Wednesday, 1 February 2017

અછાંદસ

શિતલ સાંજ
ને ઠંડી અમાપ,
એક એક ચબરખી
હોમી રહ્યો
આગ માં,
અશ્રુઓ ની હાર
થઈ ગઈ તી
આંખ માં,
પાસે આવી પુછ્યુ
હતું બા એ
આવ્યા કેમ આંશુ
આંખે?
લાગેછે ધુમ્રશેર
કાઢી બતાવ્યુ
બહાનું,
આંખ નહી બર્યુતુ હૈૈયું
માનશે?
ચબરખી નહી હતી
કંકોતરી
માનશે?
                 -મહેશ રાણવા

No comments:

Post a Comment