Tuesday, 24 March 2020

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ

બધાએ બધાથી હવે તો ડરે છે.
બની મોત માથે કોરોના ભમે છે.

તમે કોઇને હાથ મિલાવશો નૈ,.
બધાં હાથ જોડી નમસ્તે કરે છે.

નથી બાગ શાળા કે મેદાનમાં પણ,.
બધાં બાળકો તો ઘરોમાં રમે છે.

નથી રિસ્ક લેવો કશો કોઇને પણ,.
હવે સૌને ઘરમાં રહેવું ગમે છે.

હવે ખેર તારી નથી ઓ કોરોના,.
જગત આજ ભેગું થઈ ને લડે છે.

જે વાળ્યા કદી કોઇનાથી ન વળતા,.
એ લોકો જ સાચે કમોતે મરે છે.

જો મેસેજ ખોટા કર્યા મોબાઇલથી,.
ભરો દંડ તગડો કોરોના કહે છે.

જો અફવા તમે સાવ ખોટી ચગાવી,.
તો આફત બધીએ તમારા ઘરે છે.

આ વિજ્ઞાનથી કામ ખોટું ન કરશો,.
અહીં જીવ સૌના ગળામાં ફરે છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment