Saturday 31 December 2016

ગઝલ

જો હિન્દૂ, પારસી, અંગ્રેજ ને મુસલીમ ના આવેછે,
અહીં એકજ વરસમાં પાંચ તો ન્યૂ યર મનાવે છે.

ભલે તિથિમાં માનેછે બધા, પણ એજ રાખે યાદ,
બધા તિથિને ભૂલી જન્મ તારીખો લખાવે છે.

જે ભીતર માં ગરી બેઠો નથી એ મારતું કોઈ,
દશેરા ના બધા બસ બાહરી રાવણ જલાવે છે.

છે ઢોંગી કેટલા ને કોણ સાચા ક્યાં પડે સમજણ,
બધા ભગવાન ના નામે અહીં પૈસા પડાવે છે.

નવી કેવી રમત રમતા થયા છે નેટ પર આજે,
મફત મળશે કહી મેસેજ આગળ મોકલાવે છે.

ગણેશોત્સવ હતો એકજ અને નવરાત પણ એકજ,
હતા વાર્ષિક તહેવારો હવે બે વાર આવે છે.

મેં ભંડારે જઈને એક વાતે ધ્યાન છે આપ્યું,
કહેવા શાંત રહેજો "મિત્ર" સ્પીકરમાં પુકારે છે.

રાકેશ રાઠોડ "મિત્ર"

મુકતક

આંધી સમી ડમરી ઉડે
કૈં યાદના રણ વિસ્તરે,
જો ભરબપોરે આંખમાં
સૂરજ  ઢળે  તો  શું  કરું *

થોડાંક સપના ફલવવા
બસ જીવવું છે ખુદ મહીં,
પણ જ્યાં વિધાતા હાથમાં
ભૂલો  કરે  તો  શું  કરું ?

આવ્યો તબક્કો આખરી
ફૂંકાય ત્યાં  સામો  પવન,
ઈશ્વર જરા ના પ્રાર્થના
મારી  ફળે તો  શું  કરું ?
...." નિશી " ....

ગઝલ

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા
-મનોજ ખંઢેરીયા

ગઝલ

તારી ઝંખના
સદાય માટે રહી
શ્વાસ તો તુજ

કેમ વિસરૂ
હૈયાના ધબકાર
શ્વાસ તો તુજ

સતત જાપ
તારા નામનાં હોઠે
શ્વાસ તો તુજ

છેલ્લા શ્વાસોને
પાવન કરજે હો
શ્વાસ તો તુજ.

-આભાસ

ગઝલ

*જીવલો*

મનખો થઈ ગ્યો મેલો આ મનખો થઈ ગ્યો મેલો,
પાપ ધોવા હડિયું કાઢે જોને કેવો આ જીવલો.

ઈચ્છા ઓ ના ઢગલા કર્યા ને....
પૂરી કરવા રોજ માણસાઈને વેચતો આ જીવલો.

પેટનો ખાડો પૂરવા જોઈએ મુઠ્ઠી જાર ને...
લાંચ લઈ ગરીબોની હાય લેતો આ જીવલો.

વાણી વર્તનનાં ના કોઈ ઠેકાણાં ને....
માંચડે ચડી ભાષણ દેવાં જાતો આ જીવલો.

નામ મોટા કરવાં દામ ખોટા ખાય ને...
પછી ભરી સભામાં જોડા ખાતો આ જીવલો.

ખોટા કામ કરી બાપડો બહું  પોરહાઈ,
પછી લમણે મેલી હાથને રો'તો આ જીવલો.

પાપો કરી થાક્યો,જીવ ઠાઠડી ભણી જાય,
ત્યારે ગંગા માં ડૂબકી મારવા જાતો આ જીવલો.

અંત ઘડીએ પણ ભાનમાં તો આવ્યો,
ભેગું કર્યું અહીં મૂકીને વિદાય લેતો આ જીવલો.

કાજલ કાંજિયા 'ફિઝા'
31/12/2016

ગઝલ

##સૂરજ આજે##

હા મેં જોયો છે આભે થી ખરતો સૂરજ આજે,
જોને કેવો સ્વપ્ન બનીને છળતો સૂરજ આજે.

આખા વિશ્વે તેજ તણો ઘેરો ગાલી થાકેલો,
ધીરે ધીરે જ ક્ષિતિજ બાજું ઢળતો સૂરજ આજે.

ત્યાં ચાંદો ડોકે છે કેવો પેલો જોને ખૂણે,
કેવો જઈ ને ધરતી ને છે  મળતો સૂરજ આજે.

મિલન તણા રંગોથી રંગોળી પૂરી આભે જો,
પ્રીતે સાંજે કેવો ભેટી વળતો સૂરજ આજે.

મારી આ કોરી આંખે યાદોનો સૂરજ ખીલ્યો
તારું નામ જ લેતો;  ને આ રડતો સૂરજ આજે.

-સંદીપ ભાટીયા

ગઝલ

ચાંદને આંબી ગયા માનવ ચરણ,
ને ધરાએ ખોજતા મનખાં શરણ.

દીન કેરી ભાવનાઓ  પોંખતા
મન ઉપરદંભી કરમ ના આચરણ.

જન અનોખા વેશધારી જીવતા,
જે નવા રચતા સદીના વ્યાકરણ.

ક્રુરતા  ની  હદ વટાવી  વિચરે
જીવતરને પીંખનારા આચરણ.

જાતને નાખી સમય ની હોડમાં
પોષતા માસૂમ તરંગી જડવલણ.

               માસૂમ મોડાસવી

ગઝલ

પાંદડે પાંદડે ઉગીને ઝાડ ઉભું થઇ રહ્યું છે;
હર ખીલતી પાંદડીઓમાં યૌવન મલકી રહ્યું છે!!

જેમ જેમ ખીલતી ગઇ વસંત આખાય ઉપવનમાં;
આળસ મરડતું જીવન ઝાડમાં મહેંકી રહ્યું છે!

લ્યો! આવી રહ્યા છે પંખીડાઓ તરણાં લઇને;
માળામાં એમ ઘર કેવું કોઇનું બંધાઇ રહ્યું છે!!

એ ઢળતી સાંજે પણ મેળાવડો ઉમટી ગયો ત્યાં;
વધી રહ્યો છે કલબલાટ, ને જીવન સ્પંદી રહ્યું છે!!

પોષાઇ રહ્યું છે જીવન કણ-કણનાં ચણથી;
આવતીકાલનું સપનું હરપળે આકાર લઇ રહ્યું છે!!

ગડગડાહટ પણ આવી જાય છે ભીંજવવા માટે;
આખુંય ઝાડ તરબતર થઇ તરોતાજા બની રહ્યું છે!!

પાણીની હર બુંદે સીંચ્યું છે એને નવજીવન;
નસેનસમાં જાણે નવું રક્ત હવે ધબકી રહ્યું છે!!

ત્યાં આ ઠંડોગાર પવન પણ જો ને વા-વા લાગ્યો;
ને આ શું? પાંદડાઓનું જીવન મરી રહ્યું છે!!

થઇને પીળું કેમ આમ બટકી જાતું હશે એ;
હજી થોડાંક 'દિ થી  જ તો ઝાડમાં ઉછરી રહ્યું છે!!

આવા કાંઇ કેટલાંય પાંદડાઓને જન્મ દીધાં છે;
ને પાંદડાંઓનાં મોતનેય સતત જોઇ રહ્યું છે!!

એક ઝાડ છે લાગણીઓનું, જ્યાં ઇચ્છારુપી પાંદડાઓ છે;
ને પાંદડાંઓ તૂટે ત્યારે, એ ઝાડ આખું બટકાઇ રહ્યું છે!!

ને એમ બટકતું-બટકતું, અટકતું-અટકતું હજુ જીવે છે;
લાગણીઓ સુકાઇ જાય ત્યાં ઇચ્છારુપે ફરી કાંઇક ફૂટી રહ્યું છે!!

ગઝલ

मोरलो खभ्भा उपर ने मन ऊडे
खीस्सुं फाटी जाय त्यांथी धन ऊडे
  
पांख फूटी जाय त्यारे चोतरफ
सिंह पाडे त्राड त्यांतो वन ऊडे
     
बाजुंथी नीकल्यां तमे अडवा पगे
मेज पर झांझर तरत छनछन ऊडे
    
तारुं जोबन वृक्षमां बेसी गयुं
बेसवा त्यां मारूं पण यौवन ऊडे
     
हुं लखुं ज्यारे गझल ऐकीटशे
मुठ्ठीमां आत्मा रहे ने तन ऊडे
         --- धर्मेश उनागर

ગઝલ

GOODBYE 2016
કાળની ગર્તામાં એક વર્ષ ફરી વિલીન થયું ,
ગમતી ન ગમતી યાદોનું પગેરું છોડતું ગયું .
સંબંધોના જંગલમાં કાપણી-ઉછેર કરતું ગયું ,
કોઈકને પોતાના તો કોઈકને પારકા કરતું ગયું .
હજુ એક પળ પહેલાં હતું જે આપણું વર્તમાન ,
જુઓ પળભરમાં ભૂતકાળ બની સરકતું થયું .
પૂર્ણ અપૂર્ણ આશાઓને સંગ લઇ વહેતું થયું ,
જન્મ્યું તેનો નાશ નક્કી એવું કૈક કહેતું ગયું .
નવ બાળ જેમ કિલકારે છે નવ વર્ષ ,વધાવો
જતાં જતાં ય આંખ મિચકારી એ કહેતું ગયું !
ઉષા પંડ્યા

ગઝલ

*_ગઝલ_*

*_૩૦ / ૧૨ / ૨૦૧૬_*

હોય છેં  એથી ધરાપર; માણશો સાચા કબરમાં,
કેમકે દુનિયા મહી ક્યાં છે પ્રભુ કોઈ નગરમાં.

ના કરેલી ભુલની સજા આપી તેં ; માફ કર્યો મે ,
આ જગતનો નાથ છે તું ; આમ ખોટો કગર મા.

મોત આવ્યા પેહલા તું આવ તો સારુ હવે તો,
દુરથી ખોટો મને પણ જોઇને તુ તો ટગર મા.

રાખ થઈને હું ફરી જીવતો થવાનો છું હવેતો,
ઓ પ્રભુ તુ પણ મળે છે ક્યાં બધાંને આ સફરમાં?

મોક્ષ ખાતર હુંય 'સાથી' કેટલું ભટક્યો છતા પણ,
તુ મળે છે ક્યાં હવે મારા જ આ મનના શહરમાં.

*_હર્ષ . " સાથી "_*

ગઝલ

---+(ગઝલ) મૂક્યા પછી ! ++---

કેમ છો એણે મને પૂછ્યા પછી.
દ્વાર ઘરના એકદમ ભૂલ્યા પછી.

મારી અંદર દ્વાર જેવું કૈં નથો,
ભીંત જેવું સામટું તૂટ્યા પછી.

જાતને શણગારવાથી શું વળે?
દર્પણો આ માનિતાં ફૂટ્યા પછી!

કેદ માંથી મુક્ત શબ્દો થઇ ગયા,
આ ગઝલને કાગળે ઘુંટ્યા પછી.

જીત માટેની રમત સમજાઈ ગઇ;
દાવમાં સઘળું "નફસ" મૂક્યા પછી!
--- નરેન્દ્ર મકવાણા "નફસ"

ગઝલ

उस जेसा कर जाने को जी करता है,
वादो से मुकर जाने को जी करता है।

ईन खलिलो से उपटा हुं युं में के,मुझको-
अब दुश्मन के घर जाने को जी करता है।

बहुत अजीब है मेरा दिलका हाल अभी तो,
खुश हुं पर मर जाने को जी करता है।

कोन बचाये उस कस्ति को जब नाखुदा-
पानी में उतर जानेको जी करता हैं।

मां आयेगी आचल में लेलेगी पागल
ईस लीये ही डर जाने को जी करता हैं।

विरल देसाई"पागल"

અછાંદસ

ગુંગળામણ

અ હો  હો.. 
આટલો બધો  માનવમહેરામણ
પગ મૂકવાનીય
જગ્યા નથી .
જુઓને

ઝાડ નીચે કેટલો કોલાહલ 
સંભાળાય છે .?
એ  ઝાડના પાન પણ ખરવા લાગ્યાં છે
હું નદીમાં ડૂબકી મારી
અંદરના  શ્ર્વાસોશ્ર્વાસ માપવા 
ધમપછાડા   કરતો  કરતો
કેટલીય માછલીઓના  ઠેબે ચડીને
પાછો  પેલા ઝાડ પાસે
હદયના ધબકારા
મપાવું છું. .

                 આકાશ

ગઝલ

■ ગઝલ કટાક્ષિકા
~ ઇલિયાસ શેખ
લાંબી મજલ અને લંગડી ઘોડી છે,
સફરમાં પાછો લ્યો એ જ ગપોડી છે.!
આ કાળાં ડીબાંગ વાદળાં વચ્ચે,
બતાવ તેં વિકાસની ખીલી ક્યાં ખોડી છે.!
આજે ફરીથી ઓફિસે પહોંચાશે લેટ,
આજે ફરી બુલેટ-ટ્રેન મોડી છે. !
કુલ્ટાની જેમ મરદ 'ને નિયમ બદલું?
મારી સમજણ કાંઇ આરબીઆઇ થોડી છે?.!
એની પાસે છે અંબર ઢંકાય એટલાં વસ્ત્રો,
મારી પાસે તો ચડ-ઉતરની બે જોડી છે.!
ગઇ કાલ સુધી હતી નોટ 1000ની,
આજે હવે એની કિંમત ફૂટી કોડી છે.
એકેય ઘોબો એ ઉપાડી નહીં શકે,
નબળો કારીગર ને રૂની હથોડી છે.!
અચ્છેદિનની સહેલગાહ કરવા આવો,
લ્યો અમે રણ વચાળે નાંગરેલી હોડી છે.!
ભગવાન સર્જે છે અહીં ભૂલોની 'હાર'માળા,
ને ભક્તોની હાલત જુઓ સાવ કફોડી છે.!
આ ગઝલને વાંચ્યા-સમજ્યાં વગર જ,
જુઓ ભક્ત મંડળી મારી પાછળ દોડી છે.!

ગઝલ

Friday 30 December 2016

ગઝલ

के झलक जीवननी तख्तामां मले छे
प्रेक्षको सामेना वक्तामां मले छे
   
मोंघी दाट अफवा, जूठनां छे भावो
सत्य पण हकिकत सस्तामां मले छे

जेम मरजीवाने मोती तलमां मलतुं
तेज पण गजलनुं मक्तामां मले छे
    
घर सुधी जवानी एक ईच्छा मारी
तारुं पण छे केवुं, रस्तामां मले छे
     
क्यांक तो महेलमां पत्ताथी रमे छे
क्यांख तो महेल पण पत्तामां मले छे
     --- धर्मेश उनागर

ગઝલ

મને ફરક નહીં પડે, કહે છે લોક શું ?
રહી શકું છું એટલે , પૂરી નિરાંતે હું

ન દોડ આખરી કે કોઇ ફર્ક પણ પડે
યુગોથી દોડમાં જ છું, હે! શ્ર્વાસ જાણ તું !

સપન મહીં ય તું કદી  , ન દૂર જૈ શકૈ
હું તો પરોવી શ્ર્વાસમાં , બેઠી છું એક તું

જીવી જતે એ પ્રેમથી જીવન મધૂર પણ
અરી અહીં ય પ્રેમનાં , જે મારે ફૂંક ફૂં--

ઇશ્વર સિવાય કોઇને સલામ કર નહીં
એની લકીર કોઇ લ્યો ભૂંસી શકે છે શું?
   કવયિત્રી-પ્રજ્ઞા વશી

ગીત

વરસે ફોરાં, અાજ ફરી પાછાં વરસે ફોરાં,
અાજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
અાજ ફરી પાછાં વરસે ફોરાં.

કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને અાપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !

ઢળું ઢળું તારી પાંપણો જેવી અાખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
અાજ ફરી પાછાં વરસે ફોરાં.

મનને મારે ખોરડે અાજેય ચૂવતી જાણે અાંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
અાપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − અાવજો અોરાં !

− ગુલામ મોહમ્મદ શેખ

ગઝલ

અહીંથી   ઉઠાવીને  ઓપાર  ફેંક્યો,
જણસ રદ્દી  જાણી લગાતાર ફેંક્યો

નગર નાગરિકતાનો આચાર ફેંક્યો
ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો

કુહાડાનો  હાથો બની  નમણી  શાખે
અરે ! આખા જંગલને પડકાર ફેંક્યો

કલમ  નામની કોઈ  જાદુઇ  છડીથી
સરેઆમ   કોણે   ચમત્કાર   ફેંક્યો ?

નરી ધૂળની  એક  ઢગલી ઉપર  તેં,
વિના  કારણે   રમ્ય  અંબાર  ફેંક્યો

હજુ પણ છે ચર્ચામાં મશગૂલ સંતો ,
અમે  પ્રશ્ન  એવો  ધૂઆંધાર   ફેંક્યો

અછાંદસ

यह आग की बात है
तूने यह बात सुनाई है
यह ज़िंदगी की वो ही सिगरेट है
जो तूने कभी सुलगाई थी

चिंगारी तूने दे थी
यह दिल सदा जलता रहा
वक़्त कलम पकड़ कर
कोई हिसाब लिखता रहा

चौदह मिनिट हुए हैं
इसका ख़ाता देखो
चौदह साल ही हैं
इस कलम से पूछो

मेरे इस जिस्म में
तेरा साँस चलता रहा
धरती गवाही देगी
धुआं निकलता रहा

उमर की सिगरेट जल गयी
मेरे इश्के की महक
कुछ तेरी सान्सों में
कुछ हवा में मिल गयी,

देखो यह आखरी टुकड़ा है
ऊँगलीयों में से छोड़ दो
कही मेरे इश्कुए की आँच
तुम्हारी ऊँगली ना छू ले

ज़िंदगी का अब गम नही
इस आग को संभाल ले
तेरे हाथ की खेर मांगती हूँ
अब और सिगरेट जला ले !!

•••अमृता प्रितम

અછાંદસ

##હા હું કવિ છું##

હા હું કવિ છું.
શબ્દની સાધનાનો પૂજારી છું,
હું આ જટીલ વિશ્વનો અરીસો છું.
શબ્દોની ધૂણી ધખાવું છું ,  
ને સમાજની વાણીનો ધૂમ છું.
હું શબ્દોને તલવારની જેમ વિંજુ છું,
ને પડકારું છું આ સાહિત્ય ન સમજતા જડોને.

હા હું કવિ છું.
પણ તું ચીતરે એવો હું નથી,
હું મારો પથ પોતે કંડારું છું,
તું હસે છે ,ને મસ્કરી કરે છે!
એ તારી અજ્ઞાનતા નું પ્રતીક છે.
હું તો સરિતા છું નિર્મલ,
તું ગંગાની જેમ મનેય પ્રદુષિત
કરી શું પામીશ ? 

હા હું કવિ છું.
તારા અસ્તિત્વ માટે હું આભારી છું,
ગુલામ હતો ત્યારે યાદ કર !
કેવી સ્વતંત્રતાની આગ જલાવી?
આજે પણ  સૈનિક માં હું ફૂકું હૂંફ છું,
તારા જ હોઠે ગીતો માં ગુંજુ છું.
મીરા ,નરસિંહ, કબીર  ,અખો
છું,
દલપત, કાન્ત, મરીઝ છું,
યાદી એટલી વિશાળ છે મારી,
પ્રાચીન હું ને અર્વાચીન હું છું ?
શું કોને ખોળે તું ?
ગુજરાતના અરે! દુનિયાના ખૂણે ખૂણે હું છું.

હા હું કવિ છું.
કિતાબોના પાને પાને  હું છું.
યાદ કરી જો જરા  હું શું કહેતો હતો ,
ને આજે પણ શું કહું છું!
શબ્દોના દરિયામાં ડૂબી જો
તો સમજાશે કવિ શું કહે છે..
મને તો ગર્વ હતો છે ને રહેશે.

હા હું કવિ છું.
પણ તું કોણ.......

-સંદીપ ભાટીયા

ગઝલ

આયખાને માંજવાના નડતરો સાથે લડો,
નીંદ માંથી જાગવાના નડતરો સાથે લડો.

આ જગતમાંસાંપડેલાઅવસરો ને સાધવા,
હારને પડકારવાના નડતરો સાથે લડો.

ચારદીનીચાદનીની.વાતસાચી પણ હવે,
સર ઉઠાવી ચાલવાના નડતરો સાથે લડો.

આ જગતની લોક ટીકાની વધેલી ધારમાં,
જિંદગી ને માણવાનાનડતરો સાથે લડો.

એકલા હાથે કદી તાળી પડી જાણી નથી,
લાગણીને સ્થાપવાનાનડતરો સાથે લડો.

કાફલાની આશ થોડીને સફર લાંબી મગર,
ડર ફગાવી ચાલવાનાનડતરો સાથે લડો.

હક વિસારેપાડતામાસૂમવલણ ને ટાળવા,
તપ કરીને પામવાનાનડતરો સાથે લડો.

           માસૂમ મોડાસવી.

ગઝલ

મને ફરક નહીં પડે, કહે છે લોક શું ?
રહી શકું છું એટલે , પૂરી નિરાંતે હું

ન દોડ આખરી કે કોઇ ફર્ક પણ પડે
યુગોથી દોડમાં જ છું, હે! શ્ર્વાસ જાણ તું !

સપને ય તું કદી હવે , ન દૂર જૈ શકૈ
હું તો પરોવી શ્ર્વાસમાં , બેઠી છું એક તું

જીવી જતે એ પ્રેમથી જીવન મધૂર પણ
વેરી અહીં ય પ્રેમનાં , જે મારે ફૂંક ફૂં--

ઇશ્વર સિવાય કોઇને સલામ કર નહીં
એની લકીર કોઇ લ્યો ભૂંસી શકે છે શું?
   કવયિત્રી-પ્રજ્ઞા વશી

ગઝલ

મારા પરમ આદરણીય માતૃશ્રી રાજીબાની આજે નવમી પુણ્યતીથિ પર એમને સાદર...

== જનનીને ==
વહી જાતી ક્ષણોનો હું ચિરંજીવી
ન ભૂલાતી ક્ષણોનો હું ચિરંજીવી

સમય જાળું  થઇ બેઠો હથેળીમાં
સકંજાતી ક્ષણોનો હું ચિરંજીવી

સહી તે વેદના કેવી મને પ્રસવી
પ્રલંબાતી ક્ષણોનો હું ચિરંજીવી

મધુરી વાદળી વરસી જીભે મારી
એ ભીંજાતી ક્ષણોનો હું ચિરંજીવી

રમે છે દુનિયાના અંકમાં 'મંથન'
તને ગાતી ક્ષણોનો હું ચિરંજીવી
=== મંથન ડીસાકર (સુરત)

ગઝલ

*ગઝલ*

*_૩૦ / ૧૨ / ૨૦૧૬_*

આ જગતની રીત થોડી ને   ઘણી તું જાણવા દે,
ના ભલે સમજાય તારી પ્રીત તો પણ માણવા દે,

થાય ના મુરાદ પૂરી તો હવે   કાં દેવ પૂજુ!
જા નથી કરવી , હવે મુરાદને પણ મારવા દે,

જાત મારી વેડફી જીવી શક્યો ક્યાં! તેં છતાં પણ,
ઓ પ્રભુ ! તું મ્હેરબાનીથી મને પણ  જીવવા દે,

પાપને હું જોખવા આવ્યો  પ્રભુના દ્વાર ભીતર,
પાપને મારા હવે તું ત્રાજવામાં જોખવા દે,

જો ગઝલ તેં સાંભળી *સાથી* બહુ સારું થયું તો,
પ્રેમની પણ વાત થોડી તું મને તો બોલવા દે,

*_હર્ષ . " સાથી "_*

ગઝલ

વેદનાઓ સંઘરી શકતો નથી
ને કહીંયે વિસ્તરી શકતો નથી

નામ તારું મોત આવ્યા લગ જપું
એમ ધાર્યું પણ કરી શકતો નથી

હુંય થાઉં છાંભલો ઝાડો સમો
દુખ કો'ના પરહરી શકતો નથી

સાચવેલી એષણાઓ દિલ મહીં
કાગળમાં ચીતરી શકતો નથી

પાંખને ચાલો હવે વીંઝો જરા
આભને તો આંતરી શકતો નથી

પંચનામું તેં કર્યુ સંસારનું
દેવ તારા કર ભરી શકતો નથી

-----------હેમા ઠક્કર "મસ્ત "...........સાંજી ગઝલ

ગઝલ

જિંદગીની આ તલાશમાં હર વખત બસ એક જ અમથું તારણ નીકળ્યું
કે જ્યાં જ્યાં અમે દિલના ઉપચાર અર્થે ગયા ત્યાં ત્યાં મારણ નીકળ્યું

એની ઈચ્છાઓ પૂરી કરવા સારું જિંદગી દાવ પર મૂકી ને અમે દોડ્યા
પરિણામ પછી હવે શું પસ્તાવું જોયું તો સીતાનું સોનેરી હરણ નીકળ્યું

એક એનાં ઇન્તજાર માં ખુદ મને ખબર નથી કે આ કેટલામો યુગ હશે
બસ આવા જ વિચારો ઘૂટાયા ને આંખમાંથી એક ખારું ઝરણ નીકળ્યું

હરખાતો રહ્યો હું રોજ રોજ એને સંભળાવીને મારી જ રચનાઓ સઘળી
પ્રકાશન માં જોયું તો મારા શબ્દોમાં એના નામનું અવતરણ નીકળ્યું

સરિતા અને સરોવર જેવું કંઈક જોઇને એક હૈયા ધારણ તો ઉગી નીકળી
અંતિમ શ્વાસે ખબર પડી કે રેતીના રણ પર મૃગજળનું આવરણ નીકળ્યું

મુહોબ્બતની હવાઓમાં દિલોની ગુંગળામણ ભરી ગઈ એક ગમગીની
ને ભરોસાની જગ્યાએ સાચાં સ્નેહીઓ વચ્ચે શંકાનું વાતાવરણ નીકળ્યું

હવે રહ્યો નથી અહી કેફ પહેલા જેવો આ ગુલશન ની હવાઓમાં "પરમ"
તપાસ માં "પાગલ" માળીઓ જ કઠિયારા બન્યાનું એક તારણ નીકળ્યું

ગઝલ

उत्सवो  जेवुं  जरा  धारो  हवे
कोई पीडाने तो शणगारो हवे

उंबराथी खीण लग  आवी  गया
क्यां सुधी लई जाशे मूंझारो हवे

कोण उत्तर आपशे ऐ तो कहो
नाम  कोनुं  केम  पुकारो  हवे

हुं लखु छुं तोय दाझी जाउं छुं
शब्द पण लागे छे अंगारो हवे

घेरथी नीकल्या अने प्होंच्या नहीं
रात   रस्तामां   ज   गुजारो  हवे

           भरत भट्ट

ગઝલ

प्रेमना अवशेष पण पाछा मळे.
आ युगे जो कृष्ण ने राधा मळे.

कोइ शायर ना जनम लै अहि पछी,
जिंदगीना दर्द जो आछां मळे.

लागणीओ अंकुरित पण थइ उठे,
झांझवे जो प्रेमना छांटा मळे.

मौजथी शायद रही हूँ पण शकुं,
लागणीओने जो ना वांचा मळे.

लालसा तुं छोड  फोरमनी हवे,
फूल साथे नै पछी कांटा मळे.

कोण करशे रोगनो उपचार आ
वैध पण ज्यारे बधा मांदा मळे

लक्ष्यथी भटकें नहीं सर्जक हवे
मंजिले रस्ता भले वांका मळे

-गौतम परमार "सर्जक",

ગઝલ

આમ તો થોડો મને પણ ખેદ છે
જીવ માંરો કેમ મુજ માં એ કેદ છે

હાથ માંથી ભાગ્ય રેખાઓ ફુટી
આ હથેળી માં જ લાગે છેદ છે

કોણ ચાહે છે હવે ઈચ્છા મુજબ
પ્રેમ આજે પાંચમો તો વેદ છે

રંગ રૂપે માણસો તો એક છે
ને દિલે એના હજુ પણ ભેદ છે

ઉડવા લાગે સતામાં આવતા
એ સતા અંદર રહેલો મેદ છે

ઇશ
સતીષ નાકરાણી

ગઝલ

##ઝંખના##

રોજ સાંજે આવતી તું  ઝંખના,
પ્રેમ સપના લાવતી તું  ઝંખના.

આભથી તારા ધરા પર આવતા,
સ્વપ્ન નવ ખિલાવતી તું ઝંખના.

અંતરે છે જીવના રૂપે વસી,
પ્રેમ પાઠ ભણાવતી તું ઝંખના

ના મને પૂછો હવે પ્રેમ સબબે,
પ્રશ્ન થૈ ને આવતી તું ઝંખના.

સંદિપ તને ઝંખનાનો સાથ છે,
તોય હજુય સતાવતી તું ઝખના .

-સંદીપ ભાટીયા

ગઝલ

...

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

-  ગની દહીંવાલા

અછાંદસ

🌞સુપ્રભાત 🌞
સરોવર કાંઠે શબરી બેઠી
રટે રામનું નામ એક દીન
આવશે સ્વામી મારા
અંતરના આવાજ
રાત દિવસને વષઁ ગયા
શબરી બાઈતો ઘરડાં થયાં
સુકાયાં હાડને માંસ
એક દીન આવશે
સ્વામી મારા
અંતરના આવાજ.......
બીના શાહ.

ગઝલ

ખર્યા ફૂલો સજાવી માર્ગમાં મેં વાત છોડી છે.
જરા ધીમે! નવોઢા એ પ્રથમ ત્યાં રાત છોડી છે.

તરાશી'તી પ્રતીમાને હરખનું ટાંકણું લઇને,
મઠારી જા તું ફુરસદમાં અધૂરી ભાત છોડી છે.

મળી તક ને વરસતા વાદળે ઝાલ્યો હતો પાલવ,
હવે તરતી વમળમાં મેં જ મારી ઘાત છોડી છે.

નવા કોઈ જગતથી આ હૃદયને ધારણા આપી,
નજર રાહે પસારી વીતરાગી જાત છોડી છે.

ઝુકી જોજે લઈને નામ હંમેશા ખુદા આગળ,
રટણ તારું કરી ઇશની સદંતર નાત છોડી છે.

-શીતલ ગઢવી"શગ"

ગઝલ

આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું,
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું.

વાગવાની પંખીને ઇચ્છા નથી મારી,
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું.

માછલી દરિયો જ સમજીને તરે એમાં,
ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું.

શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.

આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

– દિલીપ શ્રીમાળી

ગઝલ

પ્રૌઢનો બળાપો (ગીત) -મુકેશ દવે
************************
હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી,
ને તારામાં માંદિયલ ઝમકુ ડોશીડી ડગુમગુ થૈને પીડાઓમાં રાચે હો જી.

ફાગણના વાયરાની વાસંતી મ્હેક પર સવાર થઈને
હું ઘૂમુ છું બાગેબાગે,
'ને ચૈતરી બપોર સમો કાળઝાળ તારો આ તડકો મારી
શીતળતા સામટી તાગે,
તું કોરી અષાઢી બીજ જેવું ચમકે ને મારામાં ધોધમાર ભાદરવો ભાસે હો જી.. હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી.
હું લીલી નાઘેરની લીલી વનરાઈ અને લીલાછમ્મ
મોતીનું લહેરાતું ખેતર,
ઝાંઝવા પીધેલા સહરાના રણ જેવી સુકીભઠ્ઠ વાડીમાં
કેમ બોલે મોરલા ને તેતર ?
તું હૃદયે લખેલાં મારા સળગતાં સપનાને અભણ જણ થઈને વાંચે હો જી
હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી,
-* મુકેશ દવે