब  बुनते  रहे,
जैसा चाहा वोही ना बना क्या करे।

वो करीब आये ओर बात होना सकी,
कुछ  अधुरा रहा चाहना  क्या  करे।

जीनकी खातीर उठाये हजारो सितम,
वोही रुठा रहा मेरा आशना क्या करे।

चाह  घटती  रही  आश  बढती  रही,
खुदको मासूम पडा थामना क्या करे।

                        मासूम मोडासवी

ગઝલ

આજનો શબ્દ
     *વચન*
*છંદ ગા×12*
*આખી માનવ જાત ગમાડું , લે તારે શું ?*
*મારા  વચને   નાત   નમાડું , લે તારે શું ?*

*તું મન માની કે'તો હા છે મન માની બસ ,*
*પાવો  ફાવે  તેમ  વગાડું , લે  તારે  શું ?*

*મન  મોજી  મતવાલો  છું  રંગીલો રાજા,*
*ખોટા  પૈસે  જગત  જમાડું, લે તારે શું ?*

*છોને  કેતા  કે  સૂરા બોલ્યા  ના ફરતા,*
*મારા વચન બધા મુ  તોડું , લે તારે શું ?*

*ના એક્કો, ના રાજા,ના રાણી, ના ગોલ્લો,*
*જોકર   એક્કા   સંગ   રમાડું, લે તારે શું ?*

*ઘડતર ના કૈ, ગણતર ના કૈ, આમ વચન દઇ,*
*ખાલી  મગજ  દરોજ  બગાડું , લે  તારે શું ?*
                              - રાઘવ વઢિયારી
રઘુ શિવાભાઈ રબારી રાધનપુર

ગઝલ

कलम  जब  हमारे  फ़साने    लिखेगी,
हज़ारों   तरह की    किताबें     छपेंगी ।

खुशी,   रंज,  रंगीन   बातें    मिलाकर,
मधुर  और   नमकिन  कहानी   बनेगी ।

यहाँ    शायराना    महफिल    सजी  है 
सजी   ही  रहेगी ,    कभी  ना   मिटेगी ।

खबर  जब  मिलेगी   तेरे  आगमन की,
सभी    उलझनों की   चिताएं   जलेंगी ।

छुपाकर   जहां से  कहाँ  तक   फिरोगे,
सही   बात   आखिर   बतानी    पड़ेगी ।

खुदा तय करे, ' पुष्प ' खिलना, बिखरना,
उसी के      मुताबिक     हवाएं    चलेंगी ।

                        --- पबु गढवी ' पुष्प '

ગઝલ

વચન
આપી વચન ના હું ફરૂં
દંભને મનન ના હું કરૂં
મૌની બની જીવી રહી
મરમે વજન ના હું ધરૂં
સંગાથ ને ચાહી રહી
જૂઠી અગન ના હું ભરૂં.
આપી વચન નાહું ફરૂં.
દંભે  મનન ના હું કરૂં.
શ્વાસે સહારો રાખતાં
અંતે સપન ના હું વરૂં.
જિંદાદિલી થી જીવતાં
માનવ અમન ના હું હરૂં.
જો કોકિલા પ્રેમાંશ પી...
વ્હાલી કવન ના હું મરૂં...
🌹🌹🌹🌹🌹🌹
કોકિલા રાજગોર
ભિવંડી થાના

ગઝલ

બધાએ   કહ્યું : 'આ મનોરમ્ય  સ્થળ  છે !'
આ બાજુ તરસ છે આ બાજુએ જળ છે !

ચરણ  મનને  છે નહીં  ને  પંગુ નથી પણ
ભુજાઓ  નથી  કિન્તુ  હસ્તિનું બળ છે

બધું   યાદ   કરવું   કઠણ   હોય  ત્યારે
બધું   ભૂલવું   એટલું  ક્યાં   સરળ છે ?

સરોવર   સમી   આંખમાં   છે   ઉદાસી
ને  સ્મરણોય  એમાં  ખીલેલાં  કમળ છે!
      
તમારો  અનુભવ  અલગ પણ હશે કંઈ
મને લાગ્યું : આકાશ આખ્ખુંય છળ છે!

હથેળીમાં ઝળઝળિયાં ટપકી પડ્યાં છે
તો  પંડિત વદ્યા  કે, આ ઈચ્છાનું ફળ છે

એ   નજદીક  છે  એક  હલેસાં  સુધી
તસુભાર   એનાથી   આઘે   વમળ  છે !

          ભરત ભટ્ટ

ગઝલ

સફર તું ભલે આકરી દઇશ ઈશ્વર!
છતાં હું સુગંધો ભરી દઇશ ઈશ્વર!

મુસીબત હિમાલય સમી મોકલે તું
બધી રાય જેવી કરી દઇશ ઈશ્વર!

કહે તો ખરા પુણ્ય ને પાપ શું છે?
કરીને નકલ આચરી દઇશ ઈશ્વર!

પ્રશંસા કરે, ને કરે લોક નિંદા
બધી એ તને હું ધરી દઇશ ઈશ્વર!

પધારીશ જો તું નયનમાં કદીયે
શબદફૂલ હું પાથરી દઇશ ઈશ્વર!
                  
           -શુભમ સામાણી'શુભ'
                    પોરબંદર
 

ગઝલ

જીંદગીના રંગમંચ પર કરતી મથામણ, જાતની સાથ હું,,
ખુદ થી જ જીતવું, ને ખુદ થી જ હાર હું..

મારું દિલ જે કહે, તે મન કદી ન સાંભળે,
મારા જ પ્રશ્ન કેરો કદી મારો જવાબ હું..

માપું તો કઈ રીતે હું માપું સઘળા જગતને,
ખાલી જ મારા મન સુધી નો મારો જ વ્યાપ હું..

ક્યારે કિનારે લાગશે વહેતો જીવન મકામ?
પહોંચવું છે પાર સામે, મારું જ વહાણ હું..

છું એકલી જ પંડે, લડતી સહુ ની સાથ હવે,
આપી શકું હું કેમે? મારું જ પ્રમાણ હું?

ના કથા, ના નાટક, છે કડવી એ વાસ્તવિકતા,
આ સઘળો છે જાદુ પ્રેમ નો, ને વસ્તુ તમામ હું...

અંજના ગાંધી "મૌનું"
મુંબઈ

ગઝલ

*કલ્પના*

*રંકોના    દરદની    કલ્પના   તો   કરો,*
*આ  ટીખળ   મૂકીને  ખેવના તો  કરો.

*કરતલ  ગલગલિયાં કરવાં  રે'વા  દ્યો,*
*કર   છાલાં  ના  પડે  કરુણા  તો કરો.

*માણસ છે; હરિએ મોકલ્યો જીવ છે,*
*જડમાં નહીં ચેતનમાં ગણના તો કરો.

*આ તમાશા જગ જાહેર થતા કાયમ,*
*રંકજ ઈશ છે ના અવગણના તો કરો.

*રંક   તો   ઉધ્ધારક   છે  આ  રાષ્ટ્રનો,
*એના નામે ના આ  અખાડા  તો  કરો.*

*હરસુખભાઈ સુખાનંદી સીતારામ*

ગઝલ

રચના :-
ગાx 8
અફવા પોતે વધઘટ થઈ છે,
એક નગરમાં ખટપટ થઈ છે.

નેય સમાચાર મળ્યા બેસુર,
ચારેય દિશા નફ્ફ્ટ થઈ છે.

માત રડે છે,છોરો ખોયો,
ઈશ્વરથી પણ હલકટ થઈ છે.

કેમ કરી નેય વિદાય કરું,
મનના દ્વારે ખટખટ થઈ છે.

મૌન ધરીને શબ નેય જુવે,
અશ્રુ સામે પનઘટ થઈ છે.

         નીતા પટેલ "નવલ "

ગઝલ

કાગળ થઈ બળવું તમને નહીં ફાવે,
શબ્દો થઈ ફળવું તમને નહીં ફાવે.

રેતીનુ નગર છે આ બળબળતું,
સરિતા થઈ મળવું તમને નહીં ફાવે.

ચુમીને ધરાને તરબતર કરવા,
વાદળ થઈ ઢળવું તમને નહીં ફાવે.

છત્રી  થઈ ઓઢશો ઉદાસી તો,
મન મુકી પલળવું તમને નહીં ફાવે.

થૈ રક્ત ભળ્યાં ભલે નસેનસમાં
પણ અશ્રુમાં ભળવું તમને નહીં ફાવે.

ચરણોમાં પડ્યું છે ઝાંઝવુ તો શું?
મૃગ જેમ રઝળવું તમને નહીં ફાવે.

દુશ્મનનો નકાબ પ્હેરવો પડશે,
મિત્રો થઈ છળવું તમને નહીં ફાવે.

શૈલેષ પંડ્યા..
નિશેષ

ગઝલ

સમય છેતરે, છેતરે હર ઘડી તો ફરક શું પડે છે !
ને ક્ષણ છેતરે, છેતરે જો સદી તો ફરક શું પડે છે !

છળાતી તરસ બાવરી થઈ ભટકતી, હવે આળસુને,
આ રણ છેતરે, છેતરે જો નદી તો ફરક શું પડે છે !

પ્રતીક્ષા ભરી સાંજ ઉગતી ને એવી જ આથમતી રે'તી
સદા છેતરે, છેતરે જો કદી તો ફરક શું પડે છે !

નગર આખું સપનાનું ઝાકળ બનીને ઉડે પાંપણેથી,
પ્રહર છેતરે, છેતરે આંખડી તો ફરક શું પડે છે !

હતું દ્વાર ખુલ્લું જરાં તો ટકોરા અછૂતા રહી ગ્યાં
એ હક છેતરે, છેતરે આંકડી તો ફરક શું પડે છે !

પૂર્ણિમા ભટ્ટ

ગઝલ

વાત વે'તી થાય છે,  પાગલ ન બન,
ચોતરફ ફેલાય છે   પાગલ  ન  બન.

કાન   સરવા   થાય   છે   દીવાલના
ને પવન પણ વાય છે, પાગલ ન બન.

હું    ફકીરીના    નશામાં     કેદ    છું,
તું   મદીરા   પાય  છે,  પાગલ ન બન.

મૌન   ખુદ    વાચાળ    ને   તે   છતાં
ગીત  શાને  ગાય છે?   પાગલ  ન બન.

કોણ   કોને   સાથ   આપે   એ   બધું,
અવસરે   પરખાય   છે,  પાગલ ન બન.

ખ્વાબ  માં   પણ   તું હવે  ના  આવજે,
લોક   સમજી  જાય છે,  પાગલ ન બન.

કોણ  પાગલ  થઇ  ગયું   એ   જાણવા,
'પુષ્પ ' ગોથા ખાય  છે,   પાગલ  ન બન.

                 ---- પબુ ગઢવી 'પુષ્પ '

ગઝલ

हजारों ख्वाब लेकर ही जनम ये हमने पाया है,
बडी जुरअत से देखो हर कदम हमना बढाया है।

जीन्हे अपना समजके जिंदगी अपनी लुटा बैठे,
उसीके प्यार की हसरत में अश्को को छुपाया है।

नजर मेरी  हमेशा से  तलाए यार  में भटकी,
उसीकी चाह की खातीर जमाने को भुलाया है।

तेरे वाअदे पे हमको था भरोसा इस कदर लेकिन,
भरोसा  तोडकर तुने  सितम ये कैसा  ढाया है।

बचे दो चार कदमों का कटा ना फासला उनसे,
मगर खारों भरे रस्ते पे हमने खुदको चलाया है।

नहीं  माना  सरा  टाला हमारी बात को उसने,
बिछड के जीनकी उल्फत में सदाही गम उठाया हे।

चलो अच्छा हुवा मासूम खता से बच गये आखीर,
गुनहगारों की बस्ती से  कदम हमने बचाया है।

                               मासूम मोडासवी

Tuesday 26 March 2019

ગઝલ

રચના :- અફવા ..
ગાx 8
અફવા પોતે વધઘટ થઈ છે,
એક નગરમાં ખટપટ થઈ છે.

નેય સમાચાર મળ્યા બેસુર,
ચારેય દિશા નફ્ફ્ટ થઈ છે.

માત રડે છે,છોરો ખોયો,
ઈશ્વરથી પણ હલકટ થઈ છે.

કેમ કરી નેય વિદાય કરું,
મનના દ્વારે ખટખટ થઈ છે.

મૌન ધરીને શબ ને જોતી,
અશ્રુઓની પનઘટ થઈ છે.

      C. નીતા પટેલ "નવલ "

ગઝલ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી ! આવળબાવળ રમીએ.

બાળ-સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈયે મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીયે સ્વપ્નાંઓ,
પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સુરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

ગની દહીવાલા

ગઝલ

કાચના ઘરમાં વસેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો,
ભવ્યતાને વશ થયેલા આદમીને અ‍ાંગળી પકડી અને ફૂલો બતાવો.

સર્વ ભૂલાઇ ગયું છે , બાગ કેવાં?, ઝાડ કેવા?,છાંયડા કેવા હશે તે?
આ બનાવટથી ભરેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

શક્ય છે કે હાથમાં રાખેલ લોખંડી કુહાડો ઓગળીને થાય દરિયો,
થોરને કાપી રહેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

સાવ રઘવાયો થયો છે, લાગણીને પથ્થરો મારીને મારી નાખશે,
ક્રોધથી રાતા થયેલાં  આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

ખૂબ તે ખૂંપી ગયો છે આમ તો સંસારની અંદર છતાં પણ ચાલશે,
એક માયાજાળ ઘેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.
                                                        -જિજ્ઞેશ વાળા

ગઝલ

સમયનો સિતમ હો ઘડી, હર ઘડી તો ફરક શું પડે છે !
ને ક્ષણ છેતરે, છેતરે જો સદી તો ફરક શું પડે છે !

છળાતી તરસ બાવરી થઈ ભટકતી, હવે આળસુને,
આ રણ છેતરે, છેતરે જો નદી તો ફરક શું પડે છે !

પ્રતીક્ષા ભરી સાંજ ઉગતી રહે એમ ડૂબતી યે રે'તી,
સદા છેતરે, છેતરે જો કદી તો ફરક શું પડે છે !

નગર આખું સપનાનું ઝાકળ બનીને ઉડે પાંપણેથી,
પ્રહર છેતરે, છેતરે આંખડી તો ફરક શું પડે છે !

હતું દ્વાર ખુલ્લું જરાં તો  ટકોરા અછૂતા રહી ગયાં
એ હક છેતરે, છેતરે આંકડી તો ફરક શું પડે છે !

પૂર્ણિમા ભટ્ટ

ગીત

ખબર નઇ,ક્યાંથી ,કઈ રીતે ઉતરી કવિતા,
લાગે છે કે ભીતર ભાવે ચીતરી કવિતા .

શબ્દોને શોધવા જાવ તો ના મળે,
વિચારોમાં વિચારોની ગૂંચ નડે.
ત્યાં તો, કોઈ ખુશી કે કોઈ ઉદાસીએ છલકી કવિતા.
ખબર નઇ,ક્યાંથી ,કઈ રીતે ઉતરી કવિતા,

કોઈ આકાશી અવતાર લઇ આવે ,
કોઈ પરીઓની કહાની બતાવે.
ને કોઈ વિરહના ભાવે તડપી કવિતા .
ખબર નઇ,ક્યાંથી ,કઈ રીતે ઉતરી કવિતા,

સમજની પારની અલૌકિક વાત છે,
ક્યાંક સંધ્યા તો ક્યાંક પ્રભાતનોઉજાસ છે.
વિધ વિધ રૂપ લઈને પરમ પ્રગટી કવિતા.
ખબર નઇ,ક્યાંથી ,કઈ રીતે ઉતરી કવિતા,

ખબર નઇ,ક્યાંથી ,કઈ રીતે ઉતરી કવિતા,
લાગે છે કે ભીતર ભાવે ચીતરી કવિતા .

િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

ગઝલ

એમ નજદીક છે આમ છેટા ય છે
એમને આ હવા જેમ  ભેટાય  છે

તર્કની બકરી રાખું એ પુરતી નથી
છે ,વધારામાં  થોડાંક  ઘેટાં ય છે !

હું વિચારું કદી વૃક્ષ નીચે ઊંઘીને
આમ  આકાશમાં થોડું લેટાય છે ?

હોય  છે  જિંદગી એક  કૂકર સમી
ને જુઓ, એની અંદર બટેટા ય છે !

થાય કે,માત્ર કહીએ ગઝલ આપણે
હા ,પીડાના  પ્રકારો  તો  પેટા ય  છે !

         ભરત ભટ્ટ

ગઝલ

એક બે અનુમાન જો ખોટાં પડે તો શું થયું?!
કે કરેલાં દાન પણ ઓછાં પડે તો શું થયું?!

મેં જ સાચું બોલવા માટે જરા'લીધો'હતો!
બોલવામાં બેખબર લોચા પડે તો શું થયું?

રાહ તો મક્કમ હતો સંકલ્પ પણ અક્કડ હતો!
એમની ગલીએ જ પગ પોચા પડે તો શું થયું!

દાવ છે જુગાર છે તો જીત છે ને હાર છે!

દીલ ના પાસા કદી ઊંધા પડે તો શું થયું?!

મેં ય તડકા ને લીધો વિશ્વાસ માં "રશ્મિ" છતાં!
આજ પડછાયા બધા ઊંચા પડે તો શું થયું?!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

ગઝલ

મહેકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ ડૂબકી માર, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે, તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્, હું અંદર જોગણી,
બહારથી હું રૂપ-રસની ફાંટ જેવી છું સજન.

— પારુલ ખખ્ખર

ગઝલ

॥    પાર ન  આવ્યો  ॥
દરિયાઓમાં ડૂબ્યો તોયે પાર ન આવ્યો,
તળિયા લગ હું પૂગ્યો તોયે પાર ન આવ્યો.

વટલાયું છે અજવાળું પણ અંધારામાં,
સૂરજ થઇને ઉગ્યો તોયે પાર ન આવ્યો.

તારી આંખોના કૂવાની અંદર હું તો,
કોષ બનીને ડૂક્યો તોયે પાર ન આવ્યો.

નજરોને ઊંચી રાખેલી સહુની સામે,
એના ચરણે ઝૂક્યો તોયે પાર ન આવ્યો.

દરવાજાની વચ્ચે ઊભો વરરાજો થઇ,
પીડાઓએ પોંખ્યો તોય પાર ન આવ્યો.

ચીરી નાખ્યો,કાપી નાખ્યો, ભાંગ્યો મુજને,
પલ્લાઓમાં મૂક્યો તોયે પાર ન આવ્યો.

જીવનના એ પ્રશ્નોને હું લખવા બેઠો,
હાથ બરાબર દુ:ખ્યો તોયે પાર ન આવ્યો.
                                    -જિજ્ઞેશ વાળા

ગઝલ

ગઝલ/ગાલગાગા ગાલગાગા ગાલગા/
   24 / 3 / 19/   બંધ  કર
---------------------
સાવ   ખોટ્ટું   સાંખવાનું   બંધ   કર,
ચાપલૂશી,   ચાટવાનું   બંધ   કર.

બાંધવું   હો તો તું   મનને   બાંધને!
આ   હવાથી   બાથવાનું   બંધ   કર.

સત્વરે   અડકી   તને   ચાલી   જશે,
મ્હેંક   કાયમ   બાંધવાનું   બંધ   કર.

છંદમાં   લખવું   જરૂરી છે  જ  પણ
ભાવનાઓ   મારવાનું    બંધ   કર.

ઘાવ   પડશે સોંસરો   બરછી  સમો,
પાપ   સઘળા    દાટવાનું   બંધ   કર.

-------હેમા  ઠક્કર "મસ્ત"

ગઝલ

અમસ્તુ હવે અખબારે ચડવું નથી,
ને વાદ-વિવાદો માં પડવું નથી,

સાકી કહો તો લથડું પીધાં વગર.!!
સમ જેવું આપ્યું સાલું અડવું નથી.

તું જો કહે તો નાવ તોડી દઉં,
સાગર વચ્ચે? કાંઠે તડપવું નથી.

ફુલો, ને ફોરમ સઘળું વ્હાલું મને,
આ, મૌન કાંટાને બસ છળવું નથી.

પડઘા પડે કાં ચોતરફ સામટાં,
ભીંતો રડી પણ લો એ વળતું નથી.

                        પિનલ  "યોગી "
                         26/3/19

ગીત

કાગબાપુ ની અમર રચના

મોઢે બોલુ 'મા'

મોઢે બોલુ 'માં', સાચેંય નાનપ સાંભરે;
(ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !

ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
(પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !

મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !

જનની કેરુ જોર, રાઘવને રે'તુ સદા;
(તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

Monday 25 March 2019

ગઝલ

ચોકીદાર

ચોકીદાર  જ  ચોર  નીકળ્યા,
બોલવામાં જ જોર નીકળ્યા.

પડઘા  શાંત પાડ્યાં  ત્યા તો,
ધીમી ચાલે જ શોર નીકળ્યા.

પંદર લાખની ગુણી મળી તો,
ઠળીયા સાથે  બોર  નીકળ્યા.

આખું વર્ષ બસ ખાધા જ કર્યુ,
ચૂટણી ટાણે જ મોર નીકળ્યા.

મોટા મોટા બણગા ફૂકતા આ,
ફરવા  નેતા ચારેકોર નીકળ્યા.

એક બીજાની જીભથી લડતા,
"મયુર" ખોદવા  ઘોર નીકળ્યા.

મયુર દરજી
વડોદરા

ગઝલ

નથી ગીત કે ગઝલ,થાય ઈ તોડી લેવું,
ફાંફાંની આ ફસલ થાય ઈ તોડી લેવું.

નથી અરુઝની ભાન છંદની સગલી થા માં,
આડોડાઈ અસલ, થાય ઈ તોડી લેવું.

રાખ બધી હુશિયારી તું તારાં ખિસ્સામાં,
નથી તો નથી અક્કલ થાય ઈ તોડી લેવું.

જે ચોંટી ગ્યું મનમાં એનાં ગીત બનાવ્યાં,
નકલ કહો તો નકલ થાય ઈ તોડી લેવું.

કાવ્યતત્ત્વ ને કવિકર્મની હમણાં કહું ઈ,
અવળો પીધો અમલ થાય ઈ તોડી લેવું.

જામ ઈશ્ક અલ્લા લૈલા જોશે ને જોશે,
પોસાશે નહિં દખલ થાય ઈ તોડી લેવું.

મંદિર મસ્જિદ પંડિત મુલ્લા ગાળ્યું ખાશે,
તીખી થઈ છે ટસલ થાય ઈ તોડી લેવું.

ઉર્દુ હિન્દી ગુજરાતી ઈંગ્લીશ પણ આવે,
મસ્તી છે આ મથલ થાય ઈ તોડી લેવું.

તું કે તારો ઈશ્વર કઈ વાડીનો મૂળો?
બદલી એની શિકલ થાય ઈ તોડી લેવું.

શ્વાસ ઘૂંટી ઘૂંટીને જણ્યાં આ ગીતોને,
ખોટી તારી ખરલ થાય ઈ તોડી લેવું.

મુરધન સુરધન કાંઈ નથી,હું શું છું જાણશ?
ઊઠિયાણોમાં અવલ થાય ઈ તોડી લેવું.

હવે સુધારો શુ આવાનો રેવા દેજે,
વંઠી ગ્યો છે વિરલ, થાય ઈ તોડી લેવું.

વિરલ શુક્લ
----------------------------------------

ગઝલ

સૂરજ થોડો આજ મને ઝાંખો લાગે છે
દિલ મળવાના નબળા સંજોગો લાગે છે

પડછાયો પણ ખાલી પાછો આમ વળે નહિ
આજે બંધ તમારો નક્કી ઝાંપો લાગે છે

લો જુઓ સચ્ચાઈ તો સામે આવી ગઇ,
તેથી તો એ આજ પડયો ભોઠો લાગે છે

થોડી ક્ષણ માં પૂરી દુનિયા ભમી લે છે
આ મન પણ સાવ મનેતો ભોળો લાગે છે

કેવા હસતા મુખે આવી આજ મળે છે
મૌન મને તો એમાં પણ લોચો લાગે છે
વિનોદ ગુસાઈ મૌન

ગઝલ

ક્યાં જરુરી છે કે મૃગજળ છેતરે,
બ્હાવરી હો પ્યાસ તો રણ છેતરે.

એ કૂંવારી રેતમાં ઓઝલ થશે,
જે નદીને ખુદ વાદળ છેતરે.

આ હથેળી એટલે લીલી છે દોસ્ત,
વૃક્ષ જેવું અમને સગપણ છેતરે.

એક સૂરજ વક્ષમાં ધરબીને આજ,
સાંજને દીવાની જળહળ છેતરે.

શબ્દનાં તિલક કરું જ્યાં ટેરવે,
આ કલમને શ્ચેત કાગળ છેતરે.

એ પતા માફક ખરી પડશે અહીં,
ઘરને જો મમતાનું આંચળ છેતરે.

દીપ બુજાશે કલમના તે દિવસે,
હોઠ, હૈયું, હાથ આ ત્રણ છેતરે.

શૈલેષ પંડ્યા
🌹નિશેષ 🌹

ગઝલ

આજનો શબ્દ *ચોકીદાર*

*ચોકીદાર  કદી  ચોર  નીકળે નહી,*
*બોલવામાં એમ જોર નીકળે નહી.*

*કાગડા  બધે  કાળા  આમેય હોય,*
*મરાલ  કદી કરી શોર નીકળે નહી.*

*પ્રજા બની  પાંગળી  યાચે તો પણ,*
*કઠબુદીના  બધા  ઠોર નીકળે નહી.*

*હોથલ ઘર જેસલ-જખરો નીપજે,*
*કાગડી માળે  કદી મોર નીકળે નહી.*

*રાષ્ટ્રપ્રેમ  જેની  રગેરગમાં  વહે છે,*
*આપણો ચોકીદાર ચોર નીકળે નહી.*

*ધોળા દાડે  કરે  કાળાં  કામ જેમને,*
*રાઘવ શું ? ફરક  ભોર નીકળે નહીં.*
                     - રાઘવ વઢિયારી

ગઝલ

શિલ્પશી નમણી  તું  પંડે  પાતળી છે
હોઠ પર લીધી તો લાગ્યું, વાંસળી છે

આંખ, પાંપણ બ્હાર ક્યાંયે પગ ન મૂકે
કેટલી તારા વગર  એ  પાંગળી  છે !

એક નજરે આખું ઘર જોતું રહે છે
તું ગરીબ ઘરમાં બચેલી તાંસળી છે

જોઈને સહસા તને ઝુક્યું છે મસ્તક
તું તિલક કરવા ઊઠેલી આંગળી છે

પીઠ ફેરવતી પીડા ઊભી રહી ગઈ
માર્ગમાં તું જ્યાં મને સામે મળી છે

હાથ જોડી મેં બધી નદીઓ વળાવી
સ્નેહી ! મારી પ્યાસ તો ગંગાજળી છે

                     -- સ્નેહી પરમાર

ગઝલ

ગઝલ :- ધારવાનું બંધ કર
--------------------------------
કંઇ કશું તું ધારવાનું બંધ કર.
આંખથી તું મારવાનું બંધ કર.

જ્યાં કદર ના હો લગીરે આપણી,
લાગણી ત્યાં સારવાનું બંધ કર.

આંખનો વિસ્તાર મોટો કર હવે ,
કેડીઓ કંડારવાનું બંધ કર.

છે હકીકત એ મુજબ તું જીવજે ,
સ્વપ્ન ને શણગારવાનું બંધ કર.

માત ખાશે એક ' દિ મારી કને,
પ્રેમને પડકારવાનું બંધ કર.

હર વખત સાથે હશે તારી ' ધમલ'
બસ બધું વિચારવાનું બંધ કર.

             -- દેવેન્દ્ર  ધમલ

ગઝલ

ઈશ માટેની દુઆ કરવી ભલી,
જિંદગીની આ નદી તરવી ભલી.

ને થયું આ મન પવિત્ર મુજ તણું,
આ જગતની ખેવના ભરવી ભલી.

ચાંદ ની મો'લાત છે આ ચાંદની,
ને ધરા પર રોજ એ ધરવી ભલી.

એષણાઓ નાશ પામી સૌ તણી,
ને હવે!આ જિંદગી જીવવી ભલી.

ખોળિયામાં જીવ મારો જ્યાં લગી,
ત્યાં સુધી આ ઝૂંલડી સિવવી ભલી.

છે અધૂરી આપણી ઈચ્છા ઘણી,
બસ થયું!તે આશ ને જીરવી ભલી.

ના કદી આ પિંડને તકલીફ છે,
થઈ શકે તો આજ એ ખરવી ભલી.

    @  વિજય ત્રિવેદી

ગઝલ

પ્રેમથી પૂચકારવાનું બંધ કર
હેતથી હંફાવવાનું બંધ કર

થાય છે બદનામી તારા કારણે
બારણેથી આવવાનું બંધ કર

દાવ લેવાને વિચારું છું હવે
ધાકધમકી આપવાનું બંધ કર

જે થશે તે તો થશે શાને ડરે
બીક રાખી ભાગવાનું બંધ કર

વાત વાતમાં પાસુ બદલી જાય જે
એ વિચારો નાથવાનું બંધ કર

સરલા સુતરિયા

ગઝલ

એક નાની ભૂલ થી જીવન પુરું ડહોળાય નહીં.
પણ શું? પછતાવો કરી એમાં સુધારો થાય નહીં.

હા ખબર છે! બોલવું ખોટું સદા એ પાપ છે.
સત્ય થી જો પાપ જેવું થાય, તો બોલાય નહીં.

જો તમારી આંખ સામે કામ ખોટા થાય તો.
ચૂપ બેસી ને, તમારા થી કદી જોવાય નહીં.

કોઇ આવી ને તમારા પર કરે જો વાર તો.
આપના થી પણ પછી, કાયર બની બેસાય નહીં.

થાય ના આંખો ભીની એમ તમારી દુઃખ માં,
માંગવા માટે કદી પણ, હાથ ફેલાવાય નહીં.

હક નું આવી ને, પડાવી લે તમારું કોઈજો.
તો તમારે પણ, જગત માં"મૌન"થઈ જીવાય નહીં.
વિનોદ બી ગુસાઈ મૌન