Tuesday 28 February 2017

ગઝલ

તું મગજ કાં ખાય છે બેકારમાં
થા અહીંથી ચાલતો અત્યારમાં
નાક જેવું હોય તો સાંભળ હવે
સાધુવેડા છોડ રહે સંસારમાં
ભાવતો  ભગવો નકામો લાગશે
થાય નીચાજોણું  પણ પળવારમાં
ભૂખ ભૂંડી ને નમાલી નીંદરું
થઇ જશે હો દિવસો જો કારમાં
આંખ જેવી આંખ શું કોરી રહે?
રોજ એ ભીંજાય છે તકરારમાં
તણખલાનો પણ તરાપો થાય હોં
ડૂબતાં હો વહાણ જો મઝધારમાં
ગરવી

No comments:

Post a Comment