Sunday, 8 March 2020

ગઝલ

: 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

આ જગતમાં પ્રેમથી જો જાત વિસ્તારી શકો.
તો જ દુનિયાના બધાયે વેરને ઠારી શકો.

જિંદગીની મંઝિલે જાવા ઘણા રસ્તા હશે,.
જો તમે ડગલેને પગલે જાત સુધારી શકો.

ઝેર પીતાં આવડી ગ્યું આ જગતમાં પ્રેમથી,.
તો જ ગીતો પ્રેમના દિલથીય લલકારી શકો.

દર્દની પરવા જગતમાં જો તમે કરશો નહીં,.
તો તમે દુનિયા સદાયે પ્રેમથી તારી શકો.

જાતનો ઉધ્ધાર કરતાં આપને ફાવી ગયું,.
તો ધરા પર પ્રેમગંગા રોજ ઉતારી શકો.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳 🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

જો તમે અનુભવ શબદમાં રોજ ઉતારી શકો.
તો હૃદય ને પ્રેમથી સાચે જ શણગારી શકો.

પ્રેમ કરતાં આવડી ગ્યું જો જગતમાં આપને,.
તો તમે આ મોતને પણ રોજ પડકારી શકો.

પ્રેમ વિના રાખ થૈ જાશે બધાં રાજા અહીં,.
જો તમે તારી શકો તો જાતને તારી શકો.

આપણાં સિવાય જગમાં આપણું કોઈ નથી,.
તે છતાં સત કર્મથી આખું જગત તારી શકો.

જિંદગી માં પ્રેમ જેવું તો કશું હોતું નથી,.
એક વ્હાલા નામથી બસ જાત શણગારી શકો.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment