Friday 30 December 2016

ગઝલ

જિંદગીની આ તલાશમાં હર વખત બસ એક જ અમથું તારણ નીકળ્યું
કે જ્યાં જ્યાં અમે દિલના ઉપચાર અર્થે ગયા ત્યાં ત્યાં મારણ નીકળ્યું

એની ઈચ્છાઓ પૂરી કરવા સારું જિંદગી દાવ પર મૂકી ને અમે દોડ્યા
પરિણામ પછી હવે શું પસ્તાવું જોયું તો સીતાનું સોનેરી હરણ નીકળ્યું

એક એનાં ઇન્તજાર માં ખુદ મને ખબર નથી કે આ કેટલામો યુગ હશે
બસ આવા જ વિચારો ઘૂટાયા ને આંખમાંથી એક ખારું ઝરણ નીકળ્યું

હરખાતો રહ્યો હું રોજ રોજ એને સંભળાવીને મારી જ રચનાઓ સઘળી
પ્રકાશન માં જોયું તો મારા શબ્દોમાં એના નામનું અવતરણ નીકળ્યું

સરિતા અને સરોવર જેવું કંઈક જોઇને એક હૈયા ધારણ તો ઉગી નીકળી
અંતિમ શ્વાસે ખબર પડી કે રેતીના રણ પર મૃગજળનું આવરણ નીકળ્યું

મુહોબ્બતની હવાઓમાં દિલોની ગુંગળામણ ભરી ગઈ એક ગમગીની
ને ભરોસાની જગ્યાએ સાચાં સ્નેહીઓ વચ્ચે શંકાનું વાતાવરણ નીકળ્યું

હવે રહ્યો નથી અહી કેફ પહેલા જેવો આ ગુલશન ની હવાઓમાં "પરમ"
તપાસ માં "પાગલ" માળીઓ જ કઠિયારા બન્યાનું એક તારણ નીકળ્યું

No comments:

Post a Comment