*ગઝલ - ...જેવો છે સમય*
ભૂલેલા આ ભાન જેવો છે સમય;
ભટકી ગયેલા ધ્યાન જેવો છે સમય
રાજવીની ધાક ગઈ છે ઓસરી;
ખાલી ખાલી મ્યાન જેવો છે સમય.
પ્રાર્થના માં કે અઝાન માં એ નથી;
અંતે તો ભગવાન જેવો છે સમય.
પ્રસ્વેદી જળથી ઉછેર્યા પાક ને;
પ્રસન્નતાના ધાન જેવો છે સમય.
*દિલીપ વી ઘાસવાળા*
No comments:
Post a Comment