Thursday, 15 September 2016

ગજલ

ગમે છે સાથ સૌની ચાલવું સાથે બધા ચાલો
મને છે આસ સૌના પ્રેમ ની બસ પ્રેમ સૌ રાખો

કરું છું આજ દિલ ની વાત હું તારા પ્રણય માં છું,
આ મારા દિલ ની છે વાત સૌ બસ પ્રેમ થી વાંચો.

મને નફરત કરીને કેટલું જીવતર જીવી શકશે,
અગર જો પ્રેમ થી જીવીશ તો મળશે દુઆ લાખો.

પ્રસંગો એ ખુશી ના છે જે તુજની સાથ માં વીત્યા,
અહીં તારા વિના આ ચાંદ પણ લાગે મને જાંખો.

અરે ઈશ્વર તું આકાશે સદા એ કાં રહે બેસી,
આ ધરતી પર વધેલા પાપ ને ક્યારેક તો માપો.

પ્રણય ની વાત કરતી એ બધી આવો સખી અહીંયા,
બતાવું આજ તમને હું પ્રણય નો સ્વાદ તો ચાખો.

કરે છે "મિત્ર" આજે બસ બધા ને પ્રેમ ની વાતો,
બધા બસ ધ્યાન થી સુણજો ન એની વાત ને કાપો.

રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment