Saturday 28 March 2020

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

નિજ ઘરમાં....

           ડૉ. ભાવેશ જેતપરિયા

ઘરથી છો, ઘર માટે છો, ઘરમાં છો ? સાચું કે'ને !
આજ રુડો ઘરનો અવસર આયો, તું ઘરમાં રે'ને !

ના ઘરની બહાર ધરાયો કે અંદર ઊતરીને રંગાયો,
પગલે પગલે ખચકાયો ગલીગલી પાછો વળી પછતાયો.
ગગરીમાં ના પ્રેમરસ છલકાયો, તું ઘરમાં રે'ને...

સાગર તરવા જોશભરી હોડીમાં છબછબિયાં કરિયા,
પલપલ ગુમાવી પાર જવાની હોંશે પરપોટાને ધરિયા;
ખેલ ખેલ્યા વરવા ના મોતી પાયો, તું ઘરમાં રે'ને...

લાંબી સડકો, ઊંચા ભવનો ખરી વસ્તુ ના વિચારી,
મંગળ ભોમથી દૂર નીકળવા ચાલ ધરી અણધારી.
અંગત રંગત મુકી બન્યો હડકાયો, તું ઘરમાં રે'ને...

સામા પૂરે યુદ્ધ કરી તળિયાં તોડ્યાં, ફોડ્યાં નભનાં પડિયાં,
આજ અસલીયત પરખાણી, એક જંતુ કેરા સગડ ના જડિયા.
ઘડકનનો પ્રાણ ના પકડી શકાયો, તું ઘરમાં રે'ને...

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Tuesday 24 March 2020

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

બધાએ બધાથી હવે તો ડરે છે.
બની મોત માથે કોરોના ભમે છે.

તમે કોઇને હાથ મિલાવશો નૈ,.
બધાં હાથ જોડી નમસ્તે કરે છે.

નથી બાગ શાળા કે મેદાનમાં પણ,.
બધાં બાળકો તો ઘરોમાં રમે છે.

નથી રિસ્ક લેવો કશો કોઇને પણ,.
હવે સૌને ઘરમાં રહેવું ગમે છે.

હવે ખેર તારી નથી ઓ કોરોના,.
જગત આજ ભેગું થઈ ને લડે છે.

જે વાળ્યા કદી કોઇનાથી ન વળતા,.
એ લોકો જ સાચે કમોતે મરે છે.

જો મેસેજ ખોટા કર્યા મોબાઇલથી,.
ભરો દંડ તગડો કોરોના કહે છે.

જો અફવા તમે સાવ ખોટી ચગાવી,.
તો આફત બધીએ તમારા ઘરે છે.

આ વિજ્ઞાનથી કામ ખોટું ન કરશો,.
અહીં જીવ સૌના ગળામાં ફરે છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Saturday 14 March 2020

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

હૃદય જે કહે એ પ્રથમ થઇ જશે.
હૃદયમાં વસેલું પરમ થઇ જશે.

જગતમાં હવેથી નિયમ થઇ જશે.
હવે પ્રેમ સૌનો ધરમ થઇ જશે.

સદા સત્ય બોલો હૃદય જે કહે,.
પછી આપનું એ કરમ થઇ જશે.

ધરમ જાતના ભેદ છોડો હવે,.
નહિતર આ દુનિયા ખતમ થઇ જશે.

સદા વેર સામે નમો પ્રેમથી,.
બધે પ્રેમવાળી રસમ થઇ જશે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Monday 9 March 2020

ગઝલ

એટલે સૂરજ બળીને ખાખ થઈ ગ્યો,
એક દીવો રાત માટે ખાસ થઈ ગ્યો.

તારું મળવું, તો તરસને સાંત્વના પણ,
આ વિરહતો જેઠ, લો આષાઢ થઈ ગ્યો.

જે સમયને મેં મલમ સમજી લગાડ્યો,
સાથ છૂટતા એ જ ઊંડો ઘાવ થઈ ગ્યો.

આયનામાં દબદબો તડનો વધ્યો, તો,
એક ચહેરો એકદમ ઉપહાસ થઈ ગયો.

જીરવી ગ્યા ભાર હળવેથી દગાનો,
ભાર પણ આભારનો ‌હદપાર થઈ ગ્યો.

તાપમાં સાથે હતો જે, સાંજ પડતા,
એ જ પડછાયો ફરી નારાજ થઈ ગ્યો.

જે વફાની વાત કરતો'તો હમેશાં,
સાંભળ્યું છે એ હવે બરબાદ થઈ ગ્યો.

જિંદગીમાં એ કદી ઝૂક્યો નહીં પણ,
શ્વાસ તૂટ્યા, ને અચેતન લાશ થઈ ગ્યો.

-- દિલીપ ચાવડા 'દિલુ'‌ ‌સુરત

Sunday 8 March 2020

ગઝલ

: 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

આ જગતમાં પ્રેમથી જો જાત વિસ્તારી શકો.
તો જ દુનિયાના બધાયે વેરને ઠારી શકો.

જિંદગીની મંઝિલે જાવા ઘણા રસ્તા હશે,.
જો તમે ડગલેને પગલે જાત સુધારી શકો.

ઝેર પીતાં આવડી ગ્યું આ જગતમાં પ્રેમથી,.
તો જ ગીતો પ્રેમના દિલથીય લલકારી શકો.

દર્દની પરવા જગતમાં જો તમે કરશો નહીં,.
તો તમે દુનિયા સદાયે પ્રેમથી તારી શકો.

જાતનો ઉધ્ધાર કરતાં આપને ફાવી ગયું,.
તો ધરા પર પ્રેમગંગા રોજ ઉતારી શકો.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

જો તમે અનુભવ શબદમાં રોજ ઉતારી શકો.
તો હૃદય ને પ્રેમથી સાચે જ શણગારી શકો.

પ્રેમ કરતાં આવડી ગ્યું જો જગતમાં આપને,.
તો તમે આ મોતને પણ રોજ પડકારી શકો.

પ્રેમ વિના રાખ થૈ જાશે બધાં રાજા અહીં,.
જો તમે તારી શકો તો જાતને તારી શકો.

આપણાં સિવાય જગમાં આપણું કોઈ નથી,.
તે છતાં સત કર્મથી આખું જગત તારી શકો.

જિંદગી માં પ્રેમ જેવું તો કશું હોતું નથી,.
એક વ્હાલા નામથી બસ જાત શણગારી શકો.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳