■ ગઝલ કટાક્ષિકા
~ ઇલિયાસ શેખ
લાંબી મજલ અને લંગડી ઘોડી છે,
સફરમાં પાછો લ્યો એ જ ગપોડી છે.!
આ કાળાં ડીબાંગ વાદળાં વચ્ચે,
બતાવ તેં વિકાસની ખીલી ક્યાં ખોડી છે.!
આજે ફરીથી ઓફિસે પહોંચાશે લેટ,
આજે ફરી બુલેટ-ટ્રેન મોડી છે. !
કુલ્ટાની જેમ મરદ 'ને નિયમ બદલું?
મારી સમજણ કાંઇ આરબીઆઇ થોડી છે?.!
એની પાસે છે અંબર ઢંકાય એટલાં વસ્ત્રો,
મારી પાસે તો ચડ-ઉતરની બે જોડી છે.!
ગઇ કાલ સુધી હતી નોટ 1000ની,
આજે હવે એની કિંમત ફૂટી કોડી છે.
એકેય ઘોબો એ ઉપાડી નહીં શકે,
નબળો કારીગર ને રૂની હથોડી છે.!
અચ્છેદિનની સહેલગાહ કરવા આવો,
લ્યો અમે રણ વચાળે નાંગરેલી હોડી છે.!
ભગવાન સર્જે છે અહીં ભૂલોની 'હાર'માળા,
ને ભક્તોની હાલત જુઓ સાવ કફોડી છે.!
આ ગઝલને વાંચ્યા-સમજ્યાં વગર જ,
જુઓ ભક્ત મંડળી મારી પાછળ દોડી છે.!
Saturday, 31 December 2016
ગઝલ
Labels:
ઇલિયાસ શેખ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment