જો હિન્દૂ, પારસી, અંગ્રેજ ને મુસલીમ ના આવેછે,
અહીં એકજ વરસમાં પાંચ તો ન્યૂ યર મનાવે છે.
ભલે તિથિમાં માનેછે બધા, પણ એજ રાખે યાદ,
બધા તિથિને ભૂલી જન્મ તારીખો લખાવે છે.
જે ભીતર માં ગરી બેઠો નથી એ મારતું કોઈ,
દશેરા ના બધા બસ બાહરી રાવણ જલાવે છે.
છે ઢોંગી કેટલા ને કોણ સાચા ક્યાં પડે સમજણ,
બધા ભગવાન ના નામે અહીં પૈસા પડાવે છે.
નવી કેવી રમત રમતા થયા છે નેટ પર આજે,
મફત મળશે કહી મેસેજ આગળ મોકલાવે છે.
ગણેશોત્સવ હતો એકજ અને નવરાત પણ એકજ,
હતા વાર્ષિક તહેવારો હવે બે વાર આવે છે.
મેં ભંડારે જઈને એક વાતે ધ્યાન છે આપ્યું,
કહેવા શાંત રહેજો "મિત્ર" સ્પીકરમાં પુકારે છે.
રાકેશ રાઠોડ "મિત્ર"
Saturday, 31 December 2016
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment