*વસંત પંચમી*ની વધામણી...
*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*
આવ-જા કરતો રહે છે શ્વાસમાં તું કોણ છે ?
આવતો તો યે નથી અંદાજમાં તું કોણ છે ?
તું કલર બદલી મને આપ્યાં કરે જખ્મો નવા,
સપ્તરંગી ચીસ તારા રાજમાં, તું કોણ છે ?
કેટલું કમભાગ્ય તારા બાગના આ ફૂલનું,
એકલા મૂંઝાય ફલાવરવાઝમાં ! તું કોણ છે ?
ક્લોઝ થાવું હોય તો જૂદાપણું ચાલે નહીં,
લાવ, તારો હાથ મારા હાથમાં, તું કોણ છે ?
આભ આખું એ પછી નાનું પડ્યું *આલાપ*ને,
એમણે પૂછ્યું ભરીને બાથમાં : તું કોણ છે ?
*આલાપ*
No comments:
Post a Comment