તરહી ગઝલ:-
ગગન પરથી છૂટ્યો તારો વિતાવી પળની મ્હેમાની,
તું એને આવતા રોકે, ધરા કેવી આ યજમાની ?
હજારો રૂપવાળા એક રૂપે આપજે દર્શન,
સમાવા આંખમાં તારી કરું હું જાતને નાની.*
સફરમાં આંખમાં મારા બધે તરતી રહી મંઝિલ,
જરૂરત ના રહી મુજને પછી ક્યાંયે વિસામાની.
પુરાણા પ્રેમને ભૂલી જવું એ શક્ય પણ ક્યાં છે ?
હજી ઘરથી હું નીકળી વાટ લઉં છું તારા રસ્તાની.
મને માણસ પરખતા આજ તો ફાવી ગયું 'પ્રત્યક્ષ',
હુનર એને ગણે છે સૌ ને હું સોબત અરિસાની.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment