Friday, 6 January 2017

ગઝલ

પડે છે મુસીબત......      

અહીં એમ તો કયાં નડે છે મુસીબત ;
બધી  એક  સાથે   પડે છે મુસીબત.

ભલે તું બધાને  ખુશી  આપવાનો;
મને  એકલાને ઘડે છે મુસીબત.

મિત્રોમાં કદી પણ નથી ફાવતો હું ;
રહી પાસ ઊભી કરે છે મુસીબત.

અનુભવ થયો છે હકીકત કહું તો ;
મને પણ ઘણી પરવડે છે મુસીબત.

ખબર શું તને કે નથી આપતો તું ;
કદમ બે ભરું ને જડે છે મુસીબત.

બરાબર વખત જોઇને ઘાવ માર્યો ;
છતાં પણ કદી ના મરે છે મુસીબત.

જરા તો વિચારો તમે પણ ' અભાગી';
સતત જિંદગીમાં પડે છે મુસીબત.

                     -- રાણા બાવળિયા

No comments:

Post a Comment