Tuesday 31 January 2017

અછાંદસ

-: તારા વગર:-

ભેજભર્યા  અવાવરુ
ઓરડાના ખુલ્લા કમાડ
ને ભાંગી તૂટી બારીઓ
કંઈક કહે છે
ખૂણામાં લટકતા જાળા,
અરીસાની તૂટેલી કિનાર,
ફર્શ પર પડેલી મેલી ધૂળ
આપસમાં વાતો કરે છે
એકાંકી વિતેલી ઠંડી રાત
બંધ ઘડિયાળના પેંડલને
ધક્કો મારી ,
ચૂપચાપ સરકતા સમયને
ચિત્કારી ઉઠવા મજબૂર કરે છે
ખોવાયેલી મિત્રતા
ને સાથ છોડી ગયેલ
સાચ્ચો પ્રેમ..... મારા
તૂટેલા સપના સાથે મળીને
દૂર ઊભા હસે છે, મારા પર .....
આખી રાતના ઉજાગરા પછી
પરોઢની ઠંડી હવા ને એમાય તારા મઘમઘતા વિચારો
આવીને  પાછા જતા રહે છે
મળ્યા કે રોકાયા વગર ,
બિલકુલ તારી જેમ. ...

હેમશીલા માહેશ્વરી "શીલ"

ગઝલ

શ્રી ભરતભાઈ ભટ્ટની પંક્તિ પરથી તરહી રચના

"તરુને ફકત પ્રશ્ન એ થાય છે,
હજી કઇ તરફ આ નદી જાય છે"

સિતારા ગગનમાં ન ટંકાય છે,
અકથ લાગણી પણ ન અંકાય છે,

સતત આ નજર છે ગગન પર હવે,
સિતારો ખર્યે,આશ બંધાય છે,

સનમ બે કદમ સાથમાં જો ભરે,
કિનારે રહી ,રાહ લંબાય છે,

નથી કો' ફુટી હસ્તરેખા નવી,
હતી જે તૂટેલી એ સંધાય છે,

ખરે પર્ણ જો વૃક્ષ પરથી નીચે,
દરદ રક્તભીનું ન ગંઠાય છે,

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

ગઝલ

જીંદગી બસ  એક  દોડ છે,
હા ક્રોસિંગ વગરનો રોડ છે.

સફળતા એના હર ખુણે છે
બસ  પત્તા એના ગોળ છે.

ઈચ્છાઓ જ્યાં કરમાઈ છે
ક્યારી વગરનો એ છોડ છે.

ઝુકી ફરી નહીં ઉપડે તમથી
ઠોકીને ભરેલ અવરલોડ છે.

ન મડે રોવાથી એ ફરી પણ
જીવ ખોરીયાની એ જોડ છે.

જીંદગી બસ  એક  દોડ છે,
-મૌન🍁

અછાંદસ

કર્મોની વ્યથા અકળાવી રહી છે
જીવતરને હવે ફફડાવી રહી છે.
થયા ના એ જાણ બહાર જાણી
હૈયાને અંદરથી જલાવી રહી છે.
વળી શકાયું પાછું જાણું હું
છતાં ભૂલો ભૂતકાળની ડરાવી રહી છે.
વર્તમાનની ક્ષણો સુધરી રહી છે
સળગેલા સમયખંડની રાખ છતાં ઉડી રહી છે.
જેસલ નથી ના છું હું વાલ્મિકી
મળ્યા ના તોરલ...
મળ્યા ના નારદ...
છતાં સુધારવા ની આશ રહી છે.
છે હવે બે ચાર પળો જ બાકી
જીવી લઉં થોડું સાચું "નીલ"
ભૂલી ભૂતકાળને ....
બસ એજ વર્તમાનની તાબીર રહી છે.
     રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

ગીત

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….
પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….
ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….
પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે …. શિવાજીને ….
ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની …. શિવાજીને ….
લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા…. શિવાજીને ….
આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે. શિવાજીને ….
આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે …. શિવાજીને ….
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા …. શિવાજીને ….
સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા …. શિવાજીને ….
જાગી વે’લો આવજે વીરા
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે
માતા જીજીબાઇ ઝૂલાવે.
બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !
– ઝવેરચંદ મેઘાણી

અછાંદસ

અછાંદસ કાવ્ય

વ્યસ્તતાના અંચળા હેઠળ
કયારેક થતી અવગણના
આમ તો સહજ હોઈ શકે
પણ
શુ પરિણામ આપે ?
ભીતર એકલું અટુલું સળગતું મન અહર્નિશ સળગતાં સ્વપ્નો
ધીમી આંચ તો ક્યારેક પ્રખર તાપ
સતત ચાલતું રહેતું વમળ વિચારોનું
અંધારી રાતમાં દૂર બળતું
એક નાનકડું કોડિયું
એવી એક આછીપાતળી આશ
આખરે છે શું આ ?
એક હળવી લહેરખીની જેમ
ક્યારેક યાદ આવી જતું
એ હળવું સ્મિત
અલગારીપણું હાવી તો થશે
ત્યારે થશે
હમણાં હમણાં
એ ભુલાઈ ગયેલું સ્મિત
સતત કેમ હળવા ટકોરા કરે મન
ડેલી પર ?
કદાચ હજુ ક્યાંક ક્યાંક થોડું થોડું
જીવી જવાય એવું પણ બની જાય ત્યાં એક હાકલ પડે ને
સઘળું હવા થઈ જાય
પ્રેમમય
વરસી પડે
સઘળું એ જ હશે પણ કદાચ......કદાચ....
એવું લાગે.......!

અલગારી. ( પ્રમોદ મેવાડા)

ગઝલ

पूरी नहीं हुई व जरा सी नहीं हुई,
हमपे असर दवा की दवा सी नही हुई !!

वो जेब में दुवाओ को भर के चला गया,
अच्छा हुआ की उसकी तलाशी नहीं हुई !!

जलती रही सदा वो कभी भी ना पीगली,
ये जिंदगी भी मेरी शमा सी नहीं हुई.

उसके तो कोई हाथ नहीं, क्यां नसीब हे !!
उससे कभी भी कोई दुवा सी नहीं हुई !!

'प्रत्यक्ष' हम तो बेठे युं मुरत बना रहे,
अफसोस हमसे वो भी खुदा सी नहीं हुई.

रवि दवे 'प्रत्यक्ष'

અછાંદસ

તારી હુંફનું કિરણ
સવારના સૂર્યના કિરણની માફક
મને નવપલ્વિત કરે છે
આ શ્વાસોને
વિટામિન ડિ આપે છે
ને સંબંધોમાં નવી સુવાસ ભરે છે
ખોવાઈ ગયેલી
અલિપ્ત થઈ ગયેલી
મારી જીજીવિષાને જગાડે છે
ને હું રોમાંચિત થઈ
માધવી લતાની જેમ
તને વીંટળાઈ પડું છું
અદિશ

ગઝલ

આ આંખોમાં એક ઉજાગરો હતો કે પછી
એ મસ્ત નશો હતો તારા જ ઈન્તજારનો

એક રસ્તો જોયો હતો તુજ નયનોમાં મેં
એ જ તો એક નકશો હતો મારી મંઝિલનો

હવેતો  ઉછળતી લહેરો પણ શમી ગઈ છે
એને પણ છૂપો ડર તો હતો જ સાહિલનો 

એ તો હતી મારા પ્રેમની એક પ્રસ્તાવના
એ કોઈ બેબુઝ શેર તો નહોતો ગાલિબનો 

આ શ્રદ્ધા પણ આખરે તો હચમચી જ ગઈ
કે જયારે ભાર લાગ્યો મને આ તાવિજનો      

નિશ્ચિત હતો હું નિખાલસ દુશ્મનોથી સદા 
ને ડર હતો એક માત્ર દોસ્ત તથાકથિતનો

સ્થૂળ તો સઘળું માયા જ નીકળ્યું "પરમ"
આ "પાગલ"ને મોહ રહ્યો તેથી બારીકનો

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

ગઝલ

આ આંખોમાં એક ઉજાગરો હતો કે પછી
એ મસ્ત નશો હતો તારા જ ઈન્તજારનો

એક રસ્તો જોયો હતો તુજ નયનોમાં મેં
એ જ તો એક નકશો હતો મારી મંઝિલનો

હવેતો  ઉછળતી લહેરો પણ શમી ગઈ છે
એને પણ છૂપો ડર તો હતો જ સાહિલનો 

એ તો હતી મારા પ્રેમની એક પ્રસ્તાવના
એ કોઈ બેબુઝ શેર તો નહોતો ગાલિબનો 

આ શ્રદ્ધા પણ આખરે તો હચમચી જ ગઈ
કે જયારે ભાર લાગ્યો મને આ તાવિજનો      

નિશ્ચિત હતો હું નિખાલસ દુશ્મનોથી સદા 
ને ડર હતો એક માત્ર દોસ્ત તથાકથિતનો

સ્થૂળ તો સઘળું માયા જ નીકળ્યું "પરમ"
આ "પાગલ"ને મોહ રહ્યો તેથી બારીકનો

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

ગઝલ

કેટલી ઈચ્છા હવે હોઈ શકે,
કોઇનું મન કોઇ ના જોઈ શકે.

છે કરમ પીડાજ પોતીકી હવે,
હોય અંગત તેજ આ જોઈ શકે.

દીપ પ્રગટાવે સ્મશાને તો જુઓ,
પાછુ સ્વર્ગસ્થીય પણ હોઈ શકે.

આ મહેનત ની મઝુરી છે બધી,
એમ ના તું કાંઇ આ ખોઈ શકે.

છે સતત તારું સ્મરણ તો ઠીક છે,
એ કદી તું સ્વપ્નમાં જોઈ શકે.

~ પ્રવીણ દૂધરેજિયા
      (ગારીયાધાર)

ગઝલ

ગાવું છે

કો અજાણ્યાં નગરમાં જાવું છે,
નામ તારું જ માત્ર ગાવું છે.

છેક તળિયેથી ઊંચકાવું છે,
ને પછી ટોચ પર ઝીલાવું છે.

કંઈક છે એમાંથી જવું નીકળી,
કંઈ નથી એમાં ગૂંચવાવું છે.
 
ઊગવા દેવો ન હો દિવસને,
સૂર્યને ચન્દ્રમાં છૂપાવું છે.

હાથમાં હાથ દઈને નીકળીએ,
સ્પર્શની ગંગામાં નહાવું છે.
 
મૌનને આરપાર વીંધીને,
શૂન્યમાં જઈ અને સમાવું છે!

-સ્નેહા પટેલ.

ગઝલ

*_ગઝલ_*

*_૨૪ / ૧ / ૨૦૧૭_*

સૂરજ સાથે તપતો જાઉં.
પડછાયો થઇ પડતો જાઉં.

ઇચ્છા સઘળી પુરી કરવા,
તારો થઇ ને ખરતો જાઉં.

ચોર્યાસીફેરા જોવા હું
વારે વારે મરતો જાઉં.

નૌકા  સામે  કિનારે  છે,
દરિયોઆખો તરતો જાઉં.

એકલતાથી થાક્યો સાથી
આંસુ વીના રડતો જાઉં,

*_હર્ષ . " સાથી "_*

ગઝલ

તુટેલા હૈયામાં હવે હું હામ રાખીશ,
ડૂબેલી નૈયાનાં હવે હું દામ રાખીશ, 

મને લત હતી તારી આંખોથી પીવાની
હવે મારા હાથમાં છલકાતા જામ રાખીશ,

કરી લઈશ બસર જીંદગી તારી યાદોમાં હવે
જગ્યા તારી દિલમાં મારા હું આમ રાખીશ ,

જો ડરતી હોય સંસાર ના મહેણાં ટોણા થી
તો જીવન બસેરા માં બંજર ગામ રાખીશ ,

મળતી હોય જો કલમ ને દાદ તારા નામ થકી
"*જીગર*" ગઝલ માં તારું જ નામ રાખીશ ,

ગઝલ

मुझे देख जो रोज़ शरमा रहे हैं.
लगे ज़िन्दगी में मेरी आ रहे हैं.

लगे इश्क़ उनको भी होने लगा है.
तभी तो अदाएं वो दिखला रहे हैं.

करीब आए लेकर मुहब्बत की ख़ुश्बू.
चमन मेरे दिल का वो महका रहे हैं.

लगे उनका दिलभी मचलने लगा है.
तभी तो मुझे देख मुस्का रहे हैं.

जो कह न पाए ज़ुबां से कभी भी.
इशारों से वो बात समझा रहे हैं.

मुक़द्दर बदलने लगा अपना शायद.
कहां का सफ़र था कहां जा रहे हैं.

‘फोरम’

૪ ગઝલ

ઝૂરવાનું, જાગવાનું ક્યાં સુધી?
દર્દનું તળ તાગવાનું ક્યાં સુધી?

આપવું જો હોય તો એ આપશે,
આ અમારે માગવાનું ક્યાં સુધી?

હા, અણી કાઢીને આવ્યો છે સમય!
વાગશે, પણ વાગવાનું ક્યાં સુધી?

સુખ પણ અબખે પડી જાવાનું દોસ્ત!
આપણું એ લાગવાનું ક્યાં સુધી?

સાવ નિહત્થા અમે સામે ઊભાં!
પણ તમારે દાગવાનું ક્યાં સુધી?

કાળ આદુ ખાઈને પાછળ પડ્યો!
શ્વાસ, તારે ભાગવાનું ક્યાં સુધી?

: હિમલ પંડ્યા

સપના ખોટાં શણગારીને શું કરવાના?
કેડી નોખી કંડારીને શું કરવાના?

બે પળ મોજમાં વીતે છે, વીતી જાવા દયો!
એ ય વિચારો, વિચારીને શું કરવાના?

આગ અધૂરી ઈચ્છાઓની સળગી ભીતર;
ઠારો, પણ એને ઠારીને શું કરવાના?

હાથમાં સહુથી નબળાં પાના આવ્યા છે તો,
બીજાની બાજી ધારીને શું કરવાના?

જીત્યા તો પાછું પહેલાં જેવું જીવવાનું!
હારી જઈએ, તો હારીને શું કરવાના?

જીવન ઝંઝટ લાગે કે લાગે ઝંઝાવાત!
"પાર્થ" કહો કે પરવારીને શું કરવાના?

: હિમલ પંડ્યા

ફેંસલો આ વાતનો થાતો નથી,
તું નથી? કે માત્ર દેખાતો નથી!

જીંદગીભર મેં ય લ્યો, પૂજ્યા કર્યો!
એક પત્થર જીવતો થાતો નથી;

બોજ આ હોવાપણાંનો લઈ ફરો!
આપણાથી એ ય સચવાતો નથી;

લોહી ટપકે એમ ટપકે આંસુઓ,
દર્દ સરખું, રંગ છો રાતો નથી;

રોજ ઈચ્છા થાય મરવાની છતાં,
જીવવાનો મોહ પણ જાતો નથી;

કેટલું ભટક્યા કરો ચારે તરફ!
તો ય પોકેમોન પકડાતો નથી;

: હિમલ પંડ્યા

ગમ્યું એને હંમેશા ચાહતા રહેવાની આદત છે,
નથી ગમતું જે એને આવજો કહેવાની આદત છે;

ગમે તેને, ગમે ત્યારે, ગમે તે સ્પષ્ટ કહેવાની,
પછી જે કંઈ પરિણામો મળે, સહેવાની આદત છે;

નથી મેલું કશું મનમાં તો અચકાવાનું શેનાથી?
મને ક્યાં પીઠ પાછળ કાંઈ પણ કહેવાની આદત છે?

તમાચા સાવ સીધા ગાલ પર ઝીલી લઉં કિન્તુ,
નજર સામે થતું ખોટું નહિ સહેવાની આદત છે;

હતો હું ત્યાં, હું અહિયાં છું અને હું ત્યાં ય પહોંચી જઈશ!
વટાવીને બધા અવરોધને, વહેવાની આદત છે;

આ શબ્દો એટલે મારા બનીને ઠાઠથી રહેતા;
હંમેશાથી મને એના બની રહેવાની આદત છે.

: હિમલ પંડ્યા

ગઝલ

ગાવું છે

કો અજાણ્યાં નગરમાં જાવું છે,
નામ તારું જ માત્ર ગાવું છે.

છેક તળિયેથી ઊંચકાવું છે,
ને પછી ટોચ પર ઝીલાવું છે.

કંઈક છે એમાંથી જવું નીકળી,
કંઈ નથી એમાં ગૂંચવાવું છે.
 
ઊગવા દેવો ન હો દિવસને,
સૂર્યને ચન્દ્રમાં છૂપાવું છે.

હાથમાં હાથ દઈને નીકળીએ,
સ્પર્શની ગંગામાં નહાવું છે.
 
મૌનને આરપાર વીંધીને,
શૂન્યમાં જઈ અને સમાવું છે!

-સ્નેહા પટેલ.

ગઝલ

નિશામાં ક્યાંય પણ સગ નથી મળતાં,
જરૂર હો તો કદીયે લગ નથી મળતાં,

મિલન થાવું જ એ કાંઈ જરૂર થોડું?
બધાંને જિંદગીમાં ભગ નથી મળતાં,

અહીં આશા જનમ લે છે ઘણી તોયે,
જરાકે જો વધે એ ડગ નથી મળતાં,

હવેતો આ હ્ર્દય પણ રાહમાં થાક્યું,
અહીં જો એમનાં કો' વગ નથી મળતાં,

તમન્ના દિલ મહીં આખા જગતની છે,
અભાગા છે અમે એ જગ નથી મળતાં,

'અકલ્પિત' આ મહોબ્બત પણ ચઢે કેવી!
બહેકી જો ગયાં તો પગ નથી મળતાં.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

ગઝલ

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
– ‘ઘાયલ’

Monday 30 January 2017

ગઝલ

પ્રમાણીને પ્રણય ભાવો તમારી વાત કરવી છે,
દબાવીને હ્રદય ઘાવો તમારી વાત કરવી છે.

તમે આપી હતી મનની તરંગી લાગણી  સામે,
નભાવી સ્નેહનો.દાવો તમારી વાત કરવી છે.

હજું પણક્યાંબધુ પામીગયાનો ભેદ સમજાયો
ઇરાદામાં વફા લાવો તમારી વાત કરવી છે.

અમે જાણી ખતા સારી હ્રદય ઝંખે વફા તારી,
હવે ના ઔર તરસાવો તમારી વાત કરવી છે.

ધરી સામે ભલી સુરત બતાવી દો ખરી મુરત,
સહજ ભાવોને અપનાવો તમારી વાત કરવી છે.

ભળી છે લાગણી જ્યારે મળીછે આંખડી ત્યારે,
કરી દુરી ન અજમાવો તમારી વાત કરવી છે.

ઘડી કે બે ઘડી માસૂમ મળ્યાની વાત શું કરવી,
કશો હો રંજ ફરમાવો તમારી વાત કરવી છે.

                  માસૂમ મોડાસવી.

ગઝલ

હ્યદય,મન,લાગણી,સુખ ને અમારું જીવવા જેવું;
બધુ આપી દીધું છે આપને તો આપવા જેવું.

હવે નીરખી જ લેવા દો તમારો આજ આ ચ્હેરો;
ઘણાં વર્ષો પછી પુસ્તક મળ્યું છે વાંચવા જેવું.

નવી શરૂઆત કરવી'તી પ્રણયમાં એટલા માટે;
હ્યદય પર કોતરી લીધું હતું મેં શ્રી સવા જેવું.

હવે તારા નયનમાં કૈફ જોવા પણ નથી મળતો;
હવે કોઈ જ કારણ ક્યાં રહ્યું છે ચાહવા જેવું.

મટાડી દેતી ઘાવોને જરા બસ ફૂંકમાં 'પ્રત્યક્ષ';
હશે માતાની એ એક ફૂંકની અંદર દવા જેવું.

રવિ દવે 'પ્રત્યક્ષ'

ગઝલ

નાચું ગાઉં કે લખી નાખું એકાદ કવિતા    
આ બધીજ દિમાગની મીઠી ખંજવાળ છે

નથી કોઈ જ દેખીતો સીધો ફાયદો જ્યાં
તોય આ અનોખી ખુશીની ટંકશાળ છે

આમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ
ને શબ્દો સંગ ભાવની કેવી ઘટમાળ છે
      
ભવનમાં પ્રવેશ થયા પછી શું કરશો ?
આ શબ્દો તો શૂન્યની મૌન પરસાળ છે     

વિસ્તાર ખાલીપાનો શબ્દોમાં થયા પછી
કેવો સંસ્મરણો નો સ્વાદિષ્ટ રસથાળ છે 

ચરણ ભલેને હોય મારા આ ધરતી ઉપર
ને આકાશની પેલે પાર મારો વિસ્તાર છે

મૂળ વાત છે "પરમ" સાથેના ઘરોબાની
તો જ ભાવથી આ "પાગલ" શબ્દવહેવાર છે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

અછાંદસ

ગઝલ

*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*

ઈશ્વર સાથે ઈટ્ટા-કીટ્ટા જામ્યું નહીં 'લ્યા,
વાતે વાતે શ્રીફળ-છૂટ્ટા જામ્યું નહીં 'લ્યા !

જન્મારો આખોયે ઝૂરી-ઝૂરી કાઢ્યો,
મળવા-ટાણે ફાટે ચિઠ્ઠા ? જામ્યું નહીં 'લ્યા.

જોખી જોખી જખ્મો ટીડા જોષી આપે,
અફવાના ધમધમતા પીઠા, જામ્યું નહીં 'લ્યા.

જાણી બૂઝી તારે માટે ઝેર પચાવ્યું,
તારા ખ્યાલો તો યે મીઠઠા, જામ્યું નહીં 'લ્યા !

લખવા બેસું ત્યારે તારી શ્રદ્ધા ચિતરું,
બાકી સઘળું લીટે-લીટ્ટા, જામ્યું નહીં 'લ્યા.

*આલાપ*

ગઝલ

આજ પૂછું છું તને હું કારણો તું બોલ મૌલા,
મૂક બાજુ છોડ ધારા ધોરણો તું બોલ મૌલા.

છો હ્ર્દય ધીમું ધબકતું, મેં ધરી છે નેક છાતી,
માપવા છે કૈક જગના તારણો તું બોલ મૌલા.

પીઠ ખુલ્લી રાખતો'તો ઘાવ ઊંડા જીરવાને,
તોય દીધા તે ઝેરના મારણો તું બોલ મૌલા.

પ્યારવાળી જિંદગીને જીવવી છે મન ભરીને,
કેમ આપ્યાંતા કફનના કામણો તું બોલ મૌલા.

ના મરું હું, મારવાનો પણ નથી તુંયે 'કજલ'ને,
શીદ દાટ્યાતા ક્બરના ભારણો તું બોલ મૌલા.

કશ્યપ લંગાળિયા "કજલ"

ગઝલ


વાહલી દીકરી સાંભળ ને :
આમ તો કાન મારા બિલકૂલ સારા છે ;  ફક્ત આવીને વાહલ થી આમળી જા ને

માથું મારું સહેજ પણ દુઃખતું નથી ; ફક્ત આવીને વહાલ થી પંપાળી જા ને

કેટલી ડાહ્યી થઇ ગઈ છે તું ; ફક્ત અચાનક આવીને જીદ્દી ધમાલ મચાવી જા ને

સાચ્ચું કહું છું તારો ખાલીપો મને સતાવતો નથી ; ફક્ત આવી ને તારી હાજરી નો કમાલ બતાવી જા ને

નજર ફરે છે ઘર ના દરેક ખાલી ખૂણા પર ; ફક્ત આવી ને દરેક ખૂણા સજાવી જા ને

હસતા હસતા અટકી જાય છે હોંઠો ના વણાંક ; ફક્ત આવી ને ખડખડાટ હસાવી જા ને

હવે ક્યા શક્ય છે તને પીઠ પર બેસાડી ને ફરવાનું ; ફક્ત આવી ને વાંસા પર કોમલ હાથ ફેરવી જા ને

દરેક પિતા નાં દિલ માં દીકરી માટે વિશિષ્ટ જગ્યા હોય છે ; ફક્ત આવી ને એ જગ્યા પર ડોક્યું કરી જા ને 

મારી આંખો માં કઈ ભીનાશ નથી ; ફક્ત આવી ને એ બાબત ની હાશ કરી જા ને !!

રચના

અછાંદસ

શું થાય?
આભમાં ચાંદ તારા ચમકે!
દિલના બાગ મહેકી ઉઠે,
જો તું હસે તો,
ખુલ્લી આંખે સ્વપ્નલોક
આંખ સામે તરવરે,
ચમકતો ચાંદ અદબથી ઝૂકે,
જો તું હસે તો.
પતઝડમાં વસંત ખીલે
ખુશી આવી હીંચકે ઝૂલે
જો તું હસે તો,
પ્રકૃતિની આ ઝીલમાં
આનંદના પદ્મ દીસે,
ચો તરફ તારી ખુશ્બુ
અનિલ પાથરે ,
જો તું હસે તો.
પણ વિચાર આવ્યો.....!
જો તું રડે તો !
તો..શું થાય???

-સંદીપ ભાટીયા(કવિ)

ગઝલ

હઝલ
.
આમ નઈતો તેમ શોધું,
ફ્રી મળે ક્યાં NET શોધું.
.
એકલો છું એટલે હું,
આજ રમવા GAME શોધું.
.
તું હર્દય માં બેઠી મારા,
તોય ઘરમાં કેમ શોધું.
.
નાગ ની સૌ પૂંછ જાલો
તો હું એની ફેણ શોધું.
.
Cat નો અવતાર છું હું,
પેટ ભરવા Rat શોધું.
.
ભાઈ તારો મારશે તો,
ભાગવાને GATE શોધું.
.
"મિત્ર" મારી સાથ છે પણ,
તોય કાં હું JEM શોધું?
.
રાકેશ રાઠોડ "મિત્ર"

ગીત

કે હે ... મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં

પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે હે ... મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે હે ...મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

અછાંદસ

હે માનવ!
હું અજર છું,
અમર છું,
અદ્રશ્ય છું,
નિરાકાર છું,
હું શક્ય છે ત્યાંથી તારાથી અલગ થઇ શકું છું,
તું કાન બંધ નહિ કરી શકે,
તું આંખ બંધ નહિ કરી શકે,
તું મોઢું બંધ નહિ કરી શકે,
તું શ્વાસોચ્છવાસ બંધ નહિ કરી શકે,
તું કુદરતી હાજતને કદી રોકી નહિ શકે,
તો તું જ કહે,
તું મને કેવી રીતે કેદ કરી શકે તારા શરીરમાં?
હું તારો પરમાત્વતત્વ છું જેનાથી તું જીવિત છે,
હું બીજું કંઈ નથી, તારો આત્મા છું.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

અછાંદસ

ગઝલ

એ વાતનું નથી કોઈ જ વિસ્મય;
આયનાને ય નથી મારો પરિચય.

મારા દિલની દશા એઓ જાણે છે;
એમને પણ છે ધબકતું એક હ્રદય.

એમની આંખોમાં ડૂબે મારો સૂરજ;
સવારે એ જ આંખોમાં થાય ઉદય.

ગયા એ રીતે જિંદગીમાંથી એઓ;
અટકી ગયો ત્યારથી મારો સમય.

સુરાહી તોડી નાંખ સાકી આજ તુ;
પિવાડવી દે મને તુ આંખોથી મય.

ખુદા પીવા દે મસ્જિદમાં આજ તુ;
ન તો થશે એથી કોઈ મોટો પ્રલય.

નથી કોઈ ડર મને એમ તો યાર;
બસ મને ખુદનો જ લાગે છે ભય.

કહેવાનું કહી શકતો નથી નટવર;
શું કહેવું છે એમને,છે એ પણ તય.

#નટવર
#સાકી

ગીત

આંબો મ્હોર્યો
સોળ વરસનો આંબો મ્હોર્યો લેલુંમ્બ બેઠી કેરી
કાચી પાકી વેડી લેશે ગયા જનમનો વેરી

આંબા ફરતે ઝીંકી દીધી જો કાંટાળી વાડ
રખોપાઓ રાત-દિવસનાં તોય રહે ના આડ
ફળિયા નળિયા તાકી રહેતા તાકી રહેતી શેરી
સોળ વરસનો આંબો મોહર્યો લેલુંમ્બ બેઠી કેરી

પથરા તાકે કેરીઓની દાંડલીનો સહવાસ
કેરીના મનમાં પણ જાગી શાખ થવાની આશ
આંબાની ડાળોએ ઊઠી ખટમીઠી રણભેરી
કાચી પાકી વેડી લેશે ગયા જનમનો  વેરી
-પ્રકાશ પરમાર

અછઅછા

કવિતા
વસંતના આગમન  નિમિતે

આવી વસંત.
વસંત ની પાળે બેસી ગીત કોયલનાં ગાઉં,  
ભમરા જેમ ગુંજન કરું ને પતંગિયાની પાંખોમાં પેસું 
ડાળી ડાળી ફૂલે ફૂલે ભ્રમણ કરતી જાઉં.   --------વસંત. 
ફૂપણ સાથે મસ્તી કરતી, 
ઉપર નીચે , નીચે ઉપર ગોળ ગોળ બસ ફર્યા કરતી, 
પાંદળાના પાલવ પર સુતી .--------- વસંત.
વીસ થયાં પૂરાં ને બેઠું એક્વીસમુ ,  નવું નવું ઉગે પાંદડું જોઇ લાગે વસમું વસમું,  
કઇ છે આ ભાષા બધું લાગે અઘરું અઘરું.    -------
વસંત.   
ચોપડા મુકયા કોરાણે આવે ભલે પરીક્ષા ,
વરસમાં તો ત્રણ ત્રણ આવે વસંત આવે એક,
નશે નશ ઉંનમેશ જગાવે કરાવે ઉઠબેસ.    ------
     વસંત------
            દિલીપ ઠકકર
            આદિપુર

ગઝલ

गज़ल

दुसरो के लिए खुद भी कभी जलना पडता है |
हसाने के लिये सबको, हमे ही रोना पडता है |

दूर हो जाये अगर सब साथ चलते राहगुजर,
अकेले है  तो अकेले  ही हमें  बस चलना पडता है |

वैसे ते सब चाहते है एक-दूजे को,
है चाहत दिलमें तो उसे  दिखाना पडता है |

नये फूल पत्तियॉ वसंत के पाना है उसे तो,
हरबार पतझरमें  उसे भी झरना पडता है |

पाना है अगर आँसमा के चाँद सितारे को,
हारे बिना 'नसीब' को आजमाना पडता है|

देवीदास अग्रावत 'नसीब'

અછાંદસ

આ પ્રકૃતિ કંઇક કહેવા માંગે છે મુજને,
આ કાન પાસેથી વહેતી હવાનો સુસવાટો,
આ ઝાડ પર ઉછળતાં પંછીઓનો કલરવ,
આ સમંદરની લહેરોનો શોર,
આ વરસાદમાં ઝૂમતો મોર,
કંઇક કહેવા માંગે છે મુજને,
આ પ્રકૃતિ કંઇક કહેવા માંગે છે મુજને,
આ ચાંદની રાત,
આ તારાની ચમકાટ,
આ ખિલેલાં ફૂલની સુગંધ,
આ ઉડતી ધૂળની ડમરી,
કંઇક કહેવા માંગે છે મુજને,
આ પ્રકૃતિ કંઇક કહેવા માંગે છે મુજને,
આ નદીઓની ખળખળ,
આ મૌસમની હલચલ,
આ પર્વતની ચોટીઓ,
આ ઝરણાંની સીટીઓ,
કંઇક કહેવા માંગે છે મુજને,
આ પ્રકૃતિ કંઇક કહેવા માંગે છે મુજને....!!

-  પંકજ ગોસ્વામી

ગીત

જીવનમાં હોય દિવસ ને રાત
રાત ગુજારી નાખો.
અદબ અલગારી રાખો.

નીરવતા મનમાં, નયનોમાં કરે પિશાચી પ્યાર,
અંધકારનો પાગલ હાથી, ઘસે આર ને પાર :
જરા હુશિયારી રાખો – રાત ગુજારી નાખો.

ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.

શિલ્પી ચાહે છે પ્રતિમાને, પણ પૂજે હથિયાર
રાત કહે જે સપનાં તેને દિન આપે આકાર
ધરમને ધારી રાખો – રાત ગુજારી નાખો.

વનની વાટે મજલ દિવસના, રણની વાટે રાત,
માલિકનો રસ્તો છે બંદા ! માલિકની જ મિરાત
સફરને જારી રાખો – રાત ગુજારી નાખો.
-વેણીભાઈ પુરોહિત