Tuesday 28 February 2017

ગઝલ

ઠાગા - ઠૈયા કરતો માણસ
ઝીણું - ઝીણું બળતો માણસ..

ધર્મો ને પંથોનાં નામે
અંદર અંદર લડતો માણસ

ભીતરનું   અજવાળું  છોડી
અંધારામાં  ફરતો  માણસ.

ભવસાગરમાં ઊંડે ઊંડે
તરણું લૈને તરતો માણસ

દુનિયા આખી શોધી નાખી
પોતાને કયાં જડતો માણસ ?

છેલ્લે તો બસ માટી માટી
ધીમે ધીમે ઠરતો માણસ

-'શબનમ' ખોજા

No comments:

Post a Comment