Saturday 31 December 2016

ગઝલ

*જીવલો*

મનખો થઈ ગ્યો મેલો આ મનખો થઈ ગ્યો મેલો,
પાપ ધોવા હડિયું કાઢે જોને કેવો આ જીવલો.

ઈચ્છા ઓ ના ઢગલા કર્યા ને....
પૂરી કરવા રોજ માણસાઈને વેચતો આ જીવલો.

પેટનો ખાડો પૂરવા જોઈએ મુઠ્ઠી જાર ને...
લાંચ લઈ ગરીબોની હાય લેતો આ જીવલો.

વાણી વર્તનનાં ના કોઈ ઠેકાણાં ને....
માંચડે ચડી ભાષણ દેવાં જાતો આ જીવલો.

નામ મોટા કરવાં દામ ખોટા ખાય ને...
પછી ભરી સભામાં જોડા ખાતો આ જીવલો.

ખોટા કામ કરી બાપડો બહું  પોરહાઈ,
પછી લમણે મેલી હાથને રો'તો આ જીવલો.

પાપો કરી થાક્યો,જીવ ઠાઠડી ભણી જાય,
ત્યારે ગંગા માં ડૂબકી મારવા જાતો આ જીવલો.

અંત ઘડીએ પણ ભાનમાં તો આવ્યો,
ભેગું કર્યું અહીં મૂકીને વિદાય લેતો આ જીવલો.

કાજલ કાંજિયા 'ફિઝા'
31/12/2016

No comments:

Post a Comment