Saturday 31 December 2016

ગઝલ

##સૂરજ આજે##

હા મેં જોયો છે આભે થી ખરતો સૂરજ આજે,
જોને કેવો સ્વપ્ન બનીને છળતો સૂરજ આજે.

આખા વિશ્વે તેજ તણો ઘેરો ગાલી થાકેલો,
ધીરે ધીરે જ ક્ષિતિજ બાજું ઢળતો સૂરજ આજે.

ત્યાં ચાંદો ડોકે છે કેવો પેલો જોને ખૂણે,
કેવો જઈ ને ધરતી ને છે  મળતો સૂરજ આજે.

મિલન તણા રંગોથી રંગોળી પૂરી આભે જો,
પ્રીતે સાંજે કેવો ભેટી વળતો સૂરજ આજે.

મારી આ કોરી આંખે યાદોનો સૂરજ ખીલ્યો
તારું નામ જ લેતો;  ને આ રડતો સૂરજ આજે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment