એક ડગલું હું આગળ ચાલું, તું થોડો પ્રતિસાદ દે,
સાંજ આ ઢળવા લાગી જો, ના તું થોડો વિષાદ દે
જીવનરથ ને સ્થિર હંકારવો, અઘરૂં થોડું કામ છે,
નિરસતા ની નિસરણી પકડી ના થોડો અવસાદ દે
સંસારસાગરમાં જીવનનૈયા હાલકડોલક થાય બધાની
પ્રેમ ની પતવાર લઈને મીઠો થોડો પ્રસાદ દે
આછી ઉદાસી મનના માળે, ચાહે એ કલશોર મજાનો
બે ઘડી આવીને છલકી, તું થોડો વરસાદ દે.
સાત સૂરોની આપી સંગત ચાલ દૈ થોડો તાલ,
સા,રે,ગ,મ,પ,ધ..હું છેડું તું થોડો નિષાદ દે.
જિજ્ઞાસા છાયા ઓઝા
Tuesday, 28 February 2017
ગઝલ
Labels:
જિજ્ઞાસા છાયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment