હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશબૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.
બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતાં આવડી ગ્યું છે !
હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી ?
મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે !
હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે !
ખલીલ, અશ્રુ હવે મારા ગણાશે હર્ષનાં અશ્રુ,
મને પણ હોઠ મલકાવીને રડતાં આવડી ગ્યું છે !
ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment