Thursday 31 May 2018

ગઝલ

🌳ગઝલ,પ્રેમનો મનવાડ છે🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા  ગાલગાગા   ગાલગા

આ ગઝલ ફળ,ફૂલ મોટું ઝાડ છે,.
પ્રેમનો અવતાર છે ક્યાં વાડ છે.

છાંયડો,મીઠો પવન મારી ગઝલ,.
લીમડો,આંબો,મહૂડો,તાડ છે.

ગીત મીઠું, મૌન સાચું બુદ્ધનું,.
દેવને પણ સંભળાતી રાડ છે.

મા જશોદા, દેવકીનું રૂપ છે,.
દેવને ઘેલો કરે એ લાડ છે.

ભાગશાળી વ્હેણ ગંગાનું ગઝલ,.
ને દધીચીનું અમર એ હાડ છે.

વ્હેણ નિર્મળ પ્રેમનું વ્હેતું સદા,.
ને દુવાઓની પડેલી ઘાડ છે.

દિલ તમારું પ્રેમ સમજે એટલે,.
આ ગઝલ તો પ્રેમનો મનવાડ છે.

શબ્દ ભૂખ્યા ના રહે માટે ગઝલ,.
લાગણીઓ ચારતો ભરવાડ છે.

વાયુ,પૃથ્વી, તેજ,નભ,પાણી ગઝલ,.
પાંચ તત્વોનો ગઝલ તો પ્હાડ છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Tuesday 29 May 2018

ગઝલ

🌳બા,વગર ફાવે કદી?🌳🌳
🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

બા હવે સપનામાં ના આવે કદી,.
વ્હાલથી કોઈ ન સમજાવે કદી.

વેપલામાં એટલો મશગૂલ થ્યો,.
રૂપિયો સપનાંય ના લાવે કદી.

જ્યારથી રૂઠ્યો છે ઘરનો રોટલો,.
છે ઘણાં પકવાન ના ભાવે કદી.

લાગણી ને ભાવના હોવા છતાં,.
તર્ક મારો પ્રેમ ના વાવે કદી.

જિંદગી વે'વારમાં લપસી જતી,.
લાલચોમાં રોજ ભરમાવે કદી.

કોઇ નજરાણું જિગરને ના ગમે,.
બા વગર ના કોઇ હરખાવે કદી.

મોત સાલું હાલ કાં, ના આવતું,.
બા વગર તો જીવવું ફાવે કદી?

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Sunday 27 May 2018

ગઝલ

🌳વાંસળી જેવો વગાડે🌳
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ

તું જગાડે,તું સુવાડે છે મને,.
શ્વાસમાં કેવો રમાડે છે મને.

જાતથી કેવો સુધારે છે મને,.
ને સમય પડતાં બગાડે છે મને.

યાદ એ રણછોડ રુપ આવે મને,.
તું ખરી વેળા ભગાડે છે મને.

ભાન ભૂલીને સુખોને ભોગવું,.
આગ થઇને તું દઝાડે છે મને.

કોઇનું ખોટું વિચારું કે કરું,.
તે સમય પળમાં પછાડે છે મને.

લાભ છોડી મેં દુઆ સૌની કરી,.
ખુશ થઈ છાતી લગાડે છે મને.

ધન્ય ત્યારે હું ઘણો એ થાઉ છું,.
વાંસળી જેવો વગાડે છે મને.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

ના  નશામાં હું   ઘણો  ચકચૂર  છું.
પણ  ડુબેલો   પ્રેમમાં   ભરપૂર  છું.

આમ તો દિલનો ઘણો મજબૂત છું,
પ્રેમ આગળ બસ જરા મજબૂર છું.

દર્દ   ઘૂંટી   આંખમાં   રાખ્યું   ભરી,
બસ  ગઝલમાં  અેટલે  મશહૂર  છું.

ના   અપેક્ષા  કોઇથી   રાખી   કદી,
જીંદગીમાં   ખુબ  જ   મગરૂર   છું.

જન્મથી  જ  સાથ આવે 'નીર' અે,
મોતને   મળવા  ઘણો   આતૂર  છું.
              નિરંજન શાહ 'નીર '

ગઝલ

ન સમજ હિસ્સો મને તારી આ જીંદગીમા
તુ જ શબ્દો બની બેઠી છે મારી આ ગઝલમા

ગજબ ના શબ્દો મળી આવે છે તારા મુખમા
આપને થોડા ઉછીના મુકવા મારી ગઝલમા

ભલે તુ દુર રહે મુજ થી સદીઓ શુધી હે પ્રીયતમે
પણ તુ હંમેશા જોવા મળીશ મારી હર ગઝલમા

છોડી ગઈ ત્યારથી નજર તાકી બેઠો તારી રાહમા
હવે તો આવ 'ને મને ભરીલે તારી બાહોમા

હવે મહોબ્બત ના એકરાર મા વિલંબ ના કર *આશિક*
તુ આવે તો ફરી પ્રેમ ભરવો છે મારી સુની પડેલી ગઝલમા

               ભાવેશ પરમાર (આશિક)

ગઝલ

*ગઝલ - પલળવું જોઈએ...*

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું  જોઈએ;
આભને રોકી નયનથી બસ પીગળવું જોઈએ.

શબ્દ ત્યારે પીગળે, પીડા  પ્રસવની  ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પ્રજળવું જોઈએ.  

વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને  જ  ઢળવું  જોઈએ.

અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું   જોઈએ .

જો  કળીને કોઈ પીંખે તો ન  શબવત બેસતાં
ભીતરે  લોહી ખરેખર દોસ્ત બળવું  જોઈએ.

            *દિલીપ વી ઘાસવાલા*

ગઝલ

ડિસાબો ડાતાર,
---------------------
અલખ જો વાસ અંધર મેં,
બાયણેની મ નિકર બાર.
વિઞાણુ નાંય ઇ વાલમ,
ધારે વિઠો ઐયે ધાર.
પૂજા ની પણ પરેયા આય,
મોંન સેં મનડો માર.
સબઘેં કે ઇ સારે નતો,
શબધ વોણૂ થિઇ સાર.
નાંય મગજ જે મેધાન મેં,
હીંયે સેં હાકમ સંભાર.
ફિટીને થિઇ વિઞ ફના,
"અગમ"પિનઇં ડિસાબો ડાતાર.

આસમલ ધુલિયા"અગમ"

ગીત

હું તો લપસી પડી ઈમાં ,મૂઈ
હરખુડી પાનીયુંને હમજાવ્યું ,ભાળ્ય અલી !મારગમાં ગૂડી છે કૂઈ ..

કોરોમોરો બાઈ ,મારો કમખો ભીંજાણો ,
એના કોરાપણાના વ્રત તૂટ્યા ;
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા ઓરતા ,
ઓગળીને ગાંઠથી વછૂટ્યા .
ભીની હોય ભોય ત્યાંથી આઘા રહેવાય કૈક એવું હમજાવતી 'તી ફૂઇ ..

રેલાની જ્યમ હું તો હાલી ઉતાવળી ,
ફળીયુંય કળાય ત્યાં તો ઓરું ;
બાર્યનું તો કીધું ઝૂડી -ઝાટકીને ઠીકઠાક ,
માલીપા કેમ કરું કોરું ?
ઓલવાયા ભાનસાન એવા કે બાઈ ,હું તો ટેરવડે ટાંકી બેઠી તૂઇ ..

ઠાલી પડપૂછ કરે નખ્ખોદિયો વાયરો ,
પાણી ઊંડા કે ઊંડા તળ છે ?
રેલાતી જાઉં હુંતો ઢોળાતી જાઉં હુંતો ,
જાણે કે જાત હવે જળ છે .
તે 'દુની આંગણામાં આવીને બાઈ ,મેંતો વાવી છે ઝીણેરી જૂઈ ..

-- હેમંત ગોહિલ

ગઝલ

નિરાંતે એને જો ક્યારેક મળવું હોય તો આવો,
પરમને પામવા બસ, મૌન ધરવું હોય તો આવો!

વિફળતામાંથી શીખ્યો છું ઘણું, એથી કહું છું કે
જો નિષ્ફળતાનું પુસ્તક સાચે ભણવું હોય તો આવો!

નથી બીજું કશું તો કામ જીવનની આ સંધ્યાએ,
ફરીથી સૌ સ્મરણને જો ચગળવું હોય તો આવો!

જો તમને એવું લાગે, કે છે મારું દુખ ઘણું નાનું,
તો મારી સાથે તમને એ બદલવું હોય તો આવો!

ઘણીયે માન્યતા છે આપણી ખોટી જો, પહેલેથી!
નવેસરથી આ જીવનને સમજવું હોય તો આવો!

પ્રણયનો માર્ગ આ બોલાવે છે પાછો કદી તમને,
કોઈ માટે હજી થોડું તડપવું હોય તો આવો!

કૃપા લઈને એ આવી છે તમારી પાસે સામેથી ,
કહે છે આ ગઝલ આજે, ઝળકવું હોય તો આવો!

- હેમંત મદ્રાસી

ગઝલ

*ગઝલ - પલળવું જોઈએ...*

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું  જોઈએ;
સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ.

શબ્દ ત્યારે પીગળે, પીડા  પ્રસવની  ભોગવો;
આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ.  

વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી;
ઋજુ નમણો ઢાળ નીરખી ને  જ  ઢળવું  જોઈએ.

અલવિદા ખુદ કાળ ને કહેવા સમય થંભી જતો :
પ્રેમથી આપે સમયસર યાર વળવું   જોઈએ .

જો  કળીને કોઈ પીંખે તો ન  શબવત બેસતાં
ભીતરે લાવા બનીને રક્ત બળવું  જોઈએ.

            *દિલીપ વી ઘાસવાલા*

ગઝલ

યાદ તમારી જ્યારે અકળાવે એકાંતે
ને આંખમાંથી ઓગળી જાય પડઘો

લાગણીઓ ને વાચા ફૂટે પછી ભીતર
ને મૌન શબ્દો વચ્ચે મલકાય પડઘો

અહેસાસ થાય એક જ્યારે આપણા
સંવેદનાનો રણકો બની જાય પડઘો

અંતરના અરમાનો મૂકે માઝા જ્યારે
સ્પંદનોના સથવારે ગૂંગળાય પડઘો

સન્નાટાની વાંસળી કરે ઘાયલ હૃદય
ને બે ધડકન વચ્ચે અથડાય પડઘો

ઘડી મિલનની સળવળે સ્વપ્ન મહીં
ને વર્તમાને વિરહ બની મુંઝાય પડઘો

ઘાયલ મન ચડે કલ્પનાના અશ્વ પર
ને વિચારોના પેંગડે ગૂંચવાય પડઘો

એક"પરમ"આશ સંચરે સદા તારી
આળસ મરડી"પાગલ"કરી જાય પડઘો

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

ગઝલ

🌳ઇન્સાનોં કે બીચ🌳
🌳

ડૉ.સત્યમબારોટ

મૈં દોજખ મેં પૈદા હોકે મરને લગા હૂઁ,.
ઇન્સાનો કે બીચ આ કે ડરને લગા હૂઁ.

સંબંધો કે નામ, પૈસો કે નામ પર મૈં,.
કતરા કતરા અબ ખુદમેં બીખરને લગા હૂઁ.

આ જાતે હૈ રોજ કઇ ગ્રાહક સુખ લેને કો,.
સબકો દે સુખ,મૈં દુખ મેં સઁવરને લગા હૂઁ.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

ગઝલ

નિરાંતે એને જો ક્યારેક મળવું હોય તો આવો,
પરમને પામવા બસ, મૌન ધરવું હોય તો આવો!

વિફળતામાંથી શીખ્યો છું ઘણું, એથી કહું છું કે
જો નિષ્ફળતાનું પુસ્તક સાચે ભણવું હોય તો આવો!

નથી બીજું કશું તો કામ જીવનની આ સંધ્યાએ,
ફરીથી સૌ સ્મરણને જો ચગળવું હોય તો આવો!

જો તમને એવું લાગે, કે છે મારું દુખ ઘણું નાનું,
તો મારી સાથે તમને એ બદલવું હોય તો આવો!

ઘણીયે માન્યતા છે આપણી ખોટી જો, પહેલેથી!
નવેસરથી આ જીવનને સમજવું હોય તો આવો!

પ્રણયનો માર્ગ આ બોલાવે છે પાછો કદી તમને,
કોઈ માટે હજી થોડું તડપવું હોય તો આવો!

કૃપા લઈને એ આવી છે તમારી પાસે સામેથી ,
કહે છે આ ગઝલ આજે, ઝળકવું હોય તો આવો!

- હેમંત મદ્રાસી

ગઝલ

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના.

ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે જુદી જુદી,
સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.

લાખો સિતમ ભલે હો, હજારો જુલમ ભલે,
રહેવાય છે ક્યાં આપને દિલબર કહ્યા વિના.

કેવી જગતથી દાદ મેં માગી પ્રકાશની,
હીરાને જે રહે નહિ પથ્થર કહ્યા વિના.

દુનિયાના બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના.

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?

સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ,
ધસ્તા નથી કદી અહીં ઘર કહ્યા વિના.

દુનિયામાં એને શોધ ઈતિહાસમાં ન જો,
ફરતા રહે છે કંઈક પયગમ્બર કહ્યા વિના.

તૌબાની શી જરૂર છે મસ્તીમાં ઓ 'મરીઝ',
છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.

- મરીઝ

ગઝલ

થડકાર ત્યારે એ સફાળો હોય છે
એની પલકનો જયાં ઉલાળો હોય છે,

કંઇ કેટલા પંખીઓ થંભી જાય છે,
ત્યાં સ્વપ્નનો બાંધેલ માળો હોય છે,

અંધાર કાતિલ લાગતો ચોમેર પણ,
વિશેષ ધડકનમાં ઉછાળો હોય છે,

એવી ભરી છે જો નજાકત ચાલમાં,
કે ઝાંઝરીનો એમાં ફાળો હોય છે,

પડકાર આંખોનો કરે વિહ્વળ છતાં,
સ્વીકાર પણ મીઠો રસાળો હોય છે,

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

ગઝલ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

જો ધોમધખતો લાહ્ય ઉનાળો હોય છે
ગરમીનો કેવો કેર કાળો હોય છે.

હા, પ્રેમ સાચેમાં સુંવાળો હોય છે,
એ ઊર્મિનો ભારે ઉછાળો હોય છે.

ક્યારેક ફૂલોથી ય લાગે છે જખમ,
મીઠી ય મધ કોઈ દિ' ગાળો હોય છે.

જોવો જ છે બોલો તમારે લો કહું,
મારો સખો સૌથી નિરાળો હોય છે.

ના,ના, જવાબો સાવ સાચા હોય ના,
કે, બંધબેસી જાય તાળો હોય છે.

લો બારણાં બારી હવે વાસી રહે ,
ઘરની મહીં ના કોઈ માળો હોય છે.

સૂરજને શું થોડી દયા ના આવતી?
કે ઝાડ પર પંખીનો માળો હોય છે.

જો આમ હૈયાના તરંગો શાંત છે
લો યાદ  કંકરનો જ ચાળો હોય છે.

ઓછી થતી આ સભ્યતા જોઉં પછી,
ભીતર મને મોટો બખાળો હોય છે.
✍️કવિતા શાહ

અછાંદસ

નારી...
હું એક *નારી* છું.
કે જીવતરે વાવ્યા લીલા સૂકા ઝાડ છે.
ને પછી બાંધી લાલ પીળી સમાજે વાડ છે.

ના સમજાય તેવા અકથ્ય ભાવોને આંખોથી વાળું છું.
તીખા શબ્દોને ઠંડા પાણીથી પલાળું છું.

મને ના સમજનાર સમજાવે છે મને.
પવિત્ર દિલના પ્રેમથી,દિલને સાચવીને સમજાવું છું.

હું એક *નારી* છું,સૌને અવતારનાર છું.
તો કેમ અન્યોની નઝરમાં નમીને ફરું છું.

હું રડું છું;ત્યારે અશ્રુ કોણ લૂછે છે?
હું હસું છું;તો ઈર્ષાળુ કેમ ખસે છે?

પ્રશ્નોના જવાબ મારી પાસે મુક છે.
છતાં હૈયામાં ધરબીને મૌન છું.

હું અસ્તિત્વને આંબુ,છતાં સૌની દિવાળી છું.
હું એક *નારી* છું.

હું રોશની છું,ભલે રાત અંધારી છે.
છતાં હું કેમ ખુદને બુજાવીને પ્રગટું છું.
આખરે હું એક *નારી* છું.

હું ભુલીશ નહિ,તમે સૌ વિચારો.
હું યાદ કરું,તમે સૌ બોલો.

હું નઝર કરું,ધરબાયેલા મુક પ્રશ્નો સાંભળશો?
દુઃખના દરિયામાં વહેતી મુકેલી દર્દની એ વાત છે.

હવે પાંપણે ભીડયાં સુખ ને દુઃખના કમાડ છે.
શોષણ મારું થાય છે,છતાં લોક કહે...

*નારી* છે નર સમોવડી ને...
*નારી* તું નારાયણી.
રમેશ પટેલ.(રામજીયાણી)
        અમદાવાદ.

ગઝલ

ગઢપણ
-----------
જીયણ અસાંજો જુકાય કરે હલોતા,
વેરી વડપણ,વડાય કરે હલોતા.

ભે ફિકર જી હિન ભરેલ ભાજાર મેં,
મોં અસાંજો સાવ, લિકાય કરે હલોતા.

આંધરા બારેને સાવ ઉજી વિઠા અયું,
તાંય વલપ અસી,વતાય કરે હલોતા.

અઈં રુગા હિતે જિંધડી મથે જખમ,
જખમેં જી યાધ કે,ભુલાય કરે હલોતા.

ધુનિયાં જી હિન ઠલી ઘોડાધોડ મેં,
"અગમ"ગઢપણ ગુચાય કરે હલોતા.

આસમલ ધુલિયા"અગમ'

ગઝલ

મકાનો ને બનાવો ઘર.
ઈંટ ચૂનો અને પથ્થર.
શ્વાસ ને છે બાંધવાનો.
કેમ કે છે સાવ અધ્ધર.
આગ વરસે છે ગગન થી.
કવિ ને લાગે ય ફર ફર.
કલમ કે કાગળ નથી ને.
તું કહે છે વાંચ  અક્ષર.
એ બધે વાંકું જૂએ છે.
આંખ માં છે રખે કસ્તર.
તિલક કર ઘડીયાળ ને એ.
રોજ લાવે નવા  અવસર.
"રશ્મિ" ચેતી ને ઊતરવું.
શબ્દ પણ છે ગહન સરવર.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

મોને ઇમેજ

મોનો ઈમેજ

*  મૃગજળ દોડ્યું
   રણમાં
   કોઈ મારી પાછળ
   પડ્યું
   તરસ છીપાવવા

*  લાગણીઓ દોડી
   રણમાં
   મૃગજળ પાછળ
   આભાસ કેવો હોય ?

*  વાદળ હિમ્મતવાળું
   નિકળ્યું
   દોડતું ગયુ ને
   સુરજને  ઢાંકી દીધો

*  માછલી જળમાંથી
   નીકળી જમીન પર
   પડી હવે ,
   માણસો પથ્થર ખાશે !

*  તુ પથરાયો છે
   મારી આંખોમાં
  મારો ઉજાસ થઇ ને
  વિરહવેદના ! એ શું ?

*  આંખો એ આદત પાડી છે
   મારા ગાલને ભીંજવવાની
   બહાનું મળ્યું છે
   એક
   તારા ચાલી જવાનું

*  બર્ફીલી રાતમાં
   તારા સ્મરણની
   હુંફ હું !
  પીઉં છું ..
  ધીરે ધીરે ...

*  કમ્પ્યુટર સ્ક્રીન પર
   મત્સ્યકન્યા
   પડી છે રેતમાં
  સામે બેઠેલો હું
  અર્જુનની જેમ તરબતર

*  લેખક શોધું છું હું
   દીવાલો એ સાંભળેલી
   વાતો લખવા
   હું મળું મુજ ને ?

*   પળ હશે ,
   છળ હશે
   તુ હશે તો !
  જીંદગી હશે ?

*  પળ હસે
    છળ હસે
   તુ હસે તો,
   જીંદગી હસે

અસ્મિતા

ગઝલ

પ્રણય ની વેદના હવે ક્યાં શુધી સહીશુ
હવે તો રોજ આપણે મેસેજ થી મળીશુ

પુનમ નો ચાંદ જ્યારે ખીલસે આકાશે
તુ ચાંદ ને જોજે આપણે નજર થી મળીશુ

રહેવુ હવે કેમ દુર તુજ થી હે પ્રીયે
જુદા થયા પછી ફરી ક્યારે મળીશુ

સાથ માંગુ છુ તારો હર જનમમા હુ *આશિક*
જો મોત વે'લૂુ આવે તો આવતા જન્મે મળીશુ

પ્રણય ની વેદના હવે ક્યાં શુધી સહીશુ
હવે તો રોજ આપણે મેસેજ થી મળીશુ

               ભાવેશ પરમાર (આશિક)

ગઝલ

ના  નશામાં હું   ઘણો  ચકચૂર  છું.
પણ  ડુબેલો   પ્રેમમાં   ભરપૂર  છું.

આમ તો દિલનો ઘણો મજબૂત છું,
પ્રેમ આગળ બસ જરા મજબૂર છું.

દર્દ   ઘૂંટી   આંખમાં   રાખ્યું   ભરી,
બસ  ગઝલમાં  અેટલે  મશહૂર  છું.

ના   અપેક્ષા  કોઇથી   રાખી   કદી,
જીંદગીમાં   ખુબ  જ   મગરૂર   છું.

જન્મથી  જ  સાથ આવે 'નીર' અે,
મોતને   મળવા  ઘણો   આતૂર  છું.
              નિરંજન શાહ 'નીર '

અછાંદસ

" યાદ"
તારી
યાદોની ચાદર
ઓઢીને બેઠી
ખાલી ઓરડામાં
સાવ ખાલીખમ
તને શોધતી
પણ
હવે લાગે છે કે
તું નહીં જ મળે
તારા શબ્દો
માંથી પણ
હું ભૂંસાઈ
છતાં
નળિયાના
એક છિદ્રમાંથી
આવતા પ્રકાશના
કિરણ જેવી
એક આભાસી અહેસાસ ઊંડે ઊંડે
કે ઉઘડતો જશે
એક ચહેરો સ્મરણમાં
જ્યારે
સમય સરકતા
ઇશ આવશે
બસ
બેઠી છું મરણની રાહે
ખાલી ઓરડે

દીપ્તિ બુચ
મુંબઇ

ગઝલ

== એ વાત જુદી છે ==
આપવી સોગાત છે, એ વાત જુદી છે,
લાગણી બાકાત છે, એ વાત જુદી છે!

એ મને શું આપશે, એ વાત જુદી છે,
માંગવું અવપાત છે, એ વાત જુદી છે!

આમ તો હું પણ સુરજ જેવો ઝળાહળ છું,
હાલ જો કે રાત છે, એ વાત જુદી છે!

જીંદગી મરજી મુજબ વાપરું છું, લ્યો,
એ મળી ખેરાત છે, એ વાત જુદી છે!

ક્યાં સુધી જોયા કરું પ્રતિબિંબ-પડછાયા?
એય મારી જાત છે, એ વાત જુદી છે!

નામ એનું છે ધુરંધર પ્રેમ યાદીમાં,
પ્રેમની શરૂઆત છે એ વાત જુદી છે.!

આજ સુધીના હિસાબો પૂર્ણ છે ‘મંથન’,
કેટલી પુરાંત છે, એ વાત જુદી છે!
--- મંથન ડીસાકર (સુરત)

ગઝલ

ઈચ્છા મુજબની ભૂખ હો જલસો પડે,
આ બાબતે ના ચૂક હો જલસો પડે !!

હુક્કો જલાવી બેસવાનો શોખ છે,
સાથે તમારી ફૂંક હો જલસો પડે.

મારાં બધાં જખ્મો ભલે દૂઝયા કરે,
તારા ખભે બંદૂક હો જલસો પડે.

જાવું નથી એકે દિશાઓ ખોલવા,
તારા હૃદયને હૂક હો જલસો પડે.

આખું જગત ચાહે મને પરવા નથી,
પીડા હિમાલય-ટૂંક હો જલસો પડે.

-ચિંતન મહેતા "સરકાર"

ગઝલ

આ ઉંમરને સમયના પ્રવાહમાં આપણે ઓગાળી છે
ત્યારે હૃદયને એકબીજાની પવિત્ર મૈત્રી મળી છે

બે તરફથી લંબાયા છે લાગણીના હાથ આપણા
ફૂલથી લચેલી શાખની જેમ જુવો દોસ્તી ફળી છે

અહેસાસ એવા તો ઓગળ્યા છે એકમેક માં હવે
તાજી ખુશ્બૂ ફૂલોની જે રીતે હવાઓમાં ભળી છે

જન્મોના એક લાંબા અંધકાર પછી જાણે હવે
આ જીવનમાં એક ઝળહળતી જ્યોતિ જલી છે

ઓગળેલી તમન્નાઓના ઝરણાંઓની ગતિ હવે
તમારા જ અસ્તિત્વ તરફ સ્નેહથી ઢળી છે

વિરહની પાનખર ને સ્પંદનોનો સળવળાટ
ઝંખનાઓ મિલનની વસંત માટે ટળવળી છે

તમે વરસ્યા છો જ્યારથી"પરમ"મેઘ થઈને
આ રુદિયાની સૂકી ધરા"પાગલ"થઈ પલળી છે

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

ગઝલ

તલનું તાળું કૂંચી રજની
મંજૂસ આજે ખોલ સૂરજની

ધવલ ચાંદની શ્યામલ રજની
ઠેઠ તળે ક્ષણ શુદ્ધ પરજની

એક આંખ સમજણની પલકે
તો બીજી અનહદ અચરજની

ખર્યા પાંદડે આશિષ દેતી
છબિ અમે દેખી પૂર્વજની

રથ કોનો ને કોણ સારથિ
પવન સગાઈ જાણે ધ્વજની

કેવટને જાગી છે ઝંખા
ઊડતા પંખીની પદરજની.

મળી રોકડી બે’ક રેવડી
વાત કરી જ્યાં અમે કરજની

સમદરકાંઠે લવણપૂતળી,
કરે કસોટી કોણ ધીરજની ?

હજી સંતનો સા ઘૂંટું છું
ખરી ખુદાઈ ખોજ ખરજની.

*હરીશ મીનાશ્રુ*

ગઝલ

'રૂપાળો હોય છે'
(ગઝલ)

એ ભાગ દિલનો સહેજ આળો હોય છે,
જ્યાં ચહેરો કોઈનો રૂપાળો હોય છે!

એ આવવા સાથે દઝાડી જાય છે,
આ યાદનો પણ શું ઉનાળો હોય છે?

કોની ઉપર ક્યારે આ દિલ આવી જશે,
એ વાતનો ના કોઈ તાળો હોય છે!

છે ચૂસ્ત એના અણગમા, બદલાય ના!
માણસ ઘણી બાબત સુંવાળો હોય છે!

- હેમંત મદ્રાસી

ગઝલ

ઈચ્છા મુજબની ભૂખ હો જલસો પડે,
આ બાબતે ના ચૂક હો જલસો પડે !!

હુક્કો જલાવી બેસવાનો શોખ છે,
સાથે તમારી ફૂંક હો જલસો પડે.

મારાં બધાં જખ્મો ભલે દૂઝયા કરે,
તારા ખભે બંદૂક હો જલસો પડે.

જાવું નથી એકે દિશાઓ ખોલવા,
તારા હૃદયને હૂક હો જલસો પડે.

આખું જગત ચાહે મને પરવા નથી,
પીડા હિમાલય-ટૂંક હો જલસો પડે.

-ચિંતન મહેતા "સરકાર"

Saturday 26 May 2018

ગઝલ

🌳કણકણનો અવતાર🌳🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઓમથી આકારમાં છે શબ્દનો સંસાર હું જાણું જ છું,.
શબ્દથી દુનિયા મહીં સાચો બને શણગાર હું જાણું જ છું.

ઝાડમાં તું બીજ છે ને, બીજમાં તું ઝાડ છે, કણકણ બની,.
એજ કણકણનો ખરો તું એક છે અવતાર હું જાણું જ છું.

આપવું છે શબ્દને મારે હતું એ કાળ રૂપ પાછું બધું,.
વેદ,શંકર નો હતો એ સત્યનો આકાર હું જાણું જ છું.

કામ મારે એટલું કરવું અહીં ભેગાં મળી સતકારનું,.
જન્મનો મારો ખરો એ કામનો કિરદાર હું જાણું જ છું.

શબ્દથી જે થાય છે સાચો બધે અજવાસ હું જાણું જ છું,.
બોલતાં ના આવડે તો થાય છે અંધાર હું જાણું જ છું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Friday 25 May 2018

ગઝલ

[5/25, 1:08 PM] Satym Barot New: 🌳🌳ખુદને ગમતો થા🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાગા ગાગા ગાગા ગા

સૌની સાથે રમતો થા,.
સૌની સાથે જમતો થા.

ધર્મોના વાડા તોડી,.
સૌના દિલમાં વસતો થા.

લકવો થ્યો છે જાતીને,.
ખુલ્લા પગલે ફરતો થા.

છોડી દે બાધા ફાધા,.
ખુદમાં ઇશ્વર રટતો થા.

ઈર્ષા, નફરત ભૂલી જા,.
પ્હેલાં ખુદને ગમતો થા.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳
[5/25, 1:08 PM] Satym Barot New: 🌳🌳આવજે🌳🌳

ડૉ.સત્યમબારોટ

જાત તારી છાવરીને આવજે,.
જાતને હાથે ધરીને આવજે.

હોય ના વિશ્વાસ પોતાના ઉપર,.
તો હૃદય આગળ કરીને આવજે.

સાફ દિલ તું પ્રેમમાં એ રાખજે,.
પોઠ વ્હાલપની ભરીને આવજે.

પ્રેમ માને એટલો સ્હેલો નથી,.
હું પણું તું વાપરીને આવજે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳

Monday 21 May 2018

ગઝલ

શબદને લાત મૂક🌳

ડૉ.સત્યમબારોટ

ભાવ ભીની ભાત મૂક,.
શબ્દની પંચાત મૂક.

ભાવ કાળા જે કરે,.
શબ્દની એ વાત મૂક.

જે તને ભટકાવતી,.
લાગણીની રાત મૂક.

પડ નહીં ભાષા મહીં,.
વ્યાકરણની જાત મૂક.

જાતને સંભાળ તું,.
ભાવની ઓકાત મૂક.

જાત જ્યાં ગોથે ચડે,.
એ શબદને લાત મૂક.

છોડ સંધીના ચરણ,.
અર્થની ખેરાત મૂક.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳🌳માનવી કામનો છું🌳

ડૉ.સત્યમબારોટ

દરદ ખોતરું છું પછી ફોન કરજો,
ઉકળતો ચરું છું પછી ફોન કરજો.

નકામો નથી માનવી કામનો છું,
હજી ફોતરું છું, પછી ફોન કરજો.

નથી ટેમ વાતો કરું પ્રેમની હું,
કરજ હું ભરું છું, પછી ફોન કરજો.

નથી ઝાડ મોટું થયો હું હજીયે,.
હજી ઊછરું છું પછી ફોન કરજો.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Thursday 10 May 2018

૧૯, રચના

[5/11, 7:08 AM] Satym Barot New: 🌳🌳સાચી દવા🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ
લગાગા લગાગા લગાગા લગાગા

તને પ્રેમમાં એ હજી ક્યાં તમા છે,.
અહીં દર્દની દર્દ સાચી દવા છે.

બધું ધારશો પ્રેમમાં એ જ મળશે,.
ખબર છે તને પ્રેમ સાચો ખુદા છે.

મળે દેવતા એક સાચા જ ભાવે,.
સદા દર્દમાં જ્યાં અનોખી અદા છે.

પચાવ્યો અહીં પ્રેમ એણે મજાનો,.
અહીં પ્રેમમાં દર્દ સાચી રજા છે.

કરું એક ઈચ્છા અહીં પ્રેમ કેરી,.
અહીં સુખ બધાંને બધાં આપવા છે.

રહું છું સદા એક શાંતિના વનમાં,.
મને પ્રેમમાં તો મજા છે, મજા છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્🌳ગાંડી પ્રજા છે🌳

ડૉ.સત્યમબારોટ

બધે રોટલાની ખરી જો કથા છે,.
મહેનત વગરની બધીએ જફા છે.

નથી કામ કરવું, મફત રોજ લેવો,.
ભણેલાં બધાની નવી આ અદા છે.

ભલે દેશ ખાડે જતો હોય, જાતો,.
પગારો,વધારો મળે ઓરતાં છે.

મફતનું મળે છે, બધા જાય લેવા,.
બધું કામ છોડી કતારે ઉભા છે.

લઈ આવે નેતા બધાએ નકામાં,.
પછી કામ ખોટાં બધાએ કર્યાં છે.

વગર ઘૂસ આપે કરે કામ, ના એ,.
કઢાવા અહીં કામ અવળી પ્રથા છે.

કહે કોણ કોને અહીં દેશમાં તો,.
છે રાજાએ ગાંડો ને ગાંડી પ્રજા છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: 🌳🌳બે વેવાણોનું ગીત🌳🌳

ડૉ સત્યમબારોટ

ઘરડાં ઘરમાં બે વેવાણો સામસામે ભીડાણાં,.
છોરાંની એ વાતો કરતાં મનમાં ખૂબ મૂઝાણાં.

સમજવાની સમજાવાની વાતો ઠાલી  માલી,.
એકબીજાને દિલ ખોલીને સાંત્વનાઓ આલી.,
આ છોરાં તો જોજોને કર્મોથી મરવાનાં,.
છોરાં થ્યાં છે, કોઇનાં તે આપણાં એ થવાનાં.

હસતાં હસતાં અલક મલકની વાતો કરવા લાગ્યાં,.
મનનાં જૂનાં ગૂમડાં ફૂટી આજે વકરવાં લાગ્યાં.
ખોટે ખોટાં મા,સાસુનાં બેસીર્યાં મોભામાં,.
જાતો આખી પૂરી દીધી માયાના ખોખામાં.

યાદ આવ્યાં બેઉ જણને જૂનાં એ ઊખાણાં,
પોતે જ્યારે વહુ હતાં'તો બની ગયાં'તા શાણાં.
જાત માટે ખૂબ કર્યાં તા ત્યારે ભેગાં નાણાં,.
હૂતો હૂતી એક થયાં ને ઘરનાં સુખ વિખરાણાં.

સેવા ભૂલી મા બાપની ગાવા લાગ્યાં ગાણાં,.
માનવતાને નામે કેવાં થઇ ગયાં તા કાણાં.
જેવું જે કરવાનાં ભઇ એવું સૌ ભરવાનાં,.
સાચી સેવા ચૂકી ગ્યા,તો દીકરા થઇ ગ્યા પાણાં.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: એટલો તો હું કદી સારો નથી,.
તોય લોકો પ્રેમથી સારો કહે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: જિંદગી હું એટલી જીવી શકું,.
માનવીમાં માનવી વાવી શકું.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌴🌳🌳🌴🌳🌴🌳
[5/11, 7:08 AM] Satym Barot New: 🌳🌳ખુદાની ચાહત🌳🌳

ડૉ.સત્યમબારોટ

ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રેમવાળી જિંદગી શરબત થશે,.
ને ખુદાના શ્વાસમાં બરકત થશે.

કામ મારે એટલે કરવાં ઘણાં,.
ત્યાં ખુદાને કામમાં રાહત થશે.

કામ આવી જો ગયા સૌનાં અમે,.
તો બધાનાં દિલ મહીં ચાહત થશે.

કામમાં ઉકલી જશું કાયમ ભલે,.
જિંદગી ની કાયમી આરત થશે.

જિંદગી બેકારની જીવી જશો,.
એ ખબરથી જિંદગી આહત થશે.

જો ખુદા સામે અમે કંઇ હારશું,.
આજ દુનિયામાં નવી બાબત થશે.

જીતશું આજે ખુદા સામે અમે,.
તો સદા પેઢી તણી દોલત થશે.

હોય, મા જેવી ખુદાની ચાહતો,.
મા હશે એવી ખુદા સૂરત થશે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌴
[5/11, 7:08 AM] Satym Barot New: 🌳ગુર્જરવીર🌳

ડૉ.સત્યમબારોટ

ગુર્જરપથના રાહી અમે સૌ ,ગુર્જરપથના રાહી.
પ્રભાતનાં મંત્રો ભરી મુઠ્ઠીમાં તિમિર દેતાં ભગાડી.

નવલી વાટો રોજ રે ખૂંદતાં નવીનતાના રાહી,.
સૂર્ય ચન્દ્ર ને ખિસ્સે ભરીને દશે દિશાઓ આંબી.

સંઘર્ષોમાં ઝૂમીઝૂમીને વિજયનગરી વસાવી, .
સમાનતાના સ્વર્ગ રચીને પ્રેમની જ્યોત જલાવી.

સુખ દુખમાં સૌ સાથે રહીને રણમાં ફૂલ ખીલાવી,.
એકતાની પગલી માંડી શાંતિ ના ચિરયાત્રી.

દ્વારિકામાં મોહન પ્યારે પ્રેમની બંસી બજાવી,.
સોમનાથમાં ભોળોશંભુ બેઠો ધૂણી ધખાવી,.

કલકલ ગાતી નદીઓ વ્હાલી સાગરકુળની રાણી,.
અરવલ્લીની ગિરિ ગુફાથી વરસે અમૃતવાણી,.

નવ પ્રકાશને નવ અવાજ લઈ નવ પથના નવ રાહી,.
રાષ્ટ્રની નવ જ્યોત બનીને નવલી દુનિયા વસાવી.

નરસૈયાના પ્રભાતિયાંથી ગૂંજે ગુર્જરરાણી,.
શાંતિ, સત્યને નીડરતાથી હૈયું દે હરખાવી.
અમે ગુર્જરપથના રાહી.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: 🌳સાચો ક્યાં હતો🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા

આંખમાં એની તિખારો ક્યાં હતો,.
માનવી ખાલી કબાડો ક્યાં હતો.

જિંદગી જાતી ગરીબીમાં બધી,.
તોય માણસનો નકારો ક્યાં હતો.

કામમાં એ આવતો સૌને સદા,.
તે છતાં માણસ નકામો ક્યાં હતો.

બોલ મારા નામથી ખોટું નહીં,.
એટલો તો હુંય ખોટો ક્યાં હતો.

લોક અપરાધીને પત્થર મારતાં,.
મારનારો એક્કે સાચો ક્યાં હતો.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:08 AM] Satym Barot New: 🌳બિચારો ક્યાં હતો🌳

ડૉ.સત્યમબારોટ

માનવી પ્હેલાં નકામો ક્યાં હતો,.
આટલો તો સાવ ખારો ક્યાં હતો.

વાતવાતે આજ માણસ બાઝતો,
વેરનો આવો રસાલો ક્યાં હતો.

દર્દમાં એ જીવતો ,મરતો સદા,
આજ જેવો એ બિચારો ક્યાં હતો.

એ સમય જીવન ઘણું કપરું હતું,
તોય માણસનો વધારો ક્યાં હતો.

રોટલો ચટણી બધાં ખાતા મળી,
તે છતાં દુખનો નકારો ક્યાં હતો.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳શરમ🌳

ડૉ.સત્યમબારોટ

હું
ચરિત્રના એવા,
નાગાઓ વચ્ચે રહું છું,
જે બહાર,
શરમનાં લુઘડાં, વીંટીને,
ફરે છે.
ને, સંસ્કૃતિની,.
વાતો કરે છે..!!!

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳ઝાડ🌳🌳
ડૉ.સત્યમબારોટ

પૈસા પાછળ એ ભાગે છે
માણસને ક્યાં કઇ ફાવે છે

મોટા આંબા,વડ કાપીને,
મનીપ્લાન્ટને વાવે છે.

ફૂલ,ડાળી ફોટે વાવી,.
મૂળિયાં એનાં કાઢે છે.

નાના મોટાં ઘરનો માણસ,.
મીઠાં છાંયાઓ વાઢે છે.

મરવાનો થ્યો છે આ માણસ,
જે વનના ફોટા પાડે છે.

યંત્રો પાછળ ગાંડો થઇને,
એ મોતને બોલાવે છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳ખોટું કામ🌳🌳🌳

સાવ ખોટું કામ તો થાતું હશે,.
નર્કમાં એ સ્વર્ગ તો માતું હશે.
સોયના નાકા મહીં મથતાં બધાં,
રાંઢવું આખ્ખું કદી જાતું હશે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳માતમ ગવાતું હશે🌳🌳
ડૉ.સત્યમબારોટ

જિંદગીનું માતમ એમ ગવાતું હશે સાઈ,.
છાજિયામાં જીવન એમ કુટાતું હશે સાઈ.

આયખું તું ફાડી નાખ છતાં મોત સામે છે,.
તોય બી,બી ને તે રોજ જિવાતું હશે સાઈ.

ભાગલા માણસના કેમ કરો છો, તમે લોકો,.
લાકડીથી જળ ને નોખું ,કરાતું હશે સાઈ.

આવકારો દઇએ જેમ મહેમાનને ઘરમાં,.
મોતને તે પાછું એમ કઢાતું હશે સાઈ.

માનવીનું જીવન ખાસ વધારે નથી હોતું,.
પણ રમત છોડીને બાર જવાતું હશે સાઈ.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳

લગાગા લગાગા લગા લગા

ડૉ.સત્યમબારોટ

બને પ્રેમ થોડો તું ગાઇ દે,.
બધે પ્રેમ થોડો તું વાઇ દે.

બધાં શબ્દ પાછા ડૂબી જશે,.
મને, પ્રેમનો શબ્દ ઢાઇ દે.

હવે પ્રેમનું તું લગાન દે,.
વધુ નૈ મને એક પાઇ દે.

વધારે ન ઓછો મને જુએ,.
હતો પ્રેમ એવો તું લાઇ દે.

ન મોટા થવાની મજા મને,.
ગમે છે એ બચપન જ માઇ દે.

બધાં કાજ સારા વિચાર દે,.
મને કામ એવાં તું સાંઇ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳ખુદા પ્રેમની વફાઇ દે🌳
...    ...
ડૉ.સત્યમબારોટ

લગાગા લગાગા લગા લગા

તું જીવનમાં દુખની કમાઇ દે,.
ને જીવનમાં સુખને સજાઇ દે.

જો જીવન છે સુખ દુખ તણી કથા,
સુખદુખની ખરી તું સફાઇ દે.

ખુદા જો મને કરવો હો, દુખી,.
તો સાથે રહીને દુહાઇ દે.

ગમે જો નશામાં રહેવું તને,.
બધે પ્રેમની તું સુરાઇ દે.

નથી જોઇતા રૂપિયા ઘણાં,.
મને બસ તું તારી ભલાઇ દે.

હશે જો થોડી ચાલશે મને,.
ભલી જિંદગી તું ખુદાઇ દે.

હશે પ્રેમ તારો દેખ્યો નથી,.
મને પ્રેમની તું વફાઇ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳નશીલી ખુદાઈ દે🌳🌳
ડૉ.સત્યમબારોટ

બુરાઈ કરે તો બુરાઈ દે,
ભલાઈ કરે તો ભલાઈ દે.

ખુદા ન્યાય સરખો બધે કરે,
બધે એક સરખી સફાઈ દે.

બધાં જીવમાં એ જ દેવ છે,
ભલા લોહીની તું સગાઈ દે.

અમે વાંદરાના વંશજ છીએ,
એની તું સાચી વારસાઈ દે.

કહે ને કરે કાંઈ, માણસ છે,
એને શોભતી માણસાઈ દે.

નશો ના કશામાં રહ્યો હવે,.
નશીલી મને તું ખુદાઇ દે.

જુદા છે કરમ ને જુદા ધરમ,.
બધા એક બનવા, દુહાઇ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳બધાંનો વિચાર દે🌳🌳

ડૉ.સત્યમબારોટ

બુરાઈવાળાને બુરાઈ દે,
ભલાઈવાળાને ભલાઇ દે.

ખુદાના નિયમ સરખા છે અહીં,
કરે પ્રેમ એને ખુદાઈ દે.

મને તરવું ના તારવું ફાવે,
જરા તું ભવસાગર તરાઈ દે.

ફરું જિંદગી ને મરણ મહીં,
એવી તું કબર ગોદવાઈ દે.

બધાંના તું સુખનો વિચાર દે,.
અને એ સુખમાં માણસાઈ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳પહેલી કમાઈ દે🌳🌳
ડૉ.સત્યમબારોટ

બધાં હોય સાથે જ ગાઈ દે,
ભરીને મનને તું નચાઈ દે.

હજી હોય વિશ્વાસ ના તને,
તો ખોલીને દિલને મપાઈ દે.

હસાવું છે ઘરને, ફિકર નહીં, .
જઈને તું સાચી સફાઈ દે.

હવે છોકરાં ના કંઇ માંગશે,.
હસીને દિલેથી લપાઈ દે.

થશે આજ શાંતિ આખા ઘરને,.
જા આજે પહેલી કમાઈ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[5/11, 7:09 AM] Satym Barot New: 🌳🌳લોહીની સગાઈ🌳

ડૉ.સત્યમબારોટ

બધાને બધાની  ખરાઈ  દે,
તું ઔકાત સાચી  બતાઈ  દે.

કરે ભીંત બીજી ના ઘર વચ્ચે,.
કસમ ખાય માની દુહાઈ દે.

ભલે ખાય ચટણી ને રોટલી,
પણ ભેગા મળીને હસાઈ દે.

જીવે એક બીજાના શ્વાસથી,
એ લોહીની સાચી સગાઈ દે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳