Tuesday 28 February 2017

ગઝલ

થીજેલો છે બરફ ને તપ્ત તું અંગાર છે,
હોડીને ડૂબાડનારો પાણીનો અવતાર છે.

તું જ છે આકાશમાં ને તું જ છે પાતાળમાં,
જાણી લે કે તું જ તારો કામનો કરનાર છે.

શેઠિયો તું, વેઠિયો તું, તું સૂતો; તું જાગતો,
સર્વ ક્ષણમાં ગુપ્ત રીતે તારો તો સંચાર છે.

સાચ કહો કે જૂઠ કહો; પાપ કહો કે પુણ્ય કહો;
સ્વર્ગ ને આ નર્ક પણ શબ્દનો સંસાર છે.

નાનપણથી કોક આ ‘ઈર્શાદ’ને સમજાવને,
ક્યાંક ગુણાકાર તો ક્યાંક ભાગાકાર છે

ચિનુ મોદી

ગઝલ

*જિંદગી *

કાં! સતાવે મને જિંદગી,
કાં! હરાવે  મને જિંદગી.

આગ ચાંપી ઘણાં તાપશે,
કાં! ધખાવે મને જિંદગી.

ખેલ થોડાં રમાડી જુઓ,
કાં!,નચાવે મને જિંદગી.

દુઃખ આપી ઘણાં કાંધ પર,
કાં! નમાવે મને જિંદગી 

મોત મળતું પળે પળ અહીં,
કાં! ડરાવે મને જિંદગી .

સ્નેહનો તાંતણો બાંધવા,
ના,મનાવે મને જિંદગી.

આંખમાં આંસુ ભર્યા હરિ,
ના,હસાવે મને જિંદગી.

આપશે એ મને ઘાવ પણ,
ના,અપાવે મને જિંદગી. 

જો, 'ફિઝા' હોય તો પણ અહીં,
ના,સજાવે મને જિંદગી.

કાજલ કાંજિયા 'ફિઝા'

ગઝલ

જ્યાં સુધી આ જીવ અંદર શ્વાસ છે.
તારા ઉપર ત્યાં સુધી વિશ્વાસ છે.

જ્યાં નજર તારી કદીએ ના પડી,
એ જ જગ્યાએ પ્રભુનો વાસ છે.

દિલમાંથી યાદ તારી કાઢવા,
આંખમાં વરસાદ બારેમાસ છે.

માર્ક ઓછા આવવાથી એ મર્યો,
એ હજુ જીવે છે જે નાપાસ છે.

- વિપુલ અમરાવ

ગઝલ

સતત થતા શ્વાસોના આવાગમનમાં
ઊઠે છે પ્રશ્ન  સતત એક મનમાં

બધું પામી લેવાની જિજીવિષામાં;
ખરેખર શું મેળવ્યું છે મેં જીવનમાં ?

હોય માપદંડ તો નક્કી પણ થાય,
મજા મરણમાં છે કે આ જીવનમાં !

આખી જિંદગી જીવવાની માટે જ
ગુમાવી બેઠો, જે મજા  છે ક્ષણમાં

સાવ ખુલ્લી  આંખે જુવે છે સપનાઓ,
મશગૂલ છે જીવ કેવી કલ્પનાઓમાં !
હિમાંશુ
૨૮.૨.૧૭

ગઝલ

સાવ ભૂલી જાવું તારે મન સહજ છે,
રોજ યાદોમાં રહેવું મુજ સમજ છે.

છે શું કાશીને શું આ મક્કા મદીના?
તુજ ગલીની આ સફર મારી તો હજ છે.

ચાંદની આપે દિલાસો રાતે નભને,
કે  તમારી પાંપણે પોઢયો સુરજ છે.

મેઘ ધનુ એ ચિતરે મનમાં ગીત થઈને,
હોઠ પર તારી જે વાસંતી તરજ છે.

સ્પર્શ તારો પામવા માથે ચડાવી,
તુજ ચરણની કંકુવરણી લાલ રજ છે..

શૈલેષ પંડ્યા...

અછાંદસ

ये आरजू है के
तेरी गोदमें सर रखके
चांदतारे देखुं,
और तुं हाथ फेरे जेसे
सुबह तपाने के बाद ये
रातको जो हवा ठंकसे सेहलाती वेसे...

ये आरजू है....
बस तुझे देखे बस देखते रहे
जेसे कोई चातक पेहली बरसात
की पेहली बुंद देखे......

ये आरजू हैं
तेरी झुलफसे सुरज को हराके
सुबह को शाम करुं
जेसे घटां छाती हैं.......

ये आरजू हैं
में भी हुं ये दुनिया भी हैं,
पर नहीं है तो बस तुं

पर अभी भी ये आरजू हैं....

पागल कोईन्तियाल्वि

ગઝલ

એક તરફ જૂઠી
દુનિયાદારી કી બાત
ઔર દુસરી તરફ
દિલકા જુનુન ઔર જજ્બાત

ઘૂંટ ઘૂંટ કે જીના હૈ
ક્યાં યહી હૈ ઇશ્ક કે હાલાત
ઉમ્મીદ કી કલી ન જાને
કબ બનેગી ફુલ કી જાત

જિંદગી પુરી રહી હૈ
અપની તો  પ્રીતકી પતઝડ
ન જાને હોગી કબ
બસંતકે બહારકી બરસાત

તુમકો ચાહનેકી ગુસ્તાખી
ન કર શકે વો અભાગા હૈ
ન જાને કિસકે ફલક એ દિલકા
તુમ હો એક રોશન મહેતાબ

હમ તો ગુજાર દેંગે "પરમ"
જિંદગી બનકર "પાગલ"
ઉમ્રભર તરસ્તે હી રહેંગે
તેરે ભીતર કા શબાબ

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

ગઝલ

નામ હોઠ પર...

નામ હોઠ પર સખી તારું રાખી,
ગુંથણી હું, રોજ શ્વાસની કરું છું.

રાત ભલે ઘોર અંધારી હોય,
દીવો હું, તારા નામનો કરું છું.

રસ્તાે ભલે મળે કે ના મળે,
સરનામું હું,તારું પૂછયા કરું છું.

સ્મરણ તારું હાથમાં રાખી,
આંખોથી હું,ભીંજવયા કરું છું.

રુબરૂમાં જે ના કહી શકું તને,
વાત અે હું,ગજલમાં રજુ કરું છું.

   પિયુષ _મધુકર...

૨ અછાંદસ

ડેલી  ની  કરડાતી  અવાજ
સાથે   સૉકળ ની
           ખડ-ખડ  થતી અવાજ..
          સુંદર, સ્વચ્છ  ફળિયું
ફળિયા માં પડેલ
           ખાટલો    નેં   ખુણે
      થતા  ઘમ્મર  છાસ
         ના  વલોણા...
  ભામ્ભરતી  ભેંસો  ને...
         વૃક્ષ  પર   બેઠેલી
કોયલ નું મીઠુ
          સંગીત...  ફળિયા ની
  ઓસરી મા કિચુંડ-કિચુંડ
          કરતી    હીંચકા ની    અવાજ...  હીંચકે હીચકતા
         વૃદ્ધ દંપતી ની
આંખો નોઁ. તારો....
          ઓરડા ની અંદર
   રહેલી, ઘૂમટૉ તાણી
        હાથ મા સિંદૂર ની
ડબ્બી લઇ.... મીઠુ મલકતી
        જીવતર મા રહેલી...
  અધુરી ઇચ્છા ઓ ના...
       શમણાં...
અચાનક   સુસવાટા ...
    સાથે.....  તુફાની  આંધી
દરવાજા  ના
           એક    જોરદાર
     ધકકે....
            નંદવાયેલી   કાંચ ની

ચુંડીંયો  ને ...હાથ મા
         રહેલ  સિંદુર....
ઓરડા મા.... ચારે કોર
      વેરણ-છેરણ...
ડેલી   એ   ઉભેલો
      નોઁ .. જવાન...
શહીદ    થયેલા
      મિત્ર નો સંદેશ...
   પાંપણ  ની જાલર
         પર થી     સરી પડેલ
     અશ્રુ ઓ નો છવાયેલો....
   ........ધોધ....અને....
           ચોમેર   સન્નાટો....

              :-મનિષા હાથી

હસ્તમેળાપ🌙......
    સોનેરી સાંજ ને                                                          ....         અવસર  રુડો
     વસંત ઋતુ ની
            ખિલેલિ સંધ્યા...
   આથમતા રવિ નો
             અદ્દભૂત નજારો
   સફેદ પાનેતર મા..
              સજ઼ેલ વાદળો
    ને કેસરિયા રંગ ની
                ચૂંદડી...
    સરતાજ પહેરી ને
                ઉભી પર્વતો ની
      હારમાળા...
    ખળ-ખળ વહેતી
                નદી જાણે
     લગ્ન મંડપ મા
                  વાગતી શરણાઇ
   ઘૂઘવતા દરિયા જાણે
         મૃદંગ-પખાવજ નો નાદ
   વટ-વૃક્ષ મહી
             બિરાજમાન પક્ષી ઓ
   નો.....કલરવ
          જાણે...
    લગ્ન ગીતો ની  જામેલી
           મહેફિલ...
   ગાયો ના પાછા
            ફરતા ધણ ને
    ગૌધુલિ વેલા નો સમય
......મંદિરો મા વાગી
            રહેલા શંખનાદ ને
     ઘંટારવ  નો સાથ
              અદ્દભૂત સર્જાયું
   અલૌકિક વાતાવરણ...
        દિવસ ને રાત ના
   સ્નેહમિલન ની
       છે.... આ ....વાત..
આ તો. છે  બન્ને ના
      હસ્તમેળાપ ની વાત....
......✍🏽:-મનિષા હાથી

૩ ગઝલ

હોઠ પર હોઠ મૂકી પ્રીત ના થાય ,
પ્રેમ માં કૈં આવા દિવસો ની ઉજવણી નો થાય ..

આજે હગ કાલે મિસ ને પછી કિસ કરવાનું ,
આવા દિવસોની ગોઠવણી આપડા થી ના થાય ..

પહેલા પ્રપોઝ ને પછી કેમ  બ્રેકઅપ કરવાનું ...?
અનંત આબધુ અપડાથી નાય થાય ..

હોઠ પર હોઠ મૂકી પ્રીત ના થાય ,
પ્રેમ માં કૈં આવા દિવસો ની ઉજવણી નો થાય ..

ધર્મેશ વેકરીયા "અનંત"

દિલ માં આનંદ બહુ ઉપજાવીયા ,
હૈયે રંગ કૈંક પુરાવિયા .

ચંદન થી હૃદય લીપાવીયા ,
આંખોથી ઘાયલ થઇ આવિયા .

અનંત હીરા મોતી એ વધાવિયા ,
ગોરી પાછી તમને દિલ માં પધરાવિયા

ધર્મેશ વેકરીયા "અનંત"

ભુલ અમારિજ હશે કે તને ચાહિ બેઠા ,
હદ થી પણ વધારે તને જ ચાહિ બેઠા .

કેટલું સહજતા થી નામ લૂછી કાઢ્યું ,
અમેતો તેને દિલમા કંઙારી બેઠા .

એતો ચાલી ગઇ વરસી માવઠા જેમ ,
અમે અમારા ચમન મા મહેકાવી બેઠા .

"અનંત" શું ખબર..? થશે કંઇ આવુ ,
અમે તો ફોગટ એના પ્રેમ મા જઇ બેઠા .

ધર્મેશ વેકરીયા "અનંત"
28-02-017
9377806161

ગઝલ

પ્રભુ પાસે મેં વસવા કાજ બસ તારી નજર માંગી,
જીવન ભર ના મળે તો ચાલશે એકજ પ્રહર માંગી.
.
હતી તારી સખીયો જ્યાં મને ત્યાં તું ન દેખાણી,
ગયો તારી સખી પાસે અને તારી ખબર માંગી.
.
મને તું ખુશ થઈને માંગવાનું ના કદી કહેતી,
ફસાસે તું જ મેં તુજને જ તુજથી જો અગર માંગી.
.
હવેતો આપણે બે એક અને થાશું હવે બેચાર,
રહે સંસાર ભરપૂર પ્રેમથી એવી અસર માંગી.
.
રૂપાના પારણે ઝૂલતો શિશુ દાદી તને બોલે,
મહોબતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માંગી.
.
રાકેશ રાઠોડ "મિત્ર"

ગઝલ

સંગને પામી ગયાનો કૈફ છે,
ભાવને સાધી ગયાનો કૈફ છે.

ધુળને ધોયા કરી કાયમ ભલે,
ખોજમાં લાગી ગયાનો કૈફ છે.

બે ઘડીની મૌજ ખાતર એમને,
જીવને હારી ગયા નો કૈફ છે.

હર કસોટીમાં તમારીપાર થઇ,
જાતને  તારી  ગયા નો કૈફ છે.

સાથની દુરી વટાવી બે કદમ,
પાસમાં આવી ગયાનો કૈફ છે.

રાહમાં તન્હા હતા માસૂમ હવે,
ફાસલો ખાળી ગયાનો કૈફ છે.

            માસૂમ મોડાસવી.

ગઝલ

મને એ ગમે છે,
હ્રદયમાં રહે છે.

જમાડી મને તે,
પછી તો જમે છે.

નયન એટલે તો,
ખુશીમાં વહે છે.

દિલે પ્રેમ એનાં,
છતાં ક્યાં કહે છે?

કદમ એ વિચારી-
વિચારી ભરે છે.

પડે ડૂબવાં જે,
અહીં તે તરે છે.

ગમે એટલે તો,
હસીને નમે છે.

        રત્નેશ અલગોતર "નિરાશ"

ગઝલ

આંખો  નો  સંવાદ  ટકાટક,
વણ થંભ્યો વરસાદ ટકાટક.

યુવાનીના   કોમળ    ડગલે,
સપનાનો   વિવાદ   ટકાટક.

પાંપણ   કેરા  કાંઠે  મળતી,
આંસુઓની   દાદ   ટકાટક.

ફૂલો  ખીલી   બોલી   ઉઠે,
પતઝડની  એ યાદ ટાકાટક.

મોસમનું   સામૈયું    કરતો,
કોયલનો  એ  સાદ  ટકાટક.

હાર્દ

ગઝલ

પેલો મફતિયું ખાય, તને કેટલાં ટકા?
એ નાતરેય જાય, તને કેટલાં ટકા?

વરસો ઉડ્યા કર્યું થઇ કાળી કબૂતરી
કાબર સફેદ થાય!, તને કેટલાં ટકા?

સંસદ મહીનુ ડોબુ નવું ઉગતું ચણ ચરે,
વાનર ગુલાટુ ખાય, તને કેટલાં ટકા?

તે ક્યાં સુધી ભ્રમર સ્વ કળીને ચુસ્યા કરે!
ગોબર ભરી ધરાય ,તને કેટલાં ટકા?

દુઃખી હતા શહીદ બની આજ પૂતળાં,
કીડી બધે ભરાય ! તને કેટલાં ટકા?

-શીતલ ગઢવી"શગ"

ગઝલ

થાય   છે   જોઇને   તને   કે ,   જાણે    જોયા   જ   કરુંં  ,
આંખોના    દરિયામાં    તારા ,   આમ   ડૂબ્યા   જ    કરું  .

કેવો   મળ્યો   છે ,   સરસ    મજાનો    પ્રેમ    મને     તારો ,
કાફી    છે , મળ્યો    છે   જે    ખજાનો   ચાહતનો    તારો ,
બાકીનું   છે   બધું    તે   પછી ,  ભલેને   ખોયા   જ    કરુંં  .
આંખોનાં    દરિયામાં    તારા ,   આમ     ડૂબ્યા   જ    કરું .

લપાઓ   છો     કેવાં   તમે   ,   રોજ     બાથમાં   અમારી ,
જાય   છે   દિવસો   પણ   કેવા ,  સરસ   સાથમાં   તમારી  ,
જૂનું    કરીને    યાદ   પછી ,   શા   માટે    રોયા   જ    કરું  .
આંખોનાં     દરિયામાં     તારા ,   આમ    ડૂબ્યા   જ    કરુંં 

મળ્યો    છે   પ્રેમ   તમારો   ને   મળી  છે   ખુશીઓ   કેવી  ,
રોજ     આમ     જ     લહેરાતા    તમારા   પાલવ   જેવી ,
હવે   તો   લગાડીને   ગળે   એને ,  આમ   ફર્યા   જ    કરુંં  .
આંખોના    દરિયામાં     તારા ,   આમ    ડૂબ્યા    જ    કરું  .

જોઇ    છે   ઘણી   વાટ ,   ત્યારે   મળ્યું   છે   આ    ટાણું  ,
લાગે  છે   સ્વપ્ન  સરીખું ,   'જશ'   મિલન   આ   આપણું ,
છોડી   બધું ,  મીઠાં  સ્વપ્નોમાં  રોજ  આમ  સર્યા  જ   કરુંં  .
આંખોના     દરિયામાં    તારા ,    આમ    ડૂબ્યા    જ    કરુંં  .

થાય    છે   જોઇને    તને    કે ,   જાણે   જોયા   જ    કરુંં  ,
આંખોના     દરિયામાં    તારા ,   આમ    ડૂબ્યા    જ    કરુંં  .

                            જશુ  પટેલ
                          ૨૮-૦૨-૨૦૧૭
                             યુ.એસ.એ.

ગઝલ

તું ચઢે જિદ્દે ન ગમતું દીકરા
માર ખા પીઠે ન ગમતું દીકરા

ભાવતું માખણ તને લાલા ખરું
હોય નહિ છીંકે ન ગમતું દીકરા

તું ભણીને  નામ કર  તારું મગર
તું ભણે બીકે ન ગમતું દીકરા

કેટલું સાલસ્ય ભરેલું ? ઉઠ હવે
માનતો  ધીંકે  ન ગમતું દીકરા

બસ હજૂ  તો અવતર્યો ને આમ તું
આંખને મીંચે ન ગમતું દીકરા

garvi

ગઝલ

એક ડગલું હું આગળ ચાલું, તું થોડો પ્રતિસાદ દે,
સાંજ આ ઢળવા લાગી જો, ના તું થોડો વિષાદ દે
જીવનરથ ને સ્થિર હંકારવો, અઘરૂં થોડું કામ છે,
નિરસતા ની નિસરણી પકડી ના થોડો અવસાદ દે
સંસારસાગરમાં જીવનનૈયા હાલકડોલક થાય બધાની
પ્રેમ ની પતવાર લઈને મીઠો થોડો પ્રસાદ દે
આછી ઉદાસી મનના માળે,  ચાહે એ કલશોર મજાનો
બે ઘડી આવીને છલકી,  તું થોડો વરસાદ દે.
સાત સૂરોની આપી સંગત ચાલ દૈ થોડો તાલ,
સા,રે,ગ,મ,પ,ધ..હું છેડું તું થોડો નિષાદ દે.
          જિજ્ઞાસા છાયા ઓઝા

ગઝલ

આખરે પહોંચ્યા એ છેલ્લે સરનામે
ફરી એક સ્વજન ગયા સ્મશાને

શું કામ આખ્ખું જીવન મથ્યા'તા એ
આજે કાંઈ હાથમાં નહોતું કાંઈ નામે

જે રહેતા હતા બધા સાથે એમની
ભૂલીને એમને લાગ્યા રોજિંદા કામે

આંખો ઉઘાડવાનો છે દિવસ આજનો
મોત ક્યારે ખબર આપણો વારો લાવે

બધા સાથે રાખો સંબંધો સારા
ખબર નથી છેલ્લે કોના જવાનું કાંધે
હિમાંશુ
૨૮.૦૨.૧૭

અછાંદસ

*અછાંદસ*

*શીર્ષક -સાંજ*
દરિયાકિનારે સાંજના સથવારે,
સુર્યાસ્તની સાક્ષીએ.
તું હું મટીને આપણે બનીએ,
જીવનની એ ક્ષણ, ચિરસ્મરણિય હોય.
ભીની રેતમાં તારા પદચિહન સાથે,
વિલિન થતાં મારા પદચિહન હોય.
દરિયામાં ઉઠતા તરંગોની સાથે,
મનના તરંગનો સંયોગ હોય.
ઋજુ તારી હથેળીમાં,
હળવેથી અ સપર્શ હોય.
તારા કપોળ પરના પ્રસ્વેદબિંદુ,
તારા કેશની છુટી પડેલ લટ.
તારી પલકોનું ઢળવું,
હોઠો પર સજેલ મંદ હાસ્ય.
એ નજરથી નજરનો સંવાદ,
યાદોમાં કૈદએ દ્રશ્ય.
બસ તારી સંગ એવીજ સાંજ હોય.
"કાજલ" કહે એક નહિં અનેક હોય.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
28/02/17

ગઝલ

ઠોકર વાગશે સમજણ આવશે તને?
જીવનમાં સાચની પરખ  લાવશે તને.

સખાની ખોટ, જીવનમાં સુનકાર વ્યાપશે.
મહેફિલમાં એકલતા ત્યારે સાલશે તને.

ધ્યેય જીવનનું નક્કી કર,ચાલ મંજિલ તરફ,
હવેતો જીતવાની ટેવ પાડવી ફાવશે તને?

સફળતા કદમ ચુંમશે,જગ વાહવાહી કરશે,
સાથ તારો પામવા સૌ આગળ લાવશે તને.

"કાજલ" અહિં સૌ સ્વાર્થના જ સગા,
માથે ચડાવશેને,કામ પત્યે લાત મારશે તને.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
28/02/17

ગઝલ

તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી લેવા દે.
તારી આંખો માં મને મારી તસ્વીર જોઇ લેવા દે.

તારી બાંહો માં મને આમ સમાઇ જવા દે.
તારા અધરો થી મારા અધરો મિલન થઇ જવા દે.

ઉર માં  તારુ નામ છુપાયુ તે લઇ લેવા દે.
સપના રોજ કનડે,પ્રેમ  મને કરી લેવા દે.

મુલાકાતો આપણી રોજ થઇ જવા દે.
કયારેક હસ્ત માં હસ્ત લઇ  ફરવા દે.

દાદાગીરી લાગે તને મારો પ્રેમ તો કરી લેવા દે.
'કાજલ'  ને તારી બની હવે જીવી લેવા દે.

તારા હ્રદય માં  હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે.
મને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે.

  - કિરણ  પિયુષ શાહ
    31/08/16

ગઝલ

તું મગજ કાં ખાય છે બેકારમાં
થા અહીંથી ચાલતો અત્યારમાં
નાક જેવું હોય તો સાંભળ હવે
સાધુવેડા છોડ રહે સંસારમાં
ભાવતો  ભગવો નકામો લાગશે
થાય નીચાજોણું  પણ પળવારમાં
ભૂખ ભૂંડી ને નમાલી નીંદરું
થઇ જશે હો દિવસો જો કારમાં
આંખ જેવી આંખ શું કોરી રહે?
રોજ એ ભીંજાય છે તકરારમાં
તણખલાનો પણ તરાપો થાય હોં
ડૂબતાં હો વહાણ જો મઝધારમાં
ગરવી

ગઝલ

ઈશ્વર કેવો ઝટકો આપે,
જીવન નામે કટકો આપે.

મેં  શું  કર્યાં  પાપો  એવા,
મનમાં મનમાં ખટકો આપે.

ધરતો બેઠો હું છાતીને,
પીઠે ઘાનો ચટકો આપે.

છછરું પાણી, હોડી ડૂબી,
તરવાને એ સટકો આપે.

હાંફી પડ્યા છેલ્લા શ્વાસો,
નભથી હાસ્યો મટકો આપે.

કશ્યપ લંગાળિયા "કજલ"

અછાંદસ

🍇 *ગુલામી એ સમર્પણ નથી..*

પ્રાર્થના એ ગુલામી નથી...કે,
એનો સ્વીકાર ફરજીયાત કરવો પડે  !
તૃપ્તિ અનુભવાય એવો..
સ્વાદ એમાં હોવો જોઈએ..!

પાણી થીજ લિલાછમ્મ બનતા  વૃક્ષને
પાણી આપણે સીધું વૃક્ષને નહીં.. ,
જમીન પર સિઁચીએ છીએ...!
વૃક્ષને ભાવે તો પીવે!    એટલીઆઝાદી .. ..
એને વણકહી રીતે હોય છે...!
અને.. પરિણામ..! બધા જ વૃક્ષો એને
હોંશે હોંશે પીતા હોય છે ! ' ને
ક્યારેક થતી એની ગેરહાજરી થી..
વૃક્ષ ઉદાસ થઈ જતું હોય છે..!

સંસ્કારસિંચન પણ સહજતા ના                           સ્વરૂપે  હોવું  જોઈએ !
" સંસ્કાર" એ તરસ ની તૃપ્તિ બને ,
તો  ખરૂં  ! બાકી," નિયમિત કસરત"
...એ નૃત્ય ગણાય નહીં...!
ઉમંગ ની અભિવ્યક્તિ વિનાનું..
અણીશુદ્ધ આકારોનું નૃત્ય ..
ભાષા બનતું નથી  !  ને નૃત્ય ..
મૂંગુ  હોતું નથી ..! એ મૌનની ભાષામા
હોય છે..! એ ભાષા , કાનથી  નહીં..
આંખથી ભીતરે ઉતરે છે...!!
                        -  સુરેશ પારેખ

ગઝલ

Deepak Rahish

સમય ની સાથે વાતો કરતા સમય વળી બદલાય છે
સમયની આ વાતો કરી વળી સમય ખોટો બગાડે છે

પામ્યો તુજને એજ સમયે સમય વળી હરખાય છે
પામ્યા વગરની વાતો કરી સમય ખોટો બગાડે છે

તુજ મિલનની શોભિત ઘડી હૈયું વળી હરખાય છે
વિદાયની વેળા ધરીને સમય ખોટો બગાડે છે

નથી જાન મડદાં માં એ જોઈ "રહીશ" ઘેલો થાય છે
સગાઓ ની વાત જોઈ સમય ખોટો બગાડે છે.

*દીપક સોલંકી "રહીશ"*

ગઝલ

બે દિલોના સંબધોમાં, તાર હોવો જોઈએ
લાગણીઓને ય થોડો, માર હોવો જોઈએ

સાગરોની ખેડ કરતાં, આટલું જાણ્યું ખરું
જીવતાને તો કિનારે, વાર હોવો જોઈએ

રાત આખી જાગતા પણ, વાત ફોગટ તો કરે
અંતમાં થોડોક તો, સાર હોવો જોઈએ

એકલા હાથે હવેતો, થાકયો હું એ ફરી
લો જનાજો આજ કંધે, ચાર હોવો જોઈએ

પ્રેમથી ભેગા મળીને, સાંભળે છે સૌ ગઝલ
શેર તારો આજ દિલની, પાર હોવો જોઈએ

ઇશ
સતીષ નાકરાણી
સાવર કુંડલા

ગઝલ

થાય છે બધું છોડી છાંડી પળી જાઉ
કેટલી આધિવ્યાધિને ગુંજે ભર્યા કરું

રોજેરોજ સુખદુખના દાખલા ગણું
ને પાપપુણ્યના હિસાબ કિતાબ રાખું

જોઇવિચારી ને રાતદિન બોલવું ચાલવું
ને ભેળા ઉઠતા બેસતા જીવવું મરવું

કદીમદી ગાંડોઘેલો વિચાર કરું
લાવ આ જ દ્વંદ્વો વચ્ચે ભિસાંઇ મરું

માના વ્યાસ

ગઝલ

*પલ |હૃદયનો સીધો અનુવાદ*

અમથે અમથું પગને કાં પંપાળ્યા કરશું ?
અમને સાલું એમ હતું કે ચાલ્યા કરશું.

રસ્તામાંથી રસ્તો, રસ્તે મબલખ ફાંટા,
રસ્તાનો પણ રસ્તો કાઢી મ્હાલ્યા કરશું.

મૂંઝાશે મન મ્હેંકી મ્હેંકી ત્યારે ખરશું,
હાલ અમે તો ફૂલ્યા કરશું- ફાલ્યા કરશું.

છો ને ઈશ્વર લાંબું લાંબું પેપર કાઢે,
ખાલીજગ્યા ભરશું - પ્રશ્નો ટાળ્યા કરશું.

પીંડે પીંડે તું એ જુદો - હું યે જુદો,
જૂદા-જૂદા ક્યાં સુધી મન વાળ્યા કરશું.

પીડાનાં પચરંગી વાઘા પ્હેરી ભીંતે-
ચિતરેલા દરવાજે મન ટીંગાળ્યા કરશું.

જીવને સાલી ગરમી હાડોહાડ ચડી છે,
ભીતરની ભઠ્ઠીમાં *હું* ઓગાળ્યા કરશું.

*આલાપ*
#CM_Sarkaar

ગઝલ

गझ़ल

हुं  वृक्ष होत तोय  घणो  ऐम  स्थिर  होत
दोरी शकायो होत तो हुं पण लकीर होत

मारी पीडा विशेनी समज जो लगीर होत
हुं पण बधुं य  छोडी  दईने  फकीर  होत

मारामां होत कैंक ऐ  अवधूत -जोगीओ
गिरनारनी गुफाओ के हुं पोते गीर होत

पथ्थर-पहाड तोडीने  वहेवुं  मने  गमत
झरणां जेम मारी भीतर स्हेज नीर होत

चादरनी  जेम हुं य  वणातो रहेत तो
मारुं नसीब क्यां छे हवे हुं कबीर होत

.                 भरत भट्ट

ગઝલ

ઠાગા - ઠૈયા કરતો માણસ
ઝીણું - ઝીણું બળતો માણસ..

ધર્મો ને પંથોનાં નામે
અંદર અંદર લડતો માણસ

ભીતરનું   અજવાળું  છોડી
અંધારામાં  ફરતો  માણસ.

ભવસાગરમાં ઊંડે ઊંડે
તરણું લૈને તરતો માણસ

દુનિયા આખી શોધી નાખી
પોતાને કયાં જડતો માણસ ?

છેલ્લે તો બસ માટી માટી
ધીમે ધીમે ઠરતો માણસ

-'શબનમ' ખોજા

છંદ

सवैया सिंहावलोकन

करीये घट याद प्रभातन में मुख जापन में सुरता धरीये,
धरीये हीये ध्यान सदा भगवान भलो मन भाव सदा भरीये,
भरीये नह पाप के पंथ कदी पग मुख बैन कटु नह उचरीये,
चरीये रघुनाथ की गाथ सदा रस पान प्रभु भगती करीये.

        🙏🏻🌹 चमन गज्जर 🌹🙏🏻

ગઝલ

रोके हे मुजको फरज बडा देखलो जरा
थमसा  गया है वकत  मेरा देखलो जरा

सरपे  खड़ी है  गमकी घटा देखलो जरा
कैसे  निभावुं अपनी  वफा देखलो जरा

आके खडा फसल की तीजारत का मामला
मंदी का दौर भी  है अडा  देखलो  जरा

मिलने की लम्हे भरकी फुरसत नहीं मुजे
वकती सीतममें हु मे गीरा  देखलो जरा

लब  पे है  मेरे ये  दुवा  पाउ  निजात में
सरपे रहे  करम की  अता  देखलो जरा

कोशिश है गमसे मासूम रीहाइ नसीब हो
मिलता  रहुं  सभी से सदा  देखलो जरा।

              मासूम मोडासवी

ગઝલ

વાહ વાહ કરનાર કીરદાર મળી ગયા
મહેફિલ ને કોઈક સમજદાર મળી ગયા

માંગ્યો તો એક શેર અને આપી આખી ગઝલ
એવા આજે કવિ મિત્ર દિલદાર મળી ગયા

ખોટા ફુલો ના શહારે સદા જીવતા રહ્યા
આજે ફુલા ઘણા મહેકદાર મળી ગયા

ઘણા દર્દો નો ઈલાજ અમને મળી ગયો
આજે અમુક દર્દો પણ ચોટદાર મળી ગયા

જીવતો હતો સો.પિ એકલવાયું જીવન
આજે હ્રદય ને ચાલનારા સાથીદાર મળી ગયા

પિયુષ સોલંકી

ગઝલ

સંગને પામી ગયાનો કૈફ છે,
ભાવને સાધી ગયાનો કૈફ છે.

ધુળને ધોયા કરી કાયમ ભલે,
ખોજમાં લાગી ગયાનો કૈફ છે.

બે ઘડીની મૌજ ખાતર એમને,
જીવને હારી ગયા નો કૈફ છે.

હર કસોટીમાં તમારીપાર થઇ,
જાતને  તારી  ગયા નો કૈફ છે.

સાથની દુરી વટાવી બે કદમ,
પાસમાં આવી ગયાનો કૈફ છે.

રાહમાં તન્હા હતા માસૂમ હવે,
ફાસલો ખાળી ગયાનો કૈફ છે.

            માસૂમ મોડાસવી.

ગઝલ

ભળ્યાં આંસુ જળમાં; ખબર ક્યાં પડી છે !
ઘણીવાર નહિ તો, નદીઓ રડી છે !

અમે જિંદગીને મળી તેમ જીવ્યા,
તમે જીવવા યોજનાઓ ઘડી છે !

હું સન્માન લેવા ચડ્યો લાકડીથી,
તમે પીઠ મારી હવે થાબડી છે !

પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !

પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.

– ડૉ.કેતન કારિયા

ગઝલ

જાતની સાથે જરા વાંકું પડ્યું છે,
એક સપનું જ્યારથી પાછું પડ્યું છે;

હું પડ્યો છું એક ખૂણે એ જ રીતે,
જેમ આ ગઈ કાલનું છાપું પડ્યું છે!

'એકલો તું થઈ જવાનો સાવ, જોજે!'
તેં જતી વેળા કહ્યું, સાચું પડ્યું છે;

એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?
આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે!

કેટલી વરસ્યા કરે છે એકધારી!
આંખમાં આખું ય ચોમાસું પડ્યું છે?

લાશ દિકરાની ખભે ઊંચકી છે એણે;
આજ એને માથે આભ આખું પડ્યું છે!

: હિમલ પંડ્યા

અછાંદસ

##વૃક્ષ##

મારી આંખોમાં ઘૂસ્યા
રેતી સિમેન્ટ .
ઉભરાયો રેતદરિયો,
તણાતી તણાતી
લાગણીઓની લીલ
તપેલી બાલુની ઝાળમાં,
ભપકા સાથે બળતી,
સોયના નાકામાંથી
પસાર થતા દોરા જેમ વળ ખાતી,
ધૂળની સરિતા અનિલ સાથે
ઘસડાતી હડસેલાતી
મારા તરફ આવે,
ચારે તરફ
બેશુદ્ધ પડેલા
મારા અંગો પર
હડકાયા કૂતરાના બચકા
જેવા કુહાડીના કુંઠારા ઘા,
મારામાં જો રક્ત હોત તો
લાલચોળ ચાદરે ઢંકાતી
ધરતી.
મને બુઠ્ઠું જોઈ હસતી
દિશાઓ પણ પસ્તાશે
રેતની આંધી બધું
ભરખી જશે!

-સંદીપ ભાટીયા"કવિ"

ગઝલ

પેલો મફતિયું ખાય, તને કેટલાં ટકા?
એ નાતરેય જાય, તને કેટલાં ટકા?

વરસો ઉડ્યા કર્યું થઇ કાળી કબૂતરી
કાબર સફેદ થાય!, તને કેટલાં ટકા?

સંસદ મહીનુ ડોબુ નવું ઉગતું ચણ ચરે,
વાનર ગુલાટુ ખાય, તને કેટલાં ટકા?

તે ક્યાં સુધી ભ્રમર સ્વ કળીને ચુસ્યા કરે!
ગોબર ભરી ધરાય ,તને કેટલાં ટકા?

દુઃખી હતા શહીદ બની આજ પૂતળાં,
કીડી બધે ભરાય ! તને કેટલાં ટકા?

-શીતલ ગઢવી"શગ"