Thursday 28 March 2019

ગઝલ

શોધી કાઢો મુજને ભટકું અંદર અંદર,
કાયા સાથે મનડું રમતું અંદર અંદર.

બંને આંખો જાગે છે મારી સાથે તો,
બોલો કોણે માર્યું મટકું અંદર અંદર.  

સરવર પાળે બેઠા હાથોમાં નાખી હાથ,
ક્યાં લગ સંતાઈને ફરવું અંદર અંદર?

એની આંખો જોઈ થાતું આજે પાકું,
આખેઆખા ડૂબી મરવું અંદર અંદર.

કોશિશ કરતા લાખો પણ આવું નાં હાથે, 
તો લોકો ગોઠવતા છટકું અંદર અંદર.  

તારી યાદોમાં સઘળી રાતો કાપી છે,
હૈયું મારું દિવસે રડતું અંદર અંદર.

ઈશ્વર સાથે લડવાની ફાવટ આવી ગઈ,
પણ બંનેનું નક્કી, લડશું અંદર અંદર. 

....પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment