Saturday 31 December 2016

ગઝલ

---+(ગઝલ) મૂક્યા પછી ! ++---

કેમ છો એણે મને પૂછ્યા પછી.
દ્વાર ઘરના એકદમ ભૂલ્યા પછી.

મારી અંદર દ્વાર જેવું કૈં નથો,
ભીંત જેવું સામટું તૂટ્યા પછી.

જાતને શણગારવાથી શું વળે?
દર્પણો આ માનિતાં ફૂટ્યા પછી!

કેદ માંથી મુક્ત શબ્દો થઇ ગયા,
આ ગઝલને કાગળે ઘુંટ્યા પછી.

જીત માટેની રમત સમજાઈ ગઇ;
દાવમાં સઘળું "નફસ" મૂક્યા પછી!
--- નરેન્દ્ર મકવાણા "નફસ"

No comments:

Post a Comment