આયખું તારી જવાની તાકમાં,
આયને ઝાંખી પડેલી આંખમાં
ભર વસંતે વિસ્તરેલી ડાળને
પાનખર રાખે સતત ખેંચાણમાં
બે કદમ ને ફાસલે ચલતી કઝા
જિંદગીને રાખતી ભય ભાનમાં
સાથ જીવે દોરનારી ભ્રમણા
ટૂટનારા ખ્વાબના સો તાંતણા
જીવને બાળે હ્રદયની ભીતરે
એક મુંગી ઝાળ સળગે પ્રાણમાં
નામ જેનું ના કદી વિસરી શકો
કેટલી લાચાર મનની લાલસા
ગર ધરાસળગે તપેલીઆંચમાં
શું રહે માસૂમ બતાવો પાસમાં.
માસૂમ મોડાસવી .
No comments:
Post a Comment