Tuesday, 31 January 2017

અછાંદસ

કર્મોની વ્યથા અકળાવી રહી છે
જીવતરને હવે ફફડાવી રહી છે.
થયા ના એ જાણ બહાર જાણી
હૈયાને અંદરથી જલાવી રહી છે.
વળી શકાયું પાછું જાણું હું
છતાં ભૂલો ભૂતકાળની ડરાવી રહી છે.
વર્તમાનની ક્ષણો સુધરી રહી છે
સળગેલા સમયખંડની રાખ છતાં ઉડી રહી છે.
જેસલ નથી ના છું હું વાલ્મિકી
મળ્યા ના તોરલ...
મળ્યા ના નારદ...
છતાં સુધારવા ની આશ રહી છે.
છે હવે બે ચાર પળો જ બાકી
જીવી લઉં થોડું સાચું "નીલ"
ભૂલી ભૂતકાળને ....
બસ એજ વર્તમાનની તાબીર રહી છે.
     રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment