Friday 30 December 2016

ગઝલ

ખર્યા ફૂલો સજાવી માર્ગમાં મેં વાત છોડી છે.
જરા ધીમે! નવોઢા એ પ્રથમ ત્યાં રાત છોડી છે.

તરાશી'તી પ્રતીમાને હરખનું ટાંકણું લઇને,
મઠારી જા તું ફુરસદમાં અધૂરી ભાત છોડી છે.

મળી તક ને વરસતા વાદળે ઝાલ્યો હતો પાલવ,
હવે તરતી વમળમાં મેં જ મારી ઘાત છોડી છે.

નવા કોઈ જગતથી આ હૃદયને ધારણા આપી,
નજર રાહે પસારી વીતરાગી જાત છોડી છે.

ઝુકી જોજે લઈને નામ હંમેશા ખુદા આગળ,
રટણ તારું કરી ઇશની સદંતર નાત છોડી છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment