Thursday 28 March 2019

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

જિંદગી કેવી અહીં ભજવાય છે.
કર્મથી જીવન બધું રંગાય છે.

વેશ પુરો થ્યો કે પુરો ના થયો
ત્યાંજ આ પડદો સદા ઉચકાય છે.

આપણે નાટક કશું કરતા નથી,.
આપમેળે શ્વાસ આવે જાય છે.

તાજપોશી કોઇની થાતી નથી,.
તોય રાજાને પ્રજા બદલાય છે.

છે બધા તખ્તા વગરના રાજિયા,.
તોય સાલા કેટલા અમળાય છે.

કોઇ મોટો કોઇ નાનો થઇ અને,.
છેવટે તો ભોંયમાં પટકાય છે.

જે સમયની રાહ જોતા'તા બધાં,.
એ સમયતો ક્યાં કદી પરખાય છે.

આંખ પર પડદા પડ્યા છે એટલા,.
એટલે તો પ્રેમ ક્યાં સમજાય છે.

લાગણી સંતાડવી સ્હેલી નથી,.
એ બધે વર્તન થઈ છલકાય છે.

ડૉ.સત્યમબારોટ
ખેરાલુ કુમાર શાળા.2
મુ.તાલુકા. ખેરાલુ
જિલ્લા..  મહેસાણા
પીન.. 38 43 25

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment