પાદપૂર્તિ તારીખ :5/1/2017
જાણી તકાજો મેં સમય નો વાતને ટાળી હતી
એનાં વિચારો માં પછી આ રાત ને ગાળી હતી
હું જાણતો 'તો હાથ મારે આવશે આ કંકરો
પણ તે છતાં આ જીંદગી ને દોસ્ત મેં ચાળી હતી
સંબંધ ની ભીનાશ આ દેખાય મારી આંખ માં
પણ આપ ના દેખી શકો એ રાત પણ કાળી હતી
મળતાં હતાં જે રીતે થી મળશુ હસી ને ત્યાં ફરી
વરસો પછી પણ એકલાં એ વાત મેં પાળી હતી
આ પ્રેમ પર ના રાખશો વિશ્વાસ "જોગી" જેટલો
સરખી દિલે લાગી અગન, પણ જાત મેં બાળી હતી
મુકેશ જોગી "પાગલ"
No comments:
Post a Comment