Tuesday 31 January 2017

ગઝલ

આ આંખોમાં એક ઉજાગરો હતો કે પછી
એ મસ્ત નશો હતો તારા જ ઈન્તજારનો

એક રસ્તો જોયો હતો તુજ નયનોમાં મેં
એ જ તો એક નકશો હતો મારી મંઝિલનો

હવેતો  ઉછળતી લહેરો પણ શમી ગઈ છે
એને પણ છૂપો ડર તો હતો જ સાહિલનો 

એ તો હતી મારા પ્રેમની એક પ્રસ્તાવના
એ કોઈ બેબુઝ શેર તો નહોતો ગાલિબનો 

આ શ્રદ્ધા પણ આખરે તો હચમચી જ ગઈ
કે જયારે ભાર લાગ્યો મને આ તાવિજનો      

નિશ્ચિત હતો હું નિખાલસ દુશ્મનોથી સદા 
ને ડર હતો એક માત્ર દોસ્ત તથાકથિતનો

સ્થૂળ તો સઘળું માયા જ નીકળ્યું "પરમ"
આ "પાગલ"ને મોહ રહ્યો તેથી બારીકનો

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment