🌳બા,વગર ફાવે કદી?🌳🌳
🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગા
બા હવે સપનામાં ના આવે કદી,.
વ્હાલથી કોઈ ન સમજાવે કદી.
વેપલામાં એટલો મશગૂલ થ્યો,.
રૂપિયો સપનાંય ના લાવે કદી.
જ્યારથી રૂઠ્યો છે ઘરનો રોટલો,.
છે ઘણાં પકવાન ના ભાવે કદી.
લાગણી ને ભાવના હોવા છતાં,.
તર્ક મારો પ્રેમ ના વાવે કદી.
જિંદગી વે'વારમાં લપસી જતી,.
લાલચોમાં રોજ ભરમાવે કદી.
કોઇ નજરાણું જિગરને ના ગમે,.
બા વગર ના કોઇ હરખાવે કદી.
મોત સાલું હાલ કાં, ના આવતું,.
બા વગર તો જીવવું ફાવે કદી?
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment