Wednesday, 1 February 2017

ગઝલ

નહીં એકલી તું ભીની થાય છે,
આ વરસાદમાં ધરતી પણ નહાય છે !

ઘણાં અંત લગ સમજી શકતાં નથી,
જીવન માંડ કોઈને સમજાય છે !

ખબર ક્યાંથી પડવાની કોઈને પણ?
નહીં દર્દ દિલનું તો દેખાય છે !

નથી માત્ર એ કાફિયા ને રદિફ !
ગઝલ શેરિયતથી જ વખણાય છે !

વધારે નથી ફેર જો કે કશો,
જીવન તારા વિના ય જીવાય છે !

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment