Tuesday 31 January 2017

ગઝલ

શ્રી ભરતભાઈ ભટ્ટની પંક્તિ પરથી તરહી રચના

"તરુને ફકત પ્રશ્ન એ થાય છે,
હજી કઇ તરફ આ નદી જાય છે"

સિતારા ગગનમાં ન ટંકાય છે,
અકથ લાગણી પણ ન અંકાય છે,

સતત આ નજર છે ગગન પર હવે,
સિતારો ખર્યે,આશ બંધાય છે,

સનમ બે કદમ સાથમાં જો ભરે,
કિનારે રહી ,રાહ લંબાય છે,

નથી કો' ફુટી હસ્તરેખા નવી,
હતી જે તૂટેલી એ સંધાય છે,

ખરે પર્ણ જો વૃક્ષ પરથી નીચે,
દરદ રક્તભીનું ન ગંઠાય છે,

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment