Tuesday 28 February 2017

ગઝલ

*પલ |હૃદયનો સીધો અનુવાદ*

અમથે અમથું પગને કાં પંપાળ્યા કરશું ?
અમને સાલું એમ હતું કે ચાલ્યા કરશું.

રસ્તામાંથી રસ્તો, રસ્તે મબલખ ફાંટા,
રસ્તાનો પણ રસ્તો કાઢી મ્હાલ્યા કરશું.

મૂંઝાશે મન મ્હેંકી મ્હેંકી ત્યારે ખરશું,
હાલ અમે તો ફૂલ્યા કરશું- ફાલ્યા કરશું.

છો ને ઈશ્વર લાંબું લાંબું પેપર કાઢે,
ખાલીજગ્યા ભરશું - પ્રશ્નો ટાળ્યા કરશું.

પીંડે પીંડે તું એ જુદો - હું યે જુદો,
જૂદા-જૂદા ક્યાં સુધી મન વાળ્યા કરશું.

પીડાનાં પચરંગી વાઘા પ્હેરી ભીંતે-
ચિતરેલા દરવાજે મન ટીંગાળ્યા કરશું.

જીવને સાલી ગરમી હાડોહાડ ચડી છે,
ભીતરની ભઠ્ઠીમાં *હું* ઓગાળ્યા કરશું.

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment