Tuesday 31 January 2017

અછાંદસ

-: તારા વગર:-

ભેજભર્યા  અવાવરુ
ઓરડાના ખુલ્લા કમાડ
ને ભાંગી તૂટી બારીઓ
કંઈક કહે છે
ખૂણામાં લટકતા જાળા,
અરીસાની તૂટેલી કિનાર,
ફર્શ પર પડેલી મેલી ધૂળ
આપસમાં વાતો કરે છે
એકાંકી વિતેલી ઠંડી રાત
બંધ ઘડિયાળના પેંડલને
ધક્કો મારી ,
ચૂપચાપ સરકતા સમયને
ચિત્કારી ઉઠવા મજબૂર કરે છે
ખોવાયેલી મિત્રતા
ને સાથ છોડી ગયેલ
સાચ્ચો પ્રેમ..... મારા
તૂટેલા સપના સાથે મળીને
દૂર ઊભા હસે છે, મારા પર .....
આખી રાતના ઉજાગરા પછી
પરોઢની ઠંડી હવા ને એમાય તારા મઘમઘતા વિચારો
આવીને  પાછા જતા રહે છે
મળ્યા કે રોકાયા વગર ,
બિલકુલ તારી જેમ. ...

હેમશીલા માહેશ્વરી "શીલ"

No comments:

Post a Comment