Tuesday 28 February 2017

અછાંદસ

##વૃક્ષ##

મારી આંખોમાં ઘૂસ્યા
રેતી સિમેન્ટ .
ઉભરાયો રેતદરિયો,
તણાતી તણાતી
લાગણીઓની લીલ
તપેલી બાલુની ઝાળમાં,
ભપકા સાથે બળતી,
સોયના નાકામાંથી
પસાર થતા દોરા જેમ વળ ખાતી,
ધૂળની સરિતા અનિલ સાથે
ઘસડાતી હડસેલાતી
મારા તરફ આવે,
ચારે તરફ
બેશુદ્ધ પડેલા
મારા અંગો પર
હડકાયા કૂતરાના બચકા
જેવા કુહાડીના કુંઠારા ઘા,
મારામાં જો રક્ત હોત તો
લાલચોળ ચાદરે ઢંકાતી
ધરતી.
મને બુઠ્ઠું જોઈ હસતી
દિશાઓ પણ પસ્તાશે
રેતની આંધી બધું
ભરખી જશે!

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment