Thursday, 31 May 2018

ગઝલ

🌳ગઝલ,પ્રેમનો મનવાડ છે🌳
ડૉ.સત્યમબારોટ

ગાલગાગા  ગાલગાગા   ગાલગા

આ ગઝલ ફળ,ફૂલ મોટું ઝાડ છે,.
પ્રેમનો અવતાર છે ક્યાં વાડ છે.

છાંયડો,મીઠો પવન મારી ગઝલ,.
લીમડો,આંબો,મહૂડો,તાડ છે.

ગીત મીઠું, મૌન સાચું બુદ્ધનું,.
દેવને પણ સંભળાતી રાડ છે.

મા જશોદા, દેવકીનું રૂપ છે,.
દેવને ઘેલો કરે એ લાડ છે.

ભાગશાળી વ્હેણ ગંગાનું ગઝલ,.
ને દધીચીનું અમર એ હાડ છે.

વ્હેણ નિર્મળ પ્રેમનું વ્હેતું સદા,.
ને દુવાઓની પડેલી ઘાડ છે.

દિલ તમારું પ્રેમ સમજે એટલે,.
આ ગઝલ તો પ્રેમનો મનવાડ છે.

શબ્દ ભૂખ્યા ના રહે માટે ગઝલ,.
લાગણીઓ ચારતો ભરવાડ છે.

વાયુ,પૃથ્વી, તેજ,નભ,પાણી ગઝલ,.
પાંચ તત્વોનો ગઝલ તો પ્હાડ છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment