સતત થતા શ્વાસોના આવાગમનમાં
ઊઠે છે પ્રશ્ન સતત એક મનમાં
બધું પામી લેવાની જિજીવિષામાં;
ખરેખર શું મેળવ્યું છે મેં જીવનમાં ?
હોય માપદંડ તો નક્કી પણ થાય,
મજા મરણમાં છે કે આ જીવનમાં !
આખી જિંદગી જીવવાની માટે જ
ગુમાવી બેઠો, જે મજા છે ક્ષણમાં
સાવ ખુલ્લી આંખે જુવે છે સપનાઓ,
મશગૂલ છે જીવ કેવી કલ્પનાઓમાં !
હિમાંશુ
૨૮.૨.૧૭
No comments:
Post a Comment